'મેગી' માંથી બનાવો એક ટેસ્ટી અને લો ફેટ વાનગી

  • Share this:
    ગાર્લિક મેગી અપ્પમ બનાવવા માટેની સામગ્રી:

    મેગી 1 પેકેટ
    1 વાટકી સોજી
    1/2 વાટકી છાસ
    2 વાટકી પાણી
    1 ગાજર
    1 ચમચો ટામેટા
    1 ચમચો શીંગદાણા
    1 ચમચી લાલ મરચું
    1 ચમચી લસણની ચટણી
    મીઠું

    ગાર્લિક મેગી અપ્પમ બનાવવાની રીત:– સૌ પ્રથમ રવાને છાસ અને પાણીમાં 2 કલાક માટે પલાળો. 2 કલાક બાદ આ સોજીમાં શીંગદાણા, ગાજરની છીણ, લસણલસણની ચટણી, મીઠું, ટામેટા, લાલ મરચું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લો. તેમજ જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. ત્યારબાગ અપ્પમની લોઢી લઈ તેને તેલથી ગ્રીસ કરો. હવે પછી ખીરું થોડું રેડી પછી તેમાં મેગી મૂકી ઉપરથી પાછુ ખીરું રેડવું. થોડીવાર પછી પલટાવી બીજી બાજુ ચડવા દો. તો તૈયાર છે ગાર્લિક મેગી અપ્પમ. તેની નાળીયેરની ચટણી જોડે સર્વ કરો. સંભાર ભાવતો હોય તો આ અપ્પમ સાથે સંભાર પણ ટેસ્ટી લાગે છે.
    Published by:Bansari Shah
    First published: