શું તમને કોફી પીવી ખૂબ ગમે છે? તો અહીં જાણો કોફી અંગેના અભ્યાસનાં તારણો

(ફાઈલ ફોટો)

વ્યક્તિ સબકોન્સીયસલી કેફીનના સ્તરને સુરક્ષિત કરે છે,

  • Share this:
જ્યારે પણ કોફીની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિને પોતપોતાની અલગ પ્રાયોરિટીઝ હોય છે. અનેક લોકો અધિક માત્રામાં કોફીનું સેવન કરે છે, જેની અસર આપણા જીન્સ પર જોવા મળે છે. ધ જર્નલ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર આપણે કેટલી માત્રામાં કોફીનું સેવન કરીએ છીએ, તેનાથી તમારા સ્વાસ્થ્ય માટેના સંકેત મળે છે. સાઉથ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના રિસર્ચર્સે કરેલ સ્ટડી અનુસાર તમારા હ્રદયના સ્વાસ્થ્ય પર વિશેષરૂપે કોફીની અસર જોવા મળે છે.

રિસર્ચર્સે યૂકે બાયોબેંકના ડેટાનો ઉપયોગ કરીને 435 લોકો કે જે કોફીનું સેવન કરે છે તેમની તપાસ કરી અને તેમના બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ સાથે સરખામણી કરી. સ્ટડીમાં જાણવા મળ્યું કે, હાઈ બ્લડ પ્રેશર અને એન્જાઈના ધરાવતી વ્યક્તિ, ડિકેફિનેટેડ કોફીનું સેવન કરે છે.

આ 7 બીમારીઓ ગરમીમાં થવી સામાન્ય બાબત છે, જાણો લક્ષણ અને આ રીતે રહો દૂર

એલિના હાયપોનેન આ રિસર્ચનું નેતૃત્વ કરે છે અને તેઓ ઓસ્ટ્રેલિયન સેન્ટર ફોર પ્રિસિઝન હેલ્થના ડાયરેક્ટર પણ છે. રિસર્ચમાં તેમને પોઝિટીવ પરિણામ મળ્યું છે. આપણા જેનેટિક્સ આપણા શરીરમાં કોફીની માત્રાને નિયંત્રિત કરવાનું કામ કરે છે, વધુ પડતા કોફીના સેવનથી આપણને બચાવે છે.

World Asthma Day 2021: આ રહ્યા લક્ષણો, કારણો અને કઈ રીતે બચી શકાય તેની ટિપ્સ?

વ્યક્તિ સબકોન્સીયસલી કેફીનના સ્તરને સુરક્ષિત કરે છે, જે તેના હાઈ બ્લડ પ્રેશર પર આધારિત છે, પ્રોટેક્ટિવ જેનિટક મિકેનિઝમના કારણે આ પ્રકારનું પરિણામ જોવા મળે છે. જે લોકો ઓછી કોફી પીવે છે તેમની તુલનામાં જે લોકો વધુ કોફી પીવે છે તે લોકો આનુવંશિક રૂપે કેફીન વધુ પ્રમાણમાં લેવાની ક્ષમતા ધરાવે છે.એલિના હાઈપોનેન સલાહ આપે છે કે, “જો તમારુ શરીર વધુ કોફી પીવાની ના પાડે છે, તો તમારા શરીરની વાત માનો, તમારુ સ્વાસ્થ્ય તમારા વિચાર પર આધારિત છે.”
First published: