લોકો તેમનું વજન ઘટાડવા માટે અને ઉપાયો અજમાવે છે અને (Weight Loss Tips) ઘણી તરકીબોનો ઉપયોગ કરે છે. વજન ઘટાડવા માટે લોકો કસરત અને ડાયટિંગ (Exercise And Dieting) કરે છે. જો કે, તમે ઘણા ઘરેલું ઉપચાર (Home Remedies) દ્વારા પણ તમારું વજન ઘટાડી શકો છો.
આજે અમે તમને આવા જ એક ઉપાય વિશે જણાવીશું. આદુ સાથે હળદર (Ginger And Turmeric)નો ઉપયોગ કરીને પણ તમે તમારું વજન ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે વજન ઘટાડવા (Weight Loss) માટે હળદર અને આદુનો ઉપયોગ કરવો જોઈએ.
આયુર્વેદમાં આદુને ઔષધ માનવામાં આવે છે. તેનો ઉપયોગ માત્ર ખોરાકનો સ્વાદ વધારવા માટે જ નથી થતો, પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આદુની તાસીર ગરમ હોય છે, જેને યોગ્ય રીતે પીવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. આમ પણ આદુના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ વજન ઘટાડવા, પેટનું ફૂલવું ઓછું કરવા, કબજિયાતમાં રાહત અને પાચનક્રિયા સુધારવામાં ફાયદાકારક છે. જો કે ગરમીની ઋતુમાં 3-4 ગ્રામથી વધારે આદુનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત આદુ ઘણા પ્રકારના કેન્સર સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.
આદુંના રસમાં હળદરનુ સેવન (Ginger and Turmeric Uses for Weight Loss)
આદુ અને હળદરની મદદથી સરળતાથી વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે આદુંના રસમાં હળદર મિક્સ કરીને પીવામાં આવે છે. આદુ અને હળદરથી બનેલા આ ડ્રિંકનુ સેવન કરવાથી તમારું વજન જલ્દી ઓછું થશે.
આદુંના પાણીમાં લીંબુ અને હળદરનુ સેવન (Lemon And Turmeric Uses In Ginger Water)
વજન ઘટાડવા માટે એક ગ્લાસ પાણીમાં આદું નાખીને ઉકાળો. આ આદુંના પાણીને ગાળી લો. આદુના પાણીમાં એક ચપટી હળદર અને લીંબુનો રસ મિક્સ કરીને ડ્રિન્ક તૈયાર કરો. સવારે ઉઠ્યા પછી આદુ, હળદર અને લીંબુથી બનેલા આ ડ્રિન્કનું સેવન કરો. આ ઉપાય કરવાથી તમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળશે.
આદું અને હળદરવાળું દૂધ (Ginger And Turmeric Milk)
હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દૂધમાં હળદર સાથે આદુનું સેવન કરો છો તો તે તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે નવશેકા દૂધમાં આદું અને હળદર મિક્સ કરીને ગાળવું પડશે અને રાત્રે સૂતા પહેલા આ દૂધનુ સેવન કરવાનુ રહેશે. આ દૂધ પીવાથી વજન ઓછું થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર