લોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’

લોકોને જાગૃત કરવા પોલીસે અપનાવી અનોખી યુક્તિ, પહેરી ‘કોરોના હેલ્મેટ’
‘કોરોના હેલ્મેટ’ને ખાસ રીતે લોકોને જાગૃત કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જુઓ VIDEO

‘કોરોના હેલ્મેટ’ને ખાસ રીતે લોકોને જાગૃત કરવા માટે તૈયાર કરવામાં આવી છે, જુઓ VIDEO

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)  સંક્રમણના કારણે સમગ્ર દેશને લૉકડાઉન (Lockdown) કરી દેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ વિશે જાગૃતતા ફેલાવવા માટે સરકાર અનેક પ્રયોસો કરી રહી છે. બીજી તરફ, ચેન્નઈ પોલીસે આ મહામારીને લઈને જાગૃતતા ફેલાવવા માટે અનોખી રીત અપનાવી છે. ચેન્નઈ પોલીસ (Chennai Police) રસ્તાઓ પર એક ખાસ પ્રકારની હેલ્મેટ પહેરીને ફરી રહી છે જેથી લોકોને તેના વિશે જાણકારી આપી શકાય.

  ચેન્નઈ પોલીસની આ હેલ્મેટ કોરોના વાયરસની જેવી દેખાય છે. તેને ખાસ રીતે સ્થાનિક કલાકારોએ પોલીસ માટે તૈયાર કરી છે. ચૈન્નઈ પોલીસ આ હેમ્લેટનો ઉપયોગનો ઉપયોગ મોટરચાલકો પર પ્રભાવ પાડવા માટે કરી રહી છે.  24 કલાક ડ્યૂટી પર તૈનાત છે પોલીસકર્મી

  દેશભરમાં લૉકડાઉન દરમિયાન તમામ પોલીસકર્મી રસ્તાઓ પર 24 કલાક સેવા આપી રહ્યા છે. એવામાં ચેન્નઈ પોલીસ પોતાની ડ્યૂટીની સાથોસાથ કોરોના હેલ્મેટ (Corona Helmet)ને પહેરીને લોકોને જાગૃત કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ હેલ્મેટને જોઈને લોકો રસ્તાઓ પર વધુ બહાર નહીં આવવા અને પોલીસના કામમાં સહયોગ કરશે. જુઓ VIDEO…  આ પણ વાંચો,
  Google પર ભૂલથી પણ Search ન કરતાં કોરોનાથી જોડાયેલી આ 5 વાતો, મુશ્કેલીમાં મૂકાશો

  કોરોના હેલ્મટેની જરૂર કેમ પડી?

  કોરોના હેલ્મેટની ડિઝાઈન કરનારા કલાકાર ગૌતમનું કહેવું છે કે હાલમાં મોટાપાયે દેશની જનતા કોરોના વાયરસ સંક્રમણને ગંભીરતાથી નહીં લઈ રહી. બીજી તરફ, પોલીસકર્મી દેશની સેવામાં 24 કલાક કામ કરી રહ્યા છે જેથી લોકો ઘરે જ રહે અને આ વાયરસ ભારતમાં ન ફેલાય. લોકો આ વાયરસના પ્રભાવને ગંભીરતાથી ન લઈને કારણ વગર રસ્તારો પર નીકળી રહ્યા છે, જેનાથી આ સંક્રમણના ફેલાવવાની શક્યતા રહે છે. એવામાં આ હેલ્મેટ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે આ હેલ્મેટને એક તૂટેલા જૂના હેલ્મેટ અને કાગળથી તૈયાર કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચો, કોરોનાના ‘પેશન્ટ ઝીરો’ની ભાળ મળી, વુહાનની આ માછલી વિક્રેતાથી ફેલાયું સંક્રમણ!
  Published by:News18 Gujarati
  First published:March 29, 2020, 10:23 am

  ટૉપ ન્યૂઝ