Home /News /lifestyle /

સાજા થયા બાદ મહિલાઓ બને છે લોન્ગ કોવિડનો શિકાર, પુરુષોમાં જોવા મળે છે સૌથી અલગ લક્ષણ

સાજા થયા બાદ મહિલાઓ બને છે લોન્ગ કોવિડનો શિકાર, પુરુષોમાં જોવા મળે છે સૌથી અલગ લક્ષણ

લોન્ગ કોવિડના લક્ષણો.

ભારતમાં કોરોના વાયરસના (Coronavirus in India) સંક્રમણમાં ફરી વધારો થઈ રહ્યો છે. એક્ટીવ કેસની સંખ્યા 1.4 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોવિડ-19થી રિકવરી રેટ 98 ટકાથી વધુ છે. કોરોનામાંથી સાજા થયા બાદ પણ કોરોના વાયરસ લોકોનો પીછો છોડી રહ્યો નથી.

વધુ જુઓ ...
    Long Covid Symptoms in Men and Women: ભારતમાં કોરોના વાયરસના (Coronavirus in India) સંક્રમણમાં ફરી વધારો થઈ રહ્યો છે. એક્ટીવ કેસની સંખ્યા 1.4 લાખને પાર પહોંચી ગઈ છે. ભારતમાં કોવિડ-19થી રિકવરી રેટ 98 ટકાથી વધુ છે. કોરોનામાંથી સાજા થયા બાદ પણ કોરોના વાયરસ લોકોનો પીછો છોડી રહ્યો નથી. આ લક્ષણોને લોન્ગ કોવિડ (Long Covid) કહેવામાં આવે છે. લોન્ગ કોવિડના લક્ષણો પુરુષ અને મહિલાઓમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે.

    મહિલાઓ લોન્ગ કોવિડનો વધુ શિકાર થાય છે

    તાજેતરમાં કોરોના વાયરસમાંથી (Coronavirus) સાજા થયેલા લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, પુરુષોની સરખામણીએ મહિલાઓ લોન્ગ કોવિડનો વધુ શિકાર બને છે. મહિલાઓ લાંબા સમય સુધી કોવિડ સિન્ડ્રોમથી પીડિત હોય તેની સંભાવના વધુ છે.

    પુરુષોની સરખામણીએ મહિલાઓને 22 ટકા વધુ જોખમ

    પીયર રિવ્યૂ જર્નલ કરન્ટ મેડિકલ રિસર્ટ એન્ડ ઓપિનિયનમાં એક સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં પુરુષોની સરખામણીએ લોન્ગ કોવિડના લક્ષણો રહેવાની સંભાવના 22 ટકાથી વધુ છે.

    લોન્ગ કોવિડ શું છે

    મેડિકલ ભાષામાં લોન્ગ કોવિડની કોઈ પરિભાષા નથી. જો સરળ ભાષામાં કહીએ તો શરીરમાંથી વાયરસ જતો રહે તેમ છતાં તેના લક્ષણો જોવા મળે તો તે લોન્ગ કોવિડ તરીકે ઓળખાય છે. જે દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, તેને પણ અનેક મહિનાઓ સુધી આ સમસ્યા થઈ રહી છે.

    લોન્ગ કોવિડના લક્ષણો

    સામાન્ય રીતે લોન્ગ કોવિડના લક્ષણોમાં થાક, માથાનો દુખાવો, એકાગ્રતાની કમી, શ્વાસ લેવામાં તકલીફ, સાંધાનો દુખાવો શામેલ છે. ઉપરાંત બ્રેઈન ફોગ, શરીરમાં સુન્નતા, આંતરડાની સમસ્યા, અનિંદ્રા, ચક્કર આવવા, ધુંધળી દ્રષ્ટિ સહિત અન્ય લક્ષણો શામેલ છે.

    મહિલાઓમાં લોન્ગ કોવિડના લક્ષણ

    સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પુરુષ અને મહિલાઓમાં લોન્ગ કોવિડના અલગ અલગ લક્ષણ જોવા મળે છે. મહિલાઓમાં લોન્ગ કોવિડના લક્ષણોમાં મૂડ ઓફ રહેવો, માથાનો દુખાવો, ત્વચાની સમસ્યા, પાચન સંબંધિત સમસ્યા, થાક અને ગેસ્ટ્રોઈંટેસ્ટિનલ ડિસઓર્ડર શામેલ છે.

    પુરુષોમાં લોન્ગ કોવિડના લક્ષણ

    મહિલાઓની સરખામણીએ પુરુષોમાં લોન્ગ કોવિડના લક્ષણ અલગ જોવા મળે છે. પુરુષોમાં ડાયાબિટીસ, કિડની ડિસઓર્ડર, ફેંફસા સંબંધિત પરેશાની શરીર સુન્ન પડી જવું, સાંધાનો દુખાવો અને છાતીમાં દુખાવા સહિત લોન્ગ કોવિડના લક્ષણ જોવા મળે છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन