ટ્વીટર પર વાયરલ થયા ‘મેગી લાડૂ’ જાણો લોકોએ શું કહ્યું આ અટપટી રેસિપી વિશે

પ્રતિકાત્મક તસવીર

ગળ્યા અને તીખા મેગીના લાડૂ ખાવા છે? જુઓ આ અટપટી રેસિપી વિશે

  • Share this:
મહામારીના સમયમાં લોકો અલગ અલગ અને અટપટી વાનગીઓ બનાવી રહ્યા છે. ‘મેગી લાડૂ’ ટ્વિટર પર વાયરલ થઇ આ અટપટી રેસિપી, જાણો લોકોએ શું કહ્યું આ રેસિપી વિશે. મેગી ઈન્સ્ટન્ટ ફૂડ છે, જેને મોટાભાગે વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો ખાવાનું પસંદ કરે છે. મેગી સરળતાથી બનાવી શકાય છે. નવી વાનગીઓ બનાવવી જોઈએ પણ જે સરળતાથી બની શકે છે તેના પર એક્સપરિમેન્ટ કરીને શા માટે કોમ્પ્લીકેટેડ બનાવવી જોઈએ? મેગીના લાડૂનો વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

મેગીના લાડૂની ગળી અને તીખી એમ અલગ અલગ રેસિપીઝ જોવા મળી રહી છે. ગળ્યા મેગીના લાડૂ માટે ગોળનો પાઉડર,બટર અને ઈલાયચી પાઉડરને એક પેનમાં સેકવાનો રહેશે, તે બાદ તેમાં કાચી મેગી ઉમેરો. આ મિક્સચરથી હવે લાડૂ બનાવી લો.

તમે તીખા મેગીના લાડૂ પકોડાની જેમ બનાવીને તેને સોસ તથા ચટની સાથે સર્વ કરી શકો છો. મેગી બાફીને તેમાં સુધારેલ કેપ્સીકમ, ચીઝ, બ્રેડક્રમ્બસ, લાલ મરચું પાઉડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો. હવે આ મિક્સચરને લોટમાં બોળીને પકોડાની જેમ તેલમાં ડીપ ફ્રાઈ શકો છો.

સોશિયલ મીડિયા યૂઝર્સ આ અટપટા એક્સપરિમેન્ટ માટે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોને માનવામાં જ નથી આવતું કે તેઓ આ શું અટપટુ જોઈ રહ્યા છે.

કોરોનાની મહામારીમાં અને લોકડાઉનમાં ઘણા લોકો શેફ બની ગયા અને એક્સપરિમેન્ટલ રેસિપીઝના ઓનલાઈન વિડીયોનો ટ્રેન્ડ શરૂ થયો. ‘ગ્રેપ પીઝા’ અને ‘પોપકોર્ન સલાડ’થી લઈને અટપટી રેસિપીઝ શેર કરવામાં આવી.

તમે આ પ્રકારની એક્પરિમેન્ટલ રેસિપીઝ વિશે શું વિચારો છો અને શું તમે આ રેસિપી ટ્રાય કરવાનું પસંદ કરશો?
First published: