Home /News /lifestyle /મને સેક્સમાં રસ ઓછો થઇ ગયો છે જેની અસર લગ્ન જીવન પર પડી છે હું શું કરું?- પરણિત મહિલા

મને સેક્સમાં રસ ઓછો થઇ ગયો છે જેની અસર લગ્ન જીવન પર પડી છે હું શું કરું?- પરણિત મહિલા

પ્રતિકાત્મક તસવીર

હું આપને કામસૂત્ર વાંચવા માટે વિશેષ સલાહ આપીશ. ચુંબન અને ઓરલ સેક્સની વિભિન્નતા અંગે વાંચો કેવી રીતે ચરમને વધુ સમય સુધી ટાળી વધુ આનંદ લઇ શકાય છે, પોતાને અને પાર્ટનરને વધુ સ્પંદિત કરી શકાય છે. તેની ખોજમાં પતિને પણ શામેલ કરો.

સેક્સપર્ટ- પલ્લવી બર્નવાલ

પ્રશ્ન: પલ્લવી, હું એક પરણિત મહિલા અને એક બાળકની માતા છુ, મારા પ્રેમ લગ્ન થયા છે. પણ લગ્ન પહેલાં મે ક્યારેય શારીરિક સંબંધ નથી માણ્યા, અહીં સુધી કે મે હસ્તમૈથુન કરવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. અમારી સેક્સ લાઇફથી મારા પતિ ખુશ નથી કારણ કે, મને પતિને સાથ આપવામાં મુશ્કેલ લાગે છે. મને તેમની સાથે જ ઉત્તેજના થાય છે પણ બહુ જલ્દી મને યોનિમાંથી ભીનાશ જતી રહે છે. તેમને લાંબા સમય સુધી સેક્સ માણવો હોય છે. અને હું થાકી જવું છું. અને તેમને રોકાવાં કહી દઉ છઉં. આ વાતોથી મારા લગ્નજીવન પર ઘણી અસર થઇ રહી છે. અમારા વચ્ચે દૂરિયા વધી રહી છે. એવી કેટલીક કલ્પનાઓ પણ છે જેમાં કેવી રીતે ભાગ લેવો મને સમજાતું નથી.

ઉત્તર: દરેક લોકોની સેક્સ સંબંધિત ઇચ્છાઓ અલગ અલગ હોય છે અને તે જરૂરી પણ છે કે તમે તેને તમારી ઇચ્છા મુજબ કરો જેથી તે આપ માટે સુરક્ષિત અને આરામદાયક રહે. મારી પહેલી સલાહ છે કે, આપે આપની સેક્સુઅલ ઇચ્છા અને રીત આપનાં પતિનાં દબાણમાં આવીને બદલવી ન જોઇએ કે એવું કંઇ ન કરવું જોઇએ જેને આપ જરાં પણ કરવાં માંગતા નથી. એક પરણિત પતિ પત્નીનાં સંબંધમાં સેક્સ ઉપરાંત પણ ઘણું બધુ છે.

સેક્સ પ્રત્યે પુરુષોનો દ્રષ્ટિકોણને પોર્ન મોટેભાગે બગાડે છે. તે પ્રેમ કે આનંદની અનુભતિ કરાવવાં કરતાં તેઓ ચરમ પર પહોંચવાની પ્રક્રિયા માનવાં લાગે છે. સેક્સ ફ્કત લિંગ પ્રવેશ અને જોર લગાવવું નથી તેનાંથી ઘણું સેક્સ અન્ય ઘણી વસ્તુઓનો સમન્વય છે. અસલમાં, ઘણી બધી મહિલાઓ લિંગ પ્રવેશની સાથે જ ચરમસીમા પર પહોંચી જાય છે કે ઉત્તેજિત થવામાં સફળ થતી નથી. આપનાં પતિને લિંગ પ્રવેશ સૌથી અંતમાં કરવાં કહો. ચુંબન, સહેલાવવું અને કમૌદ્દપન જગ્યાઓને અડીને બંને એકબીજાને ઉત્તેજિત કરવામાં મદદ કરો. એકબીજાનાં શરીરને ઓળખો સમજવાનો પ્રયાસ કરો. ઓરલ સેક્સ કે મુખ મૈથુન દ્વારા તેમને કહો કે તે આપનાં ક્લાઇટોરિસ અને વક્ષને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરો. અસલમાં એવી સ્થિતિઓ અંગે વિચારો જેમાં લિંગ પ્રવેશ દરમિયાન આપની યોનિમાં ઉત્તેજના વધી જાય. આમ કરીને આપ બંનેને સેક્સ વધુ આનંદદાયક અને સંતુષ્ટિ પ્રદાન કરનારુ હશે.

બીજી તરફ, આપે આપની યૌનિકતા પણ ખોજવી પડશે, ન ફક્ત આપનાં પતિ માટે પણ સ્વયંનાં માટે પણ. સેક્સુઅલ રીતે આત્મવિશ્વાસ હોવું આપ આપની સેક્સ લાઇફની ડોર આપનાં હાથમાં લઇ શકો છો. યાદ રાખો સેક્સ ફક્ત આપનાં પતિ માટે નથી. આ આપની ખુશી માટે પણ છે.

સેક્સ સાથે જોડાયેલો આત્મવિશ્વાસ વધારવા માટે આ સમજવું જરૂરી છે. સેક્સી હોવું કે સેક્સુઆલિટી બિલકૂલ પણ સેક્સ અંગે નથી. આ આપની કામુકતા અંગે છે. એટલે કે આ શીખવા માટે કે આપનાં શરીર સુખને કેટલું વધારી શકો છો. આ જીવિત હોવાનું સૌથી મોટુ પ્રમાણ પત્ર છે.

વગર કપડે પોતાને આઇનામાં જુઓ, પોતાની માલિશ કરો. આપનાં રૂમમાં સુગન્ધિત મિણબત્તીઓ સજાવો, નહાયા બાદ આપનાં શીર પર પસંદીદા અત્તર લગાવો. ફક્ત પરિવારનું પેટ ભરવા માટે જમવાનું ન બનાવો. પણ દરેક સ્વાદને જગાવવા માટે પકાવો. અલગ અલગ મસાલાઓ સુંધો. આજ રસ્તો છે જે આપને આપનાં શરીર અને ઇન્દ્રિયો સાથે જોડવામાં મદદ કરશે. આ આપનાં શરીર માટે વધુ આત્મવિશ્વાસ આપશે. અને શરીર સુખ મેળવવાનો વિશ્વાસ લાવશે.

સેક્સ અંગે વધુમાં વધુ વાંચો. હું આપને કામસૂત્ર વાંચવા માટે વિશેષ સલાહ આપીશ. ચુંબન અને ઓરલ સેક્સની વિભિન્નતા અંગે વાંચો કેવી રીતે ચરમને વધુ સમય સુધી ટાળી વધુ આનંદ લઇ શકાય છે, પોતાને અને પાર્ટનરને વધુ સ્પંદિત કરી શકાય છે. તેની ખોજમાં પતિને પણ શામેલ કરો. એકબીજા સાથે વાતો કરો. વગર કપડે બેશો. અને લિંગ પ્રવેશ કરવાની નિયતી સાથે નહીં પણ એમ જાણવાં કે આપને કયો પ્રયાસ સૌથી વધુ ઉત્તેજિત કરે છે.

જ્યારે પણ સેક્સ પ્રક્રિયામાં સંલગ્ન થાવો પતિને આપની ઇચ્છાઓ જરૂર જણાવો. આ પહેલાંકે આપ થાકી જાઓ તેમને રોકી દો અને ગતિવિધીઓ બદલવા કહો. તેથી બંને વચ્ચે સંવાદિતતા વધશે. અને સેક્સ પ્રક્રિયામાં પણ મજા આવશે.જો આપને હજુ પણ લાગે છે કે, યોનિ સુશ્ક છે અને આવશ્યક માત્રામાં ભીનાશ નથી. તો આપ મદદ માટે કોઇ તેલ કે લુબ્રિકેટ્સનો પ્રયોગ કરી શકો છો. આ ખુબજ સામાન્ય છે અને અન્ય કંઇ નહીં જેની આપને ચિંતા કરવાની જરૂર છે. આ જરૂર જોઇ લો કે આપ કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યાં છો તેમાં લુબ્રીકન્ટ કોન્ડમને કોઇ નુક્સાન ન પહોંચાડે.
Published by:Margi Pandya
First published:

Tags: Lifestyle, Married woman, Sex problem

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन