બ્રિટનના સંશોધનકર્તાઓએ શરીરમાં વિટામિન ડીની ઉણપ અને કોરોના વાયરસ (COVID-19) બીમારીનાં વધતા મામલા અને 20 યુરોપનાં દેશોમાં થયેલા મૃત્યુ દરમાં એક કડી શોધી લીધી છે. આ પહેલાના કેટલાક સંશોધનમાં વિટામિન ડીની ઉણપ અને શ્વાસ નળીમાં ઇન્ફેક્શનની વાત સામે આવી હતી.
ધ ટ્રિબ્યૂને છાપ્યું છે કે, યુકેની એન્ગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના અભ્યાસકર્તા ડૉ. લી સ્મિથે આ અંગે જણાવ્યું છે કે, અમને શરીરમાં વિટામિન ડીની ઉણપ અને કોવિડ 19ના કેસ અને ખાસ રીતે કોવિડ 19થી થયેલા મૃત્યુમાં કેટલાક ખાસ સંબંધ મળ્યા છે.
શોધકર્તા પ્રમાણે શરીરમાં વિટામિન ડી સફેદ રક્ત કણો (WBS White blood cells) પર અસર કરે છે. વિટામિન ડી શરીરમાં વ્હાઇટ બ્લ્ડ સેલને સાઇકોટાઇન (Cytokines) નામની કોશિકાઓને વધતી રોકે છે. જે લોકો કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ છે તેમનામાં સાઇટોકાઇન તીવ્રતાથી બને છે.
આ પણ વાંચો :શું મીઠાના કોગળા કરવાથી કોરોનાથી બચી શકાય છે?
સ્મિથે જણાવ્યું કે, આ પહેલા થયેલા સંશોધનમાં આ વાત સામે આવી હતી કે, હૉસ્પિટલ અને કેર સેન્ટર જેવી સંસ્થાઓમાં 75 ટકા લોકોને વિટામિન ડીની ઘણી ઉણપ હતી. આ સાથે તેમણે કહ્યું કે, આ અભ્યાસ ઘણી ઓછી જગ્યાએ થયો છે. દરેક દેશમાં રોગીઓની સંખ્યા દેશમાં થનારા કોરોનાનાં ટેસ્ટનાં આંકડા પર આધારિત છે. આ સાથે દરેક જગ્યાએ ઇન્ફેક્શનથી બચવા માટે અલગ અલગ પ્રયોગો કરવામાં આવે છે. તેમણે ભલે વિટામિન ડીની ઉણપ અને કોરોના વાયરસ બીમારી વચ્ચે થોડો સંબંધ છે પરંતુ તેનો અર્થ એ નથી થતો કે શરીરમાં વિટામિન ડીની ઉણપ જ કોરોના વાયરસ બીમારીનું કારણ છે.
આ પણ જુઓ -