long covid: કોરોનાના દર્દીઓને વધુ સમય સુધી સ્ટીરોઈડ આપવાથી હાડકા નબળા પડે છે

long covid: કોરોનાના દર્દીઓને વધુ સમય સુધી સ્ટીરોઈડ આપવાથી હાડકા નબળા પડે છે
પ્રતિકાત્મક તસવીર

દર્દીઓની આ પ્રકારની સમસ્યાને ધ્યાનમાં રાખીને ન્યૂઝ 18એ એક સીરિઝની શરૂઆત કરી છે. આ સીરિઝમાં કોરોનાથી થતી બીમારીઓ વિશે ડૉકટરોની સલાહ અને તેના સમાધાન વિશે ચર્ચા કરવામાં આવશે.

  • Share this:
સિમાંતની ડે, નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની (corona second wave) અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ગયા મહિને દરરોજ 4 લાખ નવા કેસ આવતા હતા. હવે ધીરે ધીરે કોરોના સંક્રમિતોની (coronavirus) સંખ્યા ઓછી થઈ રહી છે. કોરોનામાંથી સાજા થયા બાદ પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પ્રકારની સમસ્યાને ડોકટર ‘લોન્ગ કોવિડ’ (long covid-19) કહી રહ્યા છે. એવા પ્રકારની બીમારીઓ જે કોરોના બાદ દર્દીઓને લાંબા સમય સુધી પરેશાન કરે છે. દર્દીઓની આ પ્રકારની સમસ્યાને ધ્યાનમાં રાખીને ન્યૂઝ 18એ (News18) એક સીરિઝની શરૂઆત કરી છે. આ સીરિઝમાં કોરોનાથી થતી બીમારીઓ વિશે ડૉકટરોની સલાહ અને તેના સમાધાન વિશે ચર્ચા કરવામાં આવશે.

ગુડગાંવની સી કે બિડલા હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ વિભાગના ડૉકટર દેવાશીષ ચંદાએ લાંબા સમય સુધી સ્ટીરોઈડનો ઉપયોગ કરવામાં આવતા તેના નુકસાનની જાણકારી આપે છે. ડૉકટરના જણાવ્યા અનુસાર કોવિડ-19ના દર્દીઓમાં માંસપેશીઓ નબળી પડી જાય છે. જે દર્દીઓને સ્ટીરોઈડ આપવામાં આવ્યું હોય અને લાંબા સમય સુધી બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી હોય તેવા દર્દીઓમાં આ સમસ્યા જોવા મળે છે.હાડકાઓને નુકસાન
ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા ડૉ.ચંદાએ જણાવ્યું કે, ‘લાંબા સુધી બીમારીઓ અને અનેક સમય સુધી બેડ રેસ્ટના કારણે શરીરની તમામ પ્રણાલી પર અસર થાય છે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ તેમાંથી એક છે. કોવિડ-19 થયા બદ થાક, માંસપેશીઓમાં દુખાવો અને સાંધામાં દુખાવો જેવા લક્ષણો એક સામાન્ય વાત છે અને તેની અસર સતત વધતી રહે છે.’

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

યોગ્ય થવામાં કેટલો સમય લાગે છે
ડૉકટરો અનુસાર લાંબા સમય સુધી બેડ રેસ્ટ કરવાથી હાડકા અને માંસપેશીઓ નબળી પડી જાય છે. આ પરિસ્થિતિમાં કોવિડ-19 જેવી ગંભીર બીમારીમાંથી સાજા થયા બાદ આ પ્રકારની સમસ્યા ઠીક થવામાં વધુ સમય લાગે છે. ડૉ.ચંદાએ જણાવ્યું કે, ‘આ પરિસ્થિતમાં માંસપેશીઓની તાકાતને વધારવામાં ઓછામાં ઓછા 6 અઠવાડિયા અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે.’

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

સ્ટીરોઈડથી પરેશાની
ડૉ. ચંદાએ જણાવ્યું કે જે કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અથવા જેમને બેડ રેસ્ટની સલાહ આપવામાં આવી છે, તેમને ઊભા થવામાં, ચાલવામાં મુશ્કેલી થઈ શકે છે. કોવિડના ઈલાજમાં સ્ટીરોઈડના ઉપયોગથી પરેશાની થઈ શકે છે. ડૉકટરે વધુમાં જણાવ્યું કે, ’10-15 દિવસ સ્ટીરોઈડનો ઉપયોગ કરવાથી કોઈપણ સમસ્યા સર્જાતી નથી. જે દર્દીઓ સતત લાંબા સમય સુધી સ્ટીરોઈડ થેરેપી લે છે, તેવા દર્દીઓમાં ઓસ્ટિયોપોરોસિસ અને ગઠિયા જેવી સમસ્યા થઈ શકે છે.’ઘરેલુ ઉપાય
ડૉકટરોએ આ પ્રકારની સમસ્યાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવ્યા છે. હળદરવાળુ દૂધ, દેશી ઘી, ઉચ્ચ પ્રોટીનયુક્ત આહાર અને લસણ સાંધાને મજબૂત કરવાનું કામ કરે છે. ગ્લૂકસામાઈન, કરક્યૂમિન જેવી દવાઓ પણ મદદ કરે છે. પરંતુ આ અંગે ડૉકટર પાસેથી સલાહ લેવી જોઈએ.
Published by:News18 Gujarati
First published:June 12, 2021, 19:59 IST

ટૉપ ન્યૂઝ