#LoveSexaurDhokha: જ્યારે પત્નીની બેવફાઇનો પુરાવો તેની આંખોની સામે હતો..!

News18 Gujarati
Updated: June 27, 2018, 6:16 PM IST
#LoveSexaurDhokha: જ્યારે પત્નીની બેવફાઇનો પુરાવો તેની આંખોની સામે હતો..!
દરએક વ્યક્તિની સેક્સ અંગે પોતાની ખાસ ફેન્ટસી હોય છે. રીમાની ફેન્ટસી પણ અલગ હતી. સેક્સ દરમિયાન રેડ કલરની સાટિનની લોન્જરી પહેરવી તેનાંથી તે ઉત્તેજના અનુભવતી

દરએક વ્યક્તિની સેક્સ અંગે પોતાની ખાસ ફેન્ટસી હોય છે. રીમાની ફેન્ટસી પણ અલગ હતી. સેક્સ દરમિયાન રેડ કલરની સાટિનની લોન્જરી પહેરવી તેનાંથી તે ઉત્તેજના અનુભવતી

  • Share this:
આપે ક્યારેય વિચાર્યુ નહીં હોય કે એક જાસૂસનું જીવન કેવું હોય છે. એક જાસૂસ હોવું શું હોય છે. તેની પાસે જીવનની કેવી કહાનીયો હોય છે. અર્ચના વ્યવસાયે ડિટેક્ટિવ એટલે કે જાસૂસ છે. તેનાં કેસની એક સીરીઝ 'LoveSexaurDkhoka' અમે શરૂ કરી છે. આ સિરીઝમાં આજે વાત કરીએ રીમા અને સંજયની.

રીમા અને સંજયનાં લગ્નને બે વર્ષ થઇ ગયા હતા. બંનેનું લગ્નજીવન સારુ ચાલી રહ્યું હતું બસ ક્યારેક જ તેમનાં વચ્ચે કોઇ બાબતે હળવી બબાલ થઇ જતી તે પણ સંજયનાં બિઝી શિડ્યુલને લઇને.. રાત્રે જ્યારે બંને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો સમય આવતો તો રીમાને સંજયનાં બહાના જ સાંભળવાનાં હોતા હતાં. ક્યારેક મોડું થઇ જશે.. તો ક્યારેક થાકી ગયુ છું.. કહીને તે સુઇ જતો. આ વાતથી રીમા ઘણી વખત નારાજ થઇ જતી.

દરેક વ્યક્તિની સેક્સ અંગે પોતાની ખાસ ફેન્ટસી હોય છે. રીમાની ફેન્ટસી પણ અલગ હતી. સેક્સ દરમિયાન રેડ કલરની સાટિનની લોન્જરી પહેરવી તેનાંથી તે ઉત્તેજના અનુભવતી. જે દિવસે તે સાટીન લોન્જરી પહેરતી તે દિવસે સંજય માટે ઇશારો હોતો હતો કે આજે તેનો મૂડ છે.


સંજયની બેદરકારી પર રીમા શરૂઆતમાં તો ફરિયાદો કરતી. પણ પછી એકાએક તેનાં સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. હવે તે ગુસ્સો નહોતીક રતી અને ન તો ફિઝિકલ થવા પર બહુ જોર આપતી. સંજયનાં કહેવા પર પણ તે કોઇને કોઇ બહાનું બનાવીને ટાળી દેતી.

એક દિવસ ઓફિસ જતા સમયે સંજયે નોટિસ કર્યુ કે રિમાએ રેડ કલરની સાટિનની બ્રા પહેરી હતી તે સમયે તેનાં મનમાં શંકાની સોય હલી. આવું ઘણી વખત થતુ ગયું. આ વાતને લઇને સંજય પરેશાન થઇ ગયો અને અંતે તેણે મને પોન કર્યો અને મને આખી ઘટના જણાવી.

સંજયની વાત મને જરાં અટપટી લાગી. કોઇનાં કપડાંનાં રંગનાં આધારે તમે કઇ રીતે તેનાં પર શક કરી શકો. પણ આજનાં સમયમાં કંઇપણ શક્ય છે, ઇન્વેસ્ટિગેશન શરૂ થઇ.

સંજયને શક હતો કે ઓફિસમાં જ કોઇ છે જે રીમાને પંસદ આવી ગયો છે. એટલે અમે ઓફિસથી ઇન્વેસ્ટિગેશનથી શરૂઆત કરી. ઘણાં દિવસો સુધી ઇન્વેસ્ટિગેશન કરતાં રહ્યાં પણ એવો કોઇ ખાસ પુરાવો હાથ ન લાગ્યો. ઘણી વખત ઓફિસથી આવતા તેને મોડુ પણ થતું. ત્યારે અમે એલર્ટ થઇ જતા. પણ ઘણા પ્રયાસ કરવા છતાં કોઇ વાત અમારા સામે ન આવી.


પછી મે સંજયને ફોન કર્યો- સંજય આપને લાગતુ હતું કે ઓફિસમાં રિમાનું કોઇ અફેર છે પણ હજુ સુધી તો એવું કંઇ જ સામે આવ્યું નથી. બની શકે કે ઓફિસની બહાર હોય- મે કહ્યું.

'ના અર્ચના, તે ઓફિસની કેબમાં ઘરે આવે છે અને બહાર કોઇ હોય તો તે ઓફિસમાં તે લોન્જરી કેમ પહેરીને જાય'- સંજયે કહ્યું.

લોકો તે જ બાજુ જુવે છે જે તે જોવા ઇચ્છે છે. સંજયને વગર કહ્યે એક ટીમ સંજયનાં ઘરની બહાર લગાવવામાં આવી.

એક સાંજે અર્ચના ઓફિસથી ઘરે આવી. કેબમાંથી ઉતરતા સમયે અ્ચનાની ભાવ ભંગિમાઓ કંઇક અલગ હતી. તે આમ તેમ એવી રીતે જોતી હતી જાણે ડરી રહી હોય કે કોઇ જોઇ ના લે. ગાર્ડન તરફનાં રસ્તેથી તે અંદર જતી રહી. બીજા બે દિવસ પણ તેનું રિએક્શન આમ જ હતું. ત્યારે લાગ્યુ કે તે કંઇક છુપાવી રહી છે.

એક દિવસ સંજયને પુછીને ઘરમાં દાખલ થવાની પરવાનગી લીધી. અને ઘરમાં કેમેરા લગાવવામાં આવ્યાં. મે અને મારી ટીમનાં એક મેમ્બરે આ કામ પતાવી રહ્યાં હતાં ત્યારે જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. ત્યારે હું રીમાનાં બેડરૂમમાં હતી. સંતાવવા માટે હું બેડની નીચે જઇને સંતાઇ ગઇ. જોયુ તો ન સંજય હતો કે ન તો રીમા. કોઇ અજાણી વ્યક્તિ ઘરમાં દાખલ થઇ. આશરે પાંચ મિનિટ બાદ તે બેડરૂમમાં આવ્યો કબાટ ખોલ્યુ અને કંઇક કરવા લાગ્યો. બેડ નીચો હોવાથી તેનાં અડધા પગ સીવાય હું કંઇ જ ન જોઇ શકી. ગ્રે કલરનું ટ્રાઉઝ અને લોફર્સ પહેરીને તે ખટર પટર કરી રહ્યો હતો. જેમ કંઇક શોદી રહ્યો હોય.
હાલમાં બહાર નીકળવું સેફ ન હતું. તેથી હું છુપાઇને જ રહી. મે મારા ટીમ મેમ્બરની પોઝિશન પુછવા માટે મેસેજ કર્યો કે તે ક્યાં છુપાયેલો છે. તેને કહ્યું કે તે સીડીઓનાં ગેટથી ધાબે જતો રહ્યો. તેણે તેમ પણ ક્હયું કે, તે આ જ ગેટ છે જેમાંથી આ વ્યક્તિ અંદર આવ્યો હતો.

મે મગજ દોડાવી રહી હતી કે આ ક્યાંક ચોર તો નથી ને. મે મારા ટીમ મેમ્બરને મેસેજ ટાઇપ કર્યો કે, પોલીસને ફોન કરો, આ માણસ ચોર છે. પછી વિચાર્યુ કે વાત મારા પર જ ન આવી જાય કે હું અહીં શું કરુ છું. આખરે મે વિચાર્યુ જે થશે તે જોયુ જશે. અને મેસેજ મોકલવાની જ હતી કે મે જોયુ કે તે વ્યક્તિેએ તેનું પેન્ટ ઉતારી દીધુ.

આ કેવો ચોર છે.. મે વિચાર્યુ.. એટલી વારમાં ગેટ ખુલવાની અવાજ આવી... ચરરરરરર...

એક મહિલા દોડતી બેડરૂમમાં આવી અને તે માણસને બાઝી પડી.

આપ વિચારશો કે મને તો ફક્ત પગ દેખાઇ રહ્યા હતાં તો મને કેવી રીતે ખબર કે તે મહિલા બાઝી પડી? તો ભલે મારી આંખોથી નહોતુ દેખાતુ કે પણ તેમનું ચોટવું-બાઝવું મારા કાન બહુ સારી રીતે સમજી શકતા હતાં. અને તે બાદ બેડ પર પડીને તેમનો કાર્યક્રમ શરૂ થયો. દરેક મૂવમેન્ટ અને તેની સાથે એક સ્પેશલ સાઉન્ડ. બધુ જ સંભળાતુ હતું.
હું આવી હતી પુરાવા ભેગા કરવા અને આ ક્યાં ફસાઇ ગઇ. ક્યારેક ક્યારેક અમે ડિટેક્ટિવ્સને ન ઇચ્છતા પણ આવા શોનો ભાગ બનવો જ પડે છે.

દોઢ કલાક થઇ ગયો હતો. અને હવે ઘુટણીયે પડીને મારા પગે જવાબ આપી દીધો હતો. પછી ક્યાંક જઇને ઉપરવાળાને મારા પર દયા આવી અને તે બંને સાથે બાથરૂમમાં જતા રહ્યાં અને સમય જોઇને હું ભાગી ગઇ.

બહાર જઇને ગાડીમાં બેસી અને ટીમ મેમ્બરને ફોન લગાવીને તેમને થોડો સમય રોકાવવા માટે કહ્યું.

આશરે દસ મિનિટ બાદ હું જોવું છુ કે રીમા ઘરનાં દરવાજાથી પોતાની ગર્દન કાઢીને તાંક-ઝાંક કરી રહી હતી કે બધુ બરાબર છે ને. ત્યારે જ મારા ફોન પર ટીમ મેમ્બરનું નામ ફ્લેશ થયું. મે ફોન ઉઠાવ્યો તો માલૂમ થયુકે આ માણસ ધાબાની દીવાલ કુદીને બીજાઘરમાં ઘુસી ગયો. તેની એક તસવીર હવે અમારી પાસે છે.


તેમ છતા અમારી પાસે રીમા અને તે વ્યક્તિનાં સંબંધોનો કોઇ જ પૂરાવો ન હતો. પણ હવે અમે રીમાનાં આ રાઝ અંગે માલૂમ પડી ગયુ હતું.

સંજય સાથે તે વ્યક્તિની તસવીર શેર કરતા માલૂમ થયુ કે તે તેમનો નવો પાડોશી દેવેન્દ્ર છે. સંજયે ઘરે આવીને મારા ટીમ મેમ્બરને બહાર કાઢવામાં મદદ કરી.

સંજયને આખી કહાની કહેવામાં આવી તે આખી ઘટના તેની નજરે જોવા ઇચ્છતો હતો. સંજયને પત્ની સામે નોર્મલ રહેવા કહેવામાં આવ્યું. બીજા દિવસે તેનાં સમયે રીમા ઘરે આવી અને ઉપરનાં દરવાજેથી તેનો પાડોસી દેવેન્દ્ર પણ.

સંજય તેની પત્નીને કોઇની સાથે આ રીતે જોઇ શકતો ન હતો. તેથી અમે બહાર રહેવાનું કહેવામાં આવ્યું. પહેલી પંદર મિનિટમાં સંજય ઘરની અંદર હતો. સંજયની બૂમો પાડવાની અવાજ આવી અને પછી સન્નાટો છવાઇ ગયો. અમે પરત ફર્યા. પછી આ કેસમાં સંજયે શું એક્શન લીધા તે અંગે અમને જાણ નથી.
First published: June 27, 2018
વધુ વાંચો
अगली ख़बर