લૉકડાઉનમાં પિઝા ખાવાનું મન થયું છે? તો આ રીતે ઘરે જ બનાવો 'તવા પિઝા'

લૉકડાઉનમાં પિઝા ખાવાનું મન થયું છે? તો આ રીતે ઘરે જ બનાવો 'તવા પિઝા'
તવા પિઝા

લૉકડાઉનમાં પિઝા ખાવાનું મન થયું હોય તો તમે ઘરે પણ એકદમ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો.

 • Share this:
  લૉકડાઉનમાં પિઝા ખાવાનું મન થયું હોય તો તમે ઘરે પણ એકદમ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો. તમારા ઘરે ઓવન હોય તે જરૂરી નથી. તમે ઓવન વગર જ થોડી જ મિનિટોમાં યમ્મી પિઝા બનાવી શકો છો.

  પિઝા માટેની સામગ્રી  તૈયાર પીઝાનો રોટલો
  2 થી 2.5 મોટી ચમચી પીઝા સોસ
  લાલ સિમલા મરચા
  લીલા સિમલા મરચા
  ઓરેગાનો,
  માખણ
  ડુંગળી
  ચીઝ

  પીઝા સોસ માટે સામગ્રી

  1 નાની ચમચી બટર,
  1 વાટકી ટામેટા સોસ અને 1 મોટી ચમચી લાલ મરચાની ચટણી, બંન્ને મિક્સ કરી દો.
  1 નાની ચમચી કોન્ફોલર અને તેની સાથે 2થી 3 નાની ચમચી પાણી, આ બંને મિક્ષ કરી લેવાનુ
  1 મોટી ચમચી વાટેલા લીલા મરચા
  1/2 નાની ચમચી ઓરેગાનો
  1/2 નાની ચમચી મરી પાઉડર
  1 નાની ચમચી સાકર
  1/2 નાની ચમચી લાલ મરચું
  1/2 નાની ચમચી મરચાંના ટુકડા
  મીઠું સ્વાદ અનુસાર

  આ પણ વાંચો : શાકભાજીની લારીમાંથી શાક લેતી વખતે આટલી વાતનું ધ્યાન નહીં રાખો તો કોરોના વાયરસથી બચવું મુશ્કેલ

  પિઝા સોસ બનાવવાની રીત :

  સોસ બનાવવા માટે સૌથી પહેલા પેનમાં બટર ગરમ કરો. પછી જયારે બટર ગરમ થઇ જાય ત્યારે વાટેલા લીલા મરચા એમાં નાખીને મિક્ષ કરી દો. પછી એમાં જે ટામેટાનો સોસ છે તે એડ કરવાનો છે. ગેસને ધીમો રાખીને તેને ગરમ થવા દેવાનો છે. તે સહેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે, અને તેને હલાવતા રહેવાનું છે. પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો, અને ઓરેગાનોને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરચાંના ટુકડા, મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. આ બધું નાંખી સારી હલાવી દો અને તેમાં સાકર નાખી તેને મિક્ષ કરી લો. 3 થી 4 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે. થોડી કોથમીર નાખી દેવી અને તેને પણ મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડુ કરી લેવું.

  પિઝા બનાવવાની રીત :

  • પિઝા બનાવવા માટે સૌથી પહેલા પેન ગરમ કરવા મૂકી દો. પિઝા બેઝની ઉપર થોડું બટર લગાવી દો અને એને પેનમાં મુકી છો. તેની ઉપર કઈ ઢાંકી દેવાનું છે અને તેને મીડીયમ ગેસ પર શેકાવા માટે મૂકી દો. તેને 1 થી 2 મિનિટ ઢાંકીને શેક્યા બાદ જોઈ લેવાનું જો થોડું કડક નહિ થાય તો તેને પાછું થોડી વાર મૂકી દેવાનું. ત્યારબાદ પાછળની સાઈડ થોડું બટર લગાવી દો. અને બટર તમારા હિસાબ મુજબ વધારે-ઓછુ લાગવી શકો છો.

  • જયારે તે ક્રિસ્પી થાય ત્યારે તેને પલટાવી નાંખીને તેને ફરી ઢાંકીને નીચે તરફ પણ શેકાવા દો.

  • ત્યારબાદ પિઝા સોસ લઈને તેને આખા રોટલા ઉપર લગાવી દો.ઉપર સિમલા મરચા, ડુંગરી વગેરે એડ કરો. એની ઉપર ચીઝને છીણીને નાખી દો. હવે લાલ સિમલા મરચા અને ઓરેગાનોને પણ તેની ઉપર એડ કરી દો.

  • હવે તેને થોડી જ વાર સુધી ઢાંકીને મુકો. હવે આપણો તવા પીઝા તૈયાર છે.


  આ વીડિયો પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:April 28, 2020, 12:47 pm

  ટૉપ ન્યૂઝ