Home /News /lifestyle /નવરાત્રિમાં દીકરીનો જન્મ થાય તો મા દૂર્ગાનું આ નામ રાખો: જોઇ લો લિસ્ટ અને અર્થ, વરસશે કૃપા

નવરાત્રિમાં દીકરીનો જન્મ થાય તો મા દૂર્ગાનું આ નામ રાખો: જોઇ લો લિસ્ટ અને અર્થ, વરસશે કૃપા

પ્રતિકાત્મક તસવીર

Names for babies: કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દિવસોમાં તમારા ઘરે દીકરીનો જન્મ થાય છે તો તમે આ સુંદર નામ મા દૂર્ગા પરથી રાખી શકો છો. આ નામમાં અનેક ઘણી તાકાત રહેલી છે.

Names for babies: નવરાત્રિનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યાં અનેક ઘરોમાં દેવી દૂર્ગાની પૂજા અર્ચના કરવામાં આવશે. આ નોરતામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. હિન્દૂ ધર્મમાં આ નવરાત્રિનું અનેક રીતે મહત્વ રહેલું છે. આ નવરાત્રિમાં તમારા ઘરે પણ લક્ષ્મીનો એટલે કે દીકરીનો જન્મ થાય છે તો તમે મા દૂર્ગાના નામ પર એનું નામ રાખી શકો છો. આ અનોખુ અને ખૂબસુરત નામ મનને પ્રફુલ્લિત કરી દેશે અને મા દૂર્ગાની હંમેશા કૃપા તમારી પર બની રહેશે. તો આજે અમે તમને કેટલાક નામ જણાવીશું જે તમે દીકરીનું નામ રાખી શકો છો. આ સાથે તમે અર્થ પણ જાણો.

દીકરીઓ માટે મા દૂર્ગાનું નામ


અનીકા


દીકરીનું નામ તમે અનીકા રાખી શકો છો. અનીકા નામ બોલવામાં તેમજ સાંભળવામાં મસ્ત લાગે છે. આ નામનો અર્થ સુંદર અને પ્રતિભાથી ભરપુર સ્ત્રી થાય છે.

આ પણ વાંચો:જાણો નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવવાના ખાસ નિયમો

કામાક્ષી


આ નામ બોલતાની સાથે જ ભારે પડે છે. કામાક્ષીનો અર્થ દેવી ગૌરી અને દેવી લક્ષ્મી થાય છે.આ નામનો અર્થ પ્રેમભરી આંખો પણ થાય છે. કામાક્ષી નામમાં બહુ તાકાત રહેલી છે જે તમારી દીકરીમાં તમને જોવા મળે છે.

મલિની


મા દૂર્ગાનું એક નામ છે મલિની. આવું એ માટે કારણકે મા દૂર્ગા એમના ગળામાં જે ઘારણ કરે છે એમને મલિની કહેવામાં આવે છે.

નિત્યા


દીકરીનું નામ તમે નિત્યા પણ રાખી શકો છો. નિત્યાનો અર્થ સદૈવ અને શાશ્વત પણ થાય છે. નિત્યા નામ બોલવામાં અને સાંભળવામાં મસ્ત લાગે છે.

એશાની


શક્તિનું પ્રતિક મા દૂર્ગાને માનવામાં આવે છે. એશાનીનો અર્થ શક્તિની દેવી પણ થાય છે.

અન્વિથા


દેવી દૂર્ગાનું એક નામ અન્વિથા છે. આ મસ્ત નામ તમે દીકરીનું રાખો છો તો લોકો પણ ખુશ થઇ જાય છે.

અપરાજિતા


અપરાજિતા નામ સાંભળવામાં તમને મોટુ લાગે છે, પરંતુ બોલવામાં બહુ સ્વીટ લાગે છે.

આ પણ વાંચો:આ રીતે રાશિ પ્રમાણે કરો મા દૂર્ગાની પૂજા કરો

ગયાના


આ એક મસ્ત નામ છે. અતિસુંદર નામનો અર્થ જ્ઞાનનો અવતાર છે. દેવી દૂર્ગાનું આ નામ દીકરી માટે મસ્ત છે.

ગિરીશા


પહાડો પર શાસન કરતા લોકોને ગિરીશા કહેવામાં આવે છે. આ નામ પણ તમે દીકરીઓનું રાખી શકો છો.


સાધિકા


માતા રાણીનું આ નામનો અર્થ પ્રાપ્ત કરનાર થાય છે.

શક્તિ


આ નામ સાક્ષાત દેવી દૂર્ગાનું પ્રતીક છે. દીકરીનું આ નામ તમે કોઇ પણ વિચાર કર્યા વગર રાખી શકો છો.
First published:

Tags: Hindu names, Life Style News, Lucky names, Maa durga, ધર્મભક્તિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો