બરફના ટૂકડાથી ઓગાળી નાખો વધારાની ચરબી, પણ ન કરશો આ ભૂલ

News18 Gujarati
Updated: June 22, 2019, 3:12 PM IST
બરફના ટૂકડાથી ઓગાળી નાખો વધારાની ચરબી, પણ ન કરશો આ ભૂલ
બરફની જેમ ઓગળવા લાગશે ચરબી, પણ ભૂલથી પણ ન કરશો આ કામ

બરફની જેમ ઓગળવા લાગશે ચરબી, પણ ભૂલથી પણ ન કરશો આ કામ

  • Share this:
ગરમીના વાતાવરણમાં બરફ રાહતનો અનુભવ કરાવે છે. લોકો તેનો પાણી ઠંડુ કરવા માટે, શરબત અને કોલ્ડ ડ્રિન્કમાં ઉપયોગ કરે છે. ઘણા લોકો ચહેરા પર મેકઅપ કરતા પહેલાં તેનો ઉપયોગ કરે છે, જેથી મેકઅપ સેટ રહે અને પરસેવાથી તે ખરાબ ન થઈ જાય. પરંતુ શું તમે જાણો છે કે વજન ઓછું કરવા માટે પણ બરફનો ઉપયોગ કરી શકાય છે. રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ચોક્કસ પ્રકારે બોડી પાર્ટ્સ પર બરફ લગવવાથી શરીરના એ ભાગ પર જામેલી ચરબી ઓછી થઈ જાય છે. આવે જાણીએ વિસ્તારથી....

બરફથી વજન ઘટાડવાની પ્રક્રિયાને 'આઈસ થેરેપી' કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને, શરીરના ઝેરી તત્વો બહાર આવે છે અને ત્વચાની પેશીઓ કસાવ આવે છે. શરીરના જે ભાગો ઉપર વધુ ચરબી હોય ત્યાં બરફ ઘસવાથી જે ભાગ છોડો સ્લિમ થવા લાગે છે.

શું તમે પણ આ રીત અજમાવવા વિચારી રહ્યા છો? તો આ થેરેપી પહેલા મુલતાની માટીથી શરીરને સાફ કરી લો. તેનાથી તમારા શરીરનું બ્લડ સરક્યુલેશન સારું થશે. તે બાદ શરીર પર આઇસ થેરપીનો ઉપયોગ કરો. તે અસરકારક રીતે લાભ કરશે.

આ પણ વાંચો - ભીંડા ખાઈ ઉતારો વજન, કબજિયાત, ગેસ, એસિડિટી પણ થશે ગાયબ, જાણો ફાયદા

આ પણ વાંચો -  લોહીને સસ્તામાં સાફ કરવા માટે આજે જ ડાયટમાં ખાવ આ 4 ચીજો

આ રીતે કરો આઈસ થેરપી:ઘરે તેને અજમાવવા માટે, બરફના ટૂકડાને પ્લાસ્ટિક જીપ લોક બેગમાં મૂકી ચેન બંધ કરી દો. હવે આ બેગ શરીરના તે ભાગ પર મૂકો જ્યાં વધારાની ચરબી હોય. કપડામાં આ બરફના ટુકડાઓ લપેટીને પણ તમે આ ઉપચાર પણ કરી શકો છો. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે બરફના ટુકડાને સીધા ચામડી પર ન લગાવશો.
First published: June 22, 2019, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading