મોટા નખથી નથી વધતી સુંદરતા, ગંભીર બીમારીઓને આપે છે નોતરું

પરંતુ શું તમે વિચાર્યું છે કે લોકો સમય સમયે નખ કાપવા માટે શા માટે કહે છે? કેમ ગંદા નખ જોઈને લોકો તમારાથી દૂરી બનાવે છે?

News18 Gujarati
Updated: September 15, 2019, 2:19 PM IST
મોટા નખથી નથી વધતી સુંદરતા, ગંભીર બીમારીઓને આપે છે નોતરું
પરંતુ શું તમે વિચાર્યું છે કે લોકો સમય સમયે નખ કાપવા માટે શા માટે કહે છે? કેમ ગંદા નખ જોઈને લોકો તમારાથી દૂરી બનાવે છે?
News18 Gujarati
Updated: September 15, 2019, 2:19 PM IST
નખ કેરાટિન નામના એક કઠોર પ્રોટીનથી બને છે. તે પગ અને હાથની આંગળીઓના સંવેદનશીલ પૉરની સુરક્ષા કરે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે લોકો સમય સમયે નખ કાપવા માટે શા માટે કહે છે?

ઘણાં લોકોને મોટા નખ રાખવા ખૂબ જ પસંદ હોય છે. પણ તેને ચોખ્ખા અને સાફ રાખવા પણ એટલું જ જરૂરી છે. નખ કેરાટિન નામના એક કઠોર પ્રોટીનથી બને છે. તે પગ અને હાથની આંગળીઓના સંવેદનશીલ પૉરની સુરક્ષા કરે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે લોકો સમય સમયે નખ કાપવા માટે શા માટે કહે છે? કેમ ગંદા નખ જોઈને લોકો તમારાથી દૂરી બનાવે છે?

ગંભીર સંક્રમણની ચિંતા

ખરેખર લાંબા અને ગંદા નખમાં વધુ ગંદકી અને બેક્ટેરિયા હોય છે, જેના સંક્રમણથી ગંભીર ચેપ લાગી શકે છે. નખમાં જામતા ગંભીર બેક્ટેરિયાના કારણે ઝાડાં-ઉલટી થવા લાગે છે. બાળકોમાં આ સામાન્ય વાત છે. તેથી બાળકોના નખ સમય સમય પર કાપતા રહેવું જોઈએ. ઘણી વખત બાળકો ખૂજલીથી રાહત મેળવવા નખથી ખણીને નુક્સાન પહોંચાડી લે છે.

નખની સ્વચ્છતાનું ધ્યાન
બાળકો ઘણી વખત પોતાનું નાક ખંજવાળે છે અને જો નખ મોટા હોય તો તેમના નાકમાં ઈજા પણ થાય છે. મા સામાન્ય રીતે રસોડું સંભાળતી હોય છે. અને બાળકોની ગંદી નેપીને પણ ધોતી કે બદલતી ફરે છે. તેથી તે બેક્ટેરિયાને ઘણી સરળતાથી નખની નીચે આશ્રય મળી જાય છે.
Loading...

સાબુથી ફક્ત ધોવા એ જ યોગ્ય ઉપાય નથી
સારા સ્વાસ્થ્ય માટે નખ સાફ અને કાપીને રાખવા પણ જરૂરી છે. નખની સ્વચ્છતા જાળવી રાખવા માટે ફક્ત સાબુથી હાથ ધોવું જ પૂરતું નથી. કોઈ પણ ફંગસથી બચવા માટે હાથને નખ સહિત ધોવા પણ જરૂરી છે. એક રીતે માનીયે તો મોટા નખ રાખવા જ ન જોઈએ. તે ઘણા રોગોને નોંતરે છે. ગર્ભાવસ્થામાં હૉર્મન અને મલ્ટીવિટામિનની સાથે નખ પણ સામાન્ય ઝડપી ગતિથી વધે છે. પરંતુ પાતળા અને નાજુક હોય છે. જેના કારણે કોઈ પણ ચીજ નખમાં ફસાઈ શકે છે. જો ગંદા હોય તો સંક્રમણ થઈ શકે છે, જે મા અને ભ્રૂણના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી શકે છે. તેથી મોટા નખથી નથી વધતી સુંદરતા, પણ તે ગંભીર બીમારીઓને નોતરું આપે છે
First published: September 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...