Home /News /lifestyle /Love & Breakup: આ રાશિના જાતકો પ્રેમમાં આપે છે દગો, જાણો કોને મળે છે લવ લાઈફમાં સફળતા

Love & Breakup: આ રાશિના જાતકો પ્રેમમાં આપે છે દગો, જાણો કોને મળે છે લવ લાઈફમાં સફળતા

love life

LOVE ASTROLOGY: કહેવાય છે કે વ્યક્તિ સાથે પ્રેમ કે જોડાણ નસીબ (Luck)ના હાથમાં હોય છે. કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભાગ્યના હાથમાં હોય છે. દરેક વખતે કોઈ વ્યક્તિ પ્રેમમાં સફળ થતી નથી. ઘણી વખત લોકો છેતરાઈ પણ જાય છે.

દરેક રાશિનો પોતાનો અલગ સ્વભાવ (Zodiac Sign Nature) હોય છે. અને દરેક રાશિના જાતકોને તેમના ગ્રહોની સ્થિતિ અનુસાર પ્રેમમાં સફળતા અને દગો (Love Life of Different Zodiac Sign) મળે છે. ગ્રહોની સારી સ્થિતિ લાભ આપે છે, જ્યારે ખરાબ પરિસ્થિતિઓ સમસ્યાઓ (Problems in Love Relation) ઊભી કરે છે.

કહેવાય છે કે વ્યક્તિ સાથે પ્રેમ કે જોડાણ નસીબ (Luck)ના હાથમાં હોય છે. કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભાગ્યના હાથમાં હોય છે. દરેક વખતે કોઈ વ્યક્તિ પ્રેમમાં સફળ થતી નથી. ઘણી વખત લોકો છેતરાઈ પણ જાય છે. વેલેન્ટાઇન ડે (Valentines Day 2023)ના અવસર પર જાણીએ પ્રેમની દ્રષ્ટિએ રાશિઓનો સ્વભાવ કેવો હોય છે અને તેમને કેવા પરીણામ મળવાની શક્યતા છે.

મેષ

જો પ્રેમમાં કોઈ વિચલન ન હોય, તો પ્રેમ તેમના માટે ભાગ્યશાળી છે. મનમાં ઘણી ચંચળતાના કારણે તેમના સંબંધોમાં ઘણી વખત સમસ્યાઓ આવે છે. જો પ્રેમમાં વિચલન ન હોય તો તેમનું નસીબ બદલી શકે છે.

વૃષભ

આ રાશિવાળા ન માત્ર પ્રેમ કરે છે, પરંતુ તેઓ પુરતી ઇમાનદારીથી સાથ નિભાવે છે. પરંતુ પ્રેમના મામલામાં તેમને મોટાભાગે તકલીફોનો સામનો કરવો પડે છે. આ રાશિના જાતકોનો પ્રેમ જીવનમાં ગાઢ સંબંધમાં આવતા બાદ પણ અસફળતા મળે છે.

મિથુન

આ રાશિના જાતકોને પ્રેમની સુવિધા અને સફળતા બંને મળે છે. જીવનમાં યોગ્ય સમયે તેમને પ્રેમ જરૂર મળે છે. પરંતુ તેમના માટે પ્રેમ મોટા ભાગે સમસ્યા અને તણાવનું કારણ બને છે. લવ લાઇફ શરૂઆતમાં થોડી સારી રહે છે, પરંતુ બાદમાં અમુક પરેશાનીઓ પણ આવે છે.

કર્ક

પ્રેમના મામલામાં આ રાશિના જાતકોને સૌથી વધુ મુશ્કેલી ઉઠાવવી પડે છે. આ રાશિ ભાવનાત્મક રૂપે સૌથી વધુ તકલીફ સહન કરે છે. કર્ક રાશિના લોકો ખૂબ જલ્દી ઇમોશનલી અટેચ થઇ જાય છે. આ રાશિના જાતકોએ પ્રેમમાં ઉતાવળ કરવાથી બચવું જોઇએ.

સિંહ

સિંહ રાશિના જાતકો કોઈને એ વિચારથી પ્રેમ કરે છે કે તેમની વચ્ચે ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિ ન આવે. જો કે, આ લોકો ખૂબ જ પ્રામાણિકતા સાથે તેમનો પ્રેમ નિભાવે છે. જો આ જાતકો પ્રેમ કરે તો તેઓ કારકિર્દીમાં પણ ખૂબ જ સફળ છે. પ્રેમ તેમના જીવનમાં સફળતા અને સુધારો બંને લાવે છે.

કન્યા

પૈસા અને સ્વાર્થની બાબત ઘણીવાર પ્રેમની દ્રષ્ટિએ તેમને નિષ્ફળ બનાવે છે. તેમને એવા લોકો સાથે જોડાવું ગમે છે જ્યાં કોઈ ફાયદો હોય. જો તમે કોઈને તેની પ્રતિષ્ઠા કે સ્થિતિ જોઈને પ્રેમ કરો છો, તો તે પ્રેમ નથી, તે અવસરવાદ છે. આવો પ્રેમ ઘણીવાર નિષ્ફળ જાય છે.

તુલા

ઘણીવાર પ્રેમને કારણે તેમને પોતાનું ઉચ્ચ પદ ગુમાવવું પડે છે. તુલા રાશિના જાતકો પ્રેમની બાબત પ્રામાણિક હોય છે. તેઓ ક્યારેક જાળમાં ફસાઈ જાય છે અને બાદમાં તેનો ભોગ બનવું પડે છે. તુલા રાશિના જાતકોનો સિમ્બોલ ત્રાજવા છે, તેથી પ્રેમ હંમેશા માપીને કરવો જોઇએ.

વૃશ્વિક

ઘણીવાર તેમના લગ્નનો મામલો સારો નથી હોતો અથવા તો તેઓ વ્યક્તિ ઇચ્છે છે તે લગ્ન કરી શકતા નથી. જો વૃશ્ચિક રાશિના લોકો પ્રેમ લગ્ન કરે તો તેઓ જીવનના તમામ ઉતાર-ચઢાવને ટાળી શકે છે. લવ મેરેજ બાદ તેમનું જીવન સારું રહે છે.

ધન

ધન રાશિના લોકો પ્રેમની કિંમત સમજી શકતા નથી. તેઓ સામાન્ય રીતે પોતાનામાં જ મગ્ન રહે છે. પ્રેમનો તિરસ્કાર કરવાથી તેમની આર્થિક સ્થિતિમાં બાધક બને છે. પ્રેમની બાબતમાં પ્રામાણિક બનો. તો જ બધું સારું થઇ શકે છે.

મકર

મકર રાશિના જાતકો પ્રેમના મામલામાં નબળા ગણાય છે. પ્રેમ અંતે તેમના માટે નુકસાનકારક જ સાબિત થાય છે. આ રાશિના જાતકો એકતરફી પ્રેમના ચક્કરમાં રહે છે. તેઓ પોતાની વાત સામેવાળી વ્યક્તિને કહી શકતા નથી અને જીવનભર તકલીફ સહન કરે છે.

આ પણ વાંચો: પ્રેમી સાથે જિંદગી જીવવી હોય કે લવ મેરેજ કરવા હોય તો કરો આ મંત્રના જાપ, કામદેવને કરો પ્રસન્ન

કુંભ

કુંભ રાશિવાળા લોકોને જીવનમાં યોગ્ય અને સાચા લોકો મળે છે. પરંતુ તેઓ ક્યારેય સમજી શકતા નથી કે કોણ સાચો પ્રેમ કરે છે અને કોણ તેમની લાગણીઓ સાથે દગો કરે છે? જો તેઓ સાચા વ્યક્તિની ઓળખ કરતા શીખી જાય તો પ્રેમ તેમના જીવનને ખૂબ સારું બનાવી શકે છે.મીન

ઇમાનદારીથી કરેલ પ્રેમ તેમને તેમના જીવનમાં ઉંચાઇઓ સુધી લઇ જાય છે. પ્રેમ તેમને ખૂબ જ ભાગ્યાશાળી બનાવી દે છે. જોકે પરીવારની જવાબદારીઓના કારણે તેઓ પ્રેમનો ત્યાગ કરી દે છે. તેથી તેમને જીવનમાં જરૂરી સપોર્ટ અને સફળતા મળતી નથી.
First published:

Tags: Astrology, Breakup, Horoscope, Love

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો