નાની-નાની બાબતે કંકાસ થાય છે? તો આ છે પ્રેમ વધારવાની 'જડીબુટ્ટી'

RedWomb
Updated: February 21, 2020, 3:17 PM IST
નાની-નાની બાબતે કંકાસ થાય છે? તો આ છે પ્રેમ વધારવાની 'જડીબુટ્ટી'
પ્રતિકાત્મક તસવીર

યાદ રાખો તમે જ્યારે ખુશ હશો ત્યારે જ તમે બીજાને ખુશીઓ આપી શકશો.

  • RedWomb
  • Last Updated: February 21, 2020, 3:17 PM IST
  • Share this:
આજકાલ ધણા લોકો લગ્ન કરવાના બદલે થોડા સમય લિવિંગમાં એકબીજાની સાથે રહેવાનું વધુ પસંદ કરે છે. અને જો બધું ઠીક રહે તો જ જીવનભરના આ સંબંધોને 'હા' પાડે છે. જો કે તેમ છતાં એ પણ હકીકત છે આજની તારીખમાં પણ અનેક સંબંધો તૂટી રહ્યા છે. કારણે આપણામાંથી મોટા ભાગના લોકો સંબંધો વિશેની ધારણા ટીવી, ફિલ્મો અને પુસ્તકો જોઇને બનાવે છે. ત્યારે સારા સંબંધ અને ખરાબ સંબંધો કોને કહી શકાય તે જાણવા માટે અમે કેટલાક રિલેશનશિપ કાઉન્સેલર અને મનોચિકિત્સક સાથે વાત કરી. અને તેમણે અમને Healthy સંબંધો માટે નીચે મુજબ કેટલીક ટિપ્સ આપી. જે દરેક કપલ્સને જાણવા જેવી છે.

વાતચીત : તમે તમારા વિષે અને તમારા સંબંધો વિષે કેવું વિચારો છો તે મામલે તમે તમારા પાર્ટનર સાથે મુક્ત મને વાત કરી શકો તે મહત્વનું છે. પણ તે સાથે એ પણ જરૂરી છે કે તમે કેવી રીતે તમારા પાર્ટનર સાથે વાત કરો છો. ઉદાહરણ આપું તો તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવ્યો છે. તમે તે વાતથી ખુબ જ ઉત્સાહી છો. પણ છેલ્લા સમયે તમારો પાર્ટનર તે પ્લાન કેન્સલ કરી દે છે. ત્યારે ગુસ્સે ભરાઇને તમે તેને કહો કે "તું તો હંમેશા પ્લાન કેન્સલ કરે છે" કે પછી "બસ તું આવું જ કર, બધુ કેન્સલ જ કરી દે" આ રીતે વાતચીત કરવી અયોગ્ય છે. તમે ચોક્કસથી તમારો અણગમો વ્યક્ત કરો. પણ તે કરવામાં જે તે વ્યક્તિને સાવ ઉતારી ના પાડો. "તું ખૂબ જ ખરાબ પાર્ટનર છે, તું આવું કેવી રીતે કરી શકે!" તેવા સ્ટેટમેન્ટ આપવાના બદલે કહો કે "જો આપણે આ પ્લાનમાં સાથે જઇ શક્યા હોત તો વધુ મજા આવતી મને દુખ છે કે આપણે આ વાત મિસ કરી"

વળી સંબંધો જેમ લંબાય છે તેમ કપલ્સ વાતચીતનો એક જ મતલબ નીકાળતા હોય છે કે 'વાતચીત' કરવી એટલે ખરાબ કે નીંદા જ કરવી. મોટા ભાગના પાર્ટનર લાંબા સમય સુધી સાથે રહ્યા પછી એક બીજાને કદર કરવાનું ભૂલી જાય છે. મોટાભાગે આપણે આપણા પાર્ટનરની અવગણના કરવાની શરૂઆત કરીએ છીએ. ત્યારે જાણકારો કહે છે તમારે સમયાંતરે એકબીજાના વખાણ, કદર કરતા રહેવું જોઇએ. એકબીજાના જીવનમાં આવવા માટે આભાર વ્યક્ત કરતા રહેવું જોઇએ. બીજા વ્યક્તિને તેમની પસંદ ના પસંદ, શોખ વિષે ઉત્સાહિત કરવું તેની કદર કરવી જરૂરી છે. અને આવી નાની હકારાત્મક વાતો જ જીવનના લાંબા સફરને પૂર્ણ બનાવે છે.

વિશ્વાસ : શું તમારે તમારા પાર્ટનરથી સતત ખોટું બોલવું પડે છે? કે પછી તમારા પાર્ટનર તમારાથી ખોટું બોલે છે તેવો ડર તમને સતત ડરાવે છે? શું તમને અનેકવાર તેનો ફોન, સોશિયલ મીડિયામાં તે કોની સાથે બોલે છે તે તપાસતા રહો છો? આ ખરાબ સંબંધોની નિશાની છે. જ્યારે તમે વાતચીતના દરવાજા એક બીજા માટે ખુલ્લા રાખો તો વિશ્વાસ જાતે આવતો જાય છે. જો તમે બીજા વ્યક્તિ પર વિશ્વાસ કરતા હશો તો તમારે તે વાતની ચિંતા કરવાની જરૂર નથી કે તે કોને ટેક્સ કરે છે કે કોને મળે છે?

આ માટે પહેલું સ્ટેપ તે રહેશે કે તમે એકબીજા પર વિશ્વાસ મૂકો. અને તે વસ્તુ સ્વીકારો કે તમારી જેમ જ તમારો પાર્ટનર પણ 'Perfect' નથી. તમારા ડર અને અસુરક્ષિત હોવાની ભાવના પર ખુલીને વાત કરો અને આ ડરની બહાર કેવી રીતે નીકળશો તેના રસ્તા શોધો અને અનુસરો. આપણે ધણીવાર ખોટું આપણી કમીઓને છુપાવવા માટે બોલતા હોઇએ છીએ. જો તમે એકબીજાને તેમની જટિલતા અને અપૂર્ણતા સાથે સ્વીકારો છો તો તમે એકબીજા સાથે વધુ સરળતાથી પ્રમાણિક રહી શકો છો.

ભલે ગમે તેટલું મુશ્કેલ હોય પણ એકબીજાથી સાચું બોલવું જરૂરી છે. સારા સંબંધ એટલે તે નહીં કે તમે સામે ચાલીને એકબીજાને પોતાના ફોન ચેક કરવા દો. સારા સંબંધ એટલે તમને ખબર હોય કે તમારો પાર્ટનર તમારાથી ખોટું નહીં બોલે. શંકા સંબંધોને બગાડી નાખે છે અને ફોન ચેક કરવા કે પાર્ટનર કોને જોડે વાત કરે છે તે સતત ચેક કરવું તમારા સંબંધોને નેગેટિવ બનાવે છે.
પ્રતિકાત્મક તસવીર


પર્સનલ સ્પેસ અને સીમાઓ : ભલે તમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોવ પણ તેનો મતલબ એ નથી કે તમે હંમેશા એકબીજાની સાથે જ રહો. જો તમે તમારા પાર્ટનર સિવાય આખો દિવસ પસાર કરવા તૈયાર જ નથી અને તેને 24/7 તમારી આગળ પાછળ ઇચ્છો તો તમે એક ખરાબ સંબંધને આકાર આપી રહ્યા છો. તમે એક ખાસ અને અલગ વ્યક્તિત્વ ધરાવો છો. તમારે કોઇની પર પોતાની ખુશીઓ માટે ડિપેન્ડ થવાની જરૂર નથી. બીજાને ખુશ રાખવામાં તમારે પોતાની જાતની ખુશીઓને ન ભૂલવી જોઇએ. તમે જો સારા સંબંધો ઇચ્છતા હોવ તો પોતાને પણ થોડો સમય આપો. જેને "Me Time" પણ કહેવાય છે. તમે આ સમયમાં કસરત, સંગીત સાંભળવું કે કોઇ મન ગમતું પુસ્તક વાંચવાનું કામ પણ કરી શકો છો. કે પછી પોતાના શોખને વિકસાવી શકો છો.

વળી જ્યારે તમે નવા સંબંધોમાં જોડાવ છો તો જૂના સંબંધોને ના ભૂલો. તમે કોઇનાથી પ્રેમમાં જોડાયા છો કે લગ્ન કર્યા છે તો મિત્રોને ભૂલી જવા ખોટી વાત છે. મિત્રોની ખોટ કોઇ નથી પૂરી શકતું. તમારો જીવનસાથી તમારી સાથે આખી જિંદગી રહેશે પણ મિત્રો માટે સમય નીકાળો. વળી, તમે તમારા પાર્ટનર સાથે પણ કેટલીક ફન એક્ટિવિટી પ્લાન કરી શકો છો. મિત્રો અને મી ટાઇમની સાથે પાર્ટનર સાથે પણ દરરોજ કોઇ પ્રવૃત્તિ કરવાનું રાખો. તે સાથે ચાલવા જવું કે ફેવરેટ ટીવી શો સાથે જોવો તેવું કંઇ પણ હોઇ શકે. સાથે જ સમયે સમયે તેમાં બદલાવ પણ લાવો. પણ મૂળ મુદ્દે કંઇક સાથે કરો. વળી કંઇ નવું શીખતા અને કરતા રહો જેથી સંબંધો બોરિંગ ના લાગે.

જો કે સાથે જ તે પણ યાદ રાખો કે આ તો ખાલી થોડાક જ પોઇન્ટ છે. છેવટે સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે શું તમે આ સંબંધથી ખુશ છો? જો તમે આ સંબંધ ખુશ ના હોવ તો ખોટા સંબંધોના ભારણમાં ના રહો. તમે જ તમારી ભાવનાને સમજવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છો. માટે પોતાની ભાવના, પોતાની ખુશીને યોગ્ય રીતે સમજો. કારણ કે તમે જ્યારે ખુશ હશો ત્યારે જ તમે બીજાને ખુશીઓ આપી શકશો. અને તે વાત પણ યાદ રાખો કે તમે એક Healthy Relationship માટે હંમેશા હકદાર છો!

અનંગા રેડવોમ્બ ખાતે ઇન્ટર્ન છે. જેણે આ ઉપરોક્ત લેખ લખ્યો છે.
First published: February 21, 2020, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading