અભ્યાસમાં દાવો: નબળી ઇમ્યૂનિટી ધરાવતા લોકોને પહેલા વેક્સિન આપીને રોકી શકાય છે કોરોના સંક્રમણ

પ્રતીકાત્મક તસવીર

વૈજ્ઞાનિકો અનુસાર કોરોના ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. એવામાં તે લોકો પર સંકટ વધુ રહ્યું છે, જેમની ઇમ્યૂનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે.

  • Share this:
છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી કોરોના (Corona)એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાનું સંક્રમણ (Corona Infection) એટલા માટે પણ વધુ ખતરનાક થઇ ગયું છે, કારણ કે સમયાંતરે તેના સ્વરૂપમાં બદલાવો જોવા મળી રહ્યા છે. તે જ કારણ છે કે વેક્સિન (Vaccine)ને કોરોના સામેની આ જંગમાં સૌથી મોટા હથિયાર તરીકે જોવામાં આવી રહી છે. એવામાં સવાલ ઉભો થાય છે કે શું કોરોનાના SARS-CoV-2 મ્યૂટેશન (SARS-CoV-2 Mutation)ને રોકવું સંભવ છે? વૈજ્ઞાનિકોનું માનવું છે કે SARS-CoV-2 Mutationને રોકી શકાય છે, પરંતુ તેના માટે વેક્સિનેશનની રીતમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે.

વૈજ્ઞાનિકો અનુસાર કોરોના ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. એવામાં તે લોકો પર સંકટ વધુ રહ્યું છે, જેમની ઇમ્યૂનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે. દા.ત. કેન્સર, ટીબી અને HIVથી પીડિત દર્દીઓની ઇમ્યૂનિટી ખૂબ નબળી હોય છે અને તેમનામાં કોરોનાના નવા સંક્રમણનો ખતરો વધી જાય છે. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક લેખમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જો કોરોનાને રોકવો છે તો તે લોકોને પસંદ કરવા જરૂરી છે, જેમની ઇમ્યૂનિટી પહેલાથી વધુ નબળી છે.

 આ પણ વાંચો : Vaginal infection: જાણો શા માટે થાય છે વજાઈનલ ઇન્ફેક્શન અને શું હોય છે તેના લક્ષણો

લેખમાં જણાવ્યા અનુસાર, એવા દર્દીઓને ન માત્ર SARS-CoV-2થી બચાવવામાં, પરંતુ SARS-CoV-2ના સંક્રમણને ઓછું કરવા માટે વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવી જોઇએ. અભ્યાસમાં કહેવાયું છે કે, કોરોનાથી સંક્રમિત દર્દીને તરત બીજાથી અલગ થઇ જવું જોઇએ અને જ્યાં સુધી કોરોનાનો રિપોર્ટ નગેટિવ ન આવે ત્યાં સુધી કોઇ પણ મળવાથી બચવું જોઇએ. ફ્રેડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોઇ ગંભીર બીમારીથી સંક્રમિત દર્દીઓના પરીવારના સભ્યોને પણ ઉંમરની ચિંતા કર્યા વગર પહેલા વેક્સિન લગાવવી જોઇએ, કારણ કે ઓછી ઇમ્યૂનિટીવાળી દર્દીના ઘરના સભ્યો પણ તેના સંપર્કમાં આવવાથી જલદી સંક્રમિત થઇ જાય છે.

જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને વાલ્ટર રીડ આર્મી ઇન્સ્ટીટ્યૂટ ઓફ રિસર્ચ તરફથી આપવામાં આવેલી ચેતાવણી એવા સમયે સામે આવી છે, જ્યારે કોરોનાની ત્રીજી લહેરે ઘણા દેશોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.

 આ પણ વાંચો : આવું અન્ય લાઇફસ્ટાઇલને લગતું વાંચવા અહીંયા ક્લિક કરો

બીજી તરફ દિલ્હીના એમ્સ અને લોકનાયક હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે તેમણે ઘણા દર્દીઓને જોયા છે, જે મહિનાઓ સુધી કોરોના સંક્રમણના કારણે હોસ્પિટલમાં સારવાર કરાવતા રહ્યા. તેમણે કહ્યું આ દર્દીઓમાં વાયરસનું સંક્રમણ ઓછું નહોતું થઇ રહ્યું અને તેમનો રિપોર્ટ દરેક વખતે પોઝીટિવ આવી રહ્યો હતો.

લોકનાયક હોસ્પિટલના તબીબી નિયામક ડો. સુરેશ કુમારે જણાવ્યું કે, હોસ્પિટલમાં હજુ પણ બેથી ત્રણ દર્દીઓ દાખલ છે, જે બે મહીનાથી કોરોના પોઝીટીવ છે. તે તમામ ટીબી અને એચઆઇવી જેવી બીમારીઓથી ગ્રસ્ત છે અને કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. એવા દર્દીઓને પ્રાથમિકતા આપી વેક્સિનેશન કરાવવાની ખાસ જરૂરિયાત છે, જેથી તેમને સંક્રમણથી બચાવી શકાય.
First published: