તમે તેને 'Love' કરો છે કે આ ખાલી 'Lust' છે? આ રીતે જાણો

RedWomb
Updated: February 22, 2020, 5:43 PM IST
તમે તેને 'Love' કરો છે કે આ ખાલી 'Lust' છે? આ રીતે જાણો
પ્રતિકાત્મક તસવીર

કેટલીક વાર સંબંધોમાંથી કામેચ્છા જતી રહે છે અને કેટલીક વાર કામેચ્છા હોય છે પણ પ્રેમ નથી રહેતો.

  • RedWomb
  • Last Updated: February 22, 2020, 5:43 PM IST
  • Share this:
તમે તેને 'Love' કરો છે કે આ ખાલી 'Lust' છે? આ રીતે જાણો
મોર્ડન સંબંધોમાં સૌથી કોમેન ચાર અક્ષરનો શબ્દ છે 'Love' અને આ સિવાય જો બીજો કોઇ શબ્દ સંબંધોમાં મહત્વ રાખે છે તો તે છે 'Lust'. જીવનભર તમે આ બંને વસ્તુઓનો ઉતાર ચઢાવ તમારા સંબંધોમાં દેખશો. તમે તમારા પાર્ટનર કે સાથી માટે ખાલી પ્રેમ અનુભવો છો? કે પછી આ 'લસ્ટ' છે? કે પછી બંને સાથે? આ સમજવું અને સ્વીકારવું થોડું મુશ્કેલ હોય છે. માટે જ અમે આ લેખ લઇને આવ્યા છીએ. શું તમે જેને પ્રેમ કરો છો તેના માટે તમારા મનમાં કામેચ્છા કે જેને Lust પણ કહેવાય છે તે અનુભવો છો? આપણું મગજ હંમેશા આ પ્રેમ અને કામેચ્છાની બે અલગ અલગ વિચારધારા વચ્ચે અટવાતું રહે છે. ત્યારે પહેલા શબ્દોને યોગ્ય રીતે સમજવું જરૂરી છે.

શરીરને શું જોઇએ છે?

સેક્યુઅલ ઇચ્છાઓ થવી સામાન્ય વાત છે. વળી આવી ઇચ્છાઓ વ્યક્તિદીઠ અલગ અલગ હોય છે. કોઇ વ્યક્તિને જોઇને તમારા અંદર હાર્મોનલ બદલાવ આવે, તમારા મનમાં તેના માટે કામભાવ જાગે તેને Lust કહેવાય. વળી તેવું પણ બને કે તમે આ વાત યોગ્ય કે અયોગ્ય છે કે પછી શું આ સંબંધો લાંબા ગાળાને છે તેવી કોઇ વાત વિચારતા ન હોવ. ધણીવાર તો તમારો પાર્ટનર પણ હોય, તમે તેનાથી શારિરીક સુખ મેળવી સુખી પણ હોવ તેમ છતાં તમને કોઇ ત્રીજી વ્યક્તિ માટે કામેચ્છા જાગે તેવું બની શકે.

"તે મારા કોલેજને પ્રોફેસર હતી અને તે અમને એક ટફ વિષય ભણાવતી હતી. તે પરણિત હતી અને તેના પતિ સાથે ખુશ હોય તેમ લાગતું હતું. પણ હું તેના માટે સ્ટ્રોંગ શારિરીક આકર્ષણ અનુભવતો. હું તેને દેખતો તો બાકી બધી વસ્તુઓ બ્લર થઇ જતી. આમ તો તે મારી શિક્ષિકા હતી. વળી મારી સ્ટેડી ગર્લફ્રેન્ડ પણ હતી. પણ તેમ છતાં મારા મનમાં તેના માટે સંપૂર્ણ પણે શારિરીક આકર્ષણ હતું. હું કેટલીક વાર તેના વિષે વિચારીને ખુશ થતો. ધણીવાર હું મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરતી વખતે પણ તેના વિષે વિચારતો અને કેટલીક વાર હસ્તમૈથુન વખતે પણ મને તેના વિચારો આવતા" - રોહન, 23, મેડિકલ સ્ટૂડન્ટ, અલીગઢ

જો કે કામેચ્છાને ભારતીય સંસ્કૃતિમાં ખરાબ માનવામાં આવે છે. સામાન્ય રીતે તેને 'હવસ' જેવા શબ્દ સાથે સરખાવવામાં આવે છે. પણ આ એક સામાન્ય મનુષ્યભાવ છે. આપણા જીવન કાળમાં આપણે સમયાંતરે શારિરીક આકર્ષણ અનુભવતા હોઇએ છીએ. તો તમારે આવા સમયે બીજા માટે થતી કામેચ્છાને દગો કે હવસ તરીકે ન જોવી જોઇએ.કામેચ્છા થવી સામાન્ય વાત છે. કેટલાક લોકો કહે છે કે કામેચ્છા તેમના માટે કોઇ વ્યસન સમાન છે. હા બને શકે કેમકે જ્યારે તમે યુવાન હોવ છો ત્યારે આવી ભાવનાઓ વધુ થાય છે. પણ જો તમે સગીર નથી અન્ય કોઇ સાથે સહમતિથી સેફ સેક્સ કરો છો તો તેમાં કંઇ ખોટું પણ નથી. પણ આ સંબંધોમાં કામેચ્છા જ બધુ નથી. આ શારિરીક ઇચ્છાને સાથે સંબંધોમાં એકબીજા માટે પ્રેમ હોવા પણ જરૂરી છે. માટે જ આ વાતને વધુ વિગતવાર સમજવી જરૂરી છે.

ખાલી પ્રેમ, કામેચ્છા નહીં?

પ્રેમ વિષે આપણે અનેક ખોટી માન્યતાઓ ધરાવીએ છીએ. જેમ કે જ્યારે પ્રેમ થાય ત્યારે તમને ઘંટીનો અવાજ સંભળાય છે કે તમારા મનમાં ગિટાર વાગવા લાગે છે કે પછી 'પ્રેમમાં પડવું' પણ ખરેખરમાં તે એક હેપ્પી હોર્મોન હોય છે જે તમારા લોહીમાં ભળે છે અને તમે સારું અનુભવો છો.

જો કે આપણી સંસ્કૃતિ આપણને પ્રેમમાં, કોઇ એક વ્યક્તિ માટે વચનબદ્ધ રહેવાનું શીખવે છે. અને કેટલીક વાર તમે તમારી આખા જીવન દરમિયાન ખાલી એક જ વ્યક્તિને પ્રેમ કરો છો અને હંમેશા તેના જ રહો છો. આમ જ્યારે આપણે પ્રેમની વાત કરીએ છીએ તો તેનો મતલબ થાય છે જે તે વ્યક્તિ સાથે એક ખાસ જોડાણ. પણ ધણીવાર રોમાન્ટિક પ્રેમમાં પણ શારિરીક આકર્ષણ જોડાયલું હોય છે. તે વાત આપણે ભૂલવી ના જોઇએ.

આમાં સારું ખરાબ શોધવા કરતા તમારા સંબંધને સમજવો ખાસ જરૂરી છે. જેમ કે તમારો આ સંબંધ ખાલી તમારી શારિરીક જરૂરિયાતો જ પૂરી કરે છે કે ભાવનાત્મક જરૂરિયાતો પણ? જો તમે તમારા પાર્ટનર સાથે સતત શારિરીક આકર્ષણ જ અનુભવો છો તો આ પ્રેમ નહીં હોય, કારણ કે આમાં ભાવનાત્મક જોડાણ નથી. પણ ધણીવાર કેટલીક વસ્તુ કામેચ્છાથી શરૂ થાય છે અને પ્રેમમાં પરિવર્તીત થાય તેવું પણ બની શકે.

"અમે કોલ સેન્ટરમાં સાથે કામ કરતા હતા. અમે કેઝ્યુઅલ સેક્સથી શરૂઆત કરી હતી. અમારા સ્ટેસફૂલ વર્કિંગ કલાકો અમે એકબીજાના સેક્યુઅલ રીલિઝર હતા. પણ થોડા મહિના પછી અમે એકબીજાને વધુ સમજવા લાગ્યા એક બીજાનું ધ્યાન રાખવા લાગ્યા. અને હવે અમે સાથે રહીએ છીએ અને અમે મળીને એક સ્ટારઅપ કર્યું છે" - રાજીવ અને રીમા, 26/25, કાનપુર

પણ કેટલીક વાર સંબંધોમાંથી કામેચ્છા જતી રહે છે અને કેટલીક વાર કામેચ્છા હોય છે પણ પ્રેમ નથી રહેતો. જો કે આ પ્રેમ અને કામેચ્છાના ચક્કરમાં આપણે એક વાત ભૂલી જઇએ છીએ કે આપણો જે પાર્ટનર છે તે પણ આપણા જેટલો એક માણસ જ છે. આપણે ધણીવાર પ્રેમમાં આપણા પ્રેમીને સૌથી પરફેક્ટ, સૌથી યોગ્ય, ભગવાન સમાન પાત્ર માનવા લાગીએ છીએ. જે આપણી ભૂલ છે. દરેક માણસની જેમ તેમાં પણ કેટલીક ખામી છે. તે પણ ભૂલો કરે છે.

આપણે જ્યારે પ્રેમમાં પડીએ છીએ તો શરૂઆતમાં મળવા જતી વખતે ખાસ તૈયાર થઇએ છીએ. સારા કપડા, સારા દેખાવ પર ધ્યાન આપીએ છીએ. પણ જેમ જેમ આપણે એકબીજાને જાણવા લાગીએ છીએ આપણે આ બહારી દેખાવ કરવાનો છોડી દઇએ છીએ. અને આપણે જેવા છીએ તેવા જ રહીને એકબીજાને પ્રેમ કરવા લાગીએ છીએ. આમ લાંબા સંબંધો માટે એક બીજાને પોતાની ખૂબીઓ અને ખામીઓ સાથે સ્વીકારવું જરૂરી છે.

કપલ વચ્ચે સેક્સ થાય છે. પણ તે ખાલી આખો દિવસ આજ નથી કરતા. તેમના સંબંધો ખાલી સેક્સ માટે નથી હોતા. તમારા સંબંધો તમારો સાચો પ્રેમ છે કે ખાલી કામવાસના તે તમે એ રીતે સમજી જશો કે કામવાસના લાંબો સમય સુધી નથી ટકતી. પણ પ્રેમ લાંબો સમય રહે છે. કારણ કે તેમાં એકબીજા માટે સહાનુભૂતિ, ભાવનાત્મક જોડાણ હોય છે.

લેખક- પુજા પ્રિયવદા, જે રેડવોમ્બ નામના ઓનલાઇન પ્લેટફોર્મ માટે લખે છે.
First published: February 22, 2020, 5:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading