Home /News /lifestyle /મોરના પીંછાથી નહીં...આ ઉપાયોથી તરત ભાગી જાય છે ગરોળી, ક્યારે નહીં જોવા મળે ઘરની દિવાલો પર
મોરના પીંછાથી નહીં...આ ઉપાયોથી તરત ભાગી જાય છે ગરોળી, ક્યારે નહીં જોવા મળે ઘરની દિવાલો પર
લસણની વાસ ગરોળીને ગમતી હોતી નથી.
How to gid of lizards: ઘરમાં જ્યારે ગરોળી દેખાય ત્યારે અનેક લોકોના મોં બગડી જાય છે અને જોયા પછી ઝનઝનાટી થતી હોય છે. આમ, તમે પણ ઘરમાં રહેતી ગરોળીથી કંટાળી ગયા છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે. તો જાણો આ વિશે અને અજમાવો આ ઘરેલું ઉપાયો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘરમાં અને બહાર એમ દરેક જગ્યાએ ગરોળી જોવા મળતી હોય છે. મોટાભાગનાં લોકોનું મોં ગરોળી જોઇને બગડી જતુ હોય છે. એમાં પણ ખાસ કરીને જ્યારે ગરોળી ઘરમાં આવે ત્યારે દરેક લોકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરતા હોય છે. ગરોળી કાઢવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. કોઇ મોરનું પીછું રાખે તો કોઇ બીજો નુસખો અજમાવે. આમ આજે અમે તમને અસરકારક ઉપાયો જણાવીશું જેની મદદથી તમે સરળતાથી ગરોળીને બહાર કાઢી શકશો. આ ઉપાયો ગરોળી ભગાડવામાં કારગર સાબિત થાય છે.
તમારા ઘરમાં જ્યારે પણ ગરોળી આવે ત્યારે લસણનો ઉપયોગ તમે કરી શકો છો. લસણથી ગરોળી ફટાફટ ભાગી જાય છે. આ માટે તમે લસણને ફોલી લો અને તમારા ઘરના ખુણામાં મુકી દો. લસણની વાસ ગરોળીને ગમતી હોતી નથી. આ ઉપાય અજમાવશો તો તમારા ઘરમાં ક્યારે પણ ગરોળી નહીં આવે.
નેપ્થલીન બોલ્સ
નેપ્થલીન બોલ્સથી પણ તમે ઘરમાં આવેલી ગરોળીને ભગાડી શકો છો. આ સાથે જ તમે નેપ્થલીનના બોલ્સ ઘરમાં મુકો છો તો ગરોળી ક્યારે પણ અંદર આવતી નથી. આ બોલ્સની સુગંધ ગરોળીને જરા પણ ગમતી હોતી નથી. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે તમારા ઘરમાં નાનું બાળક છે તો આ બોલ્સને એને દેખાય નહીં એ રીતે ખુણામાં મુકો. આમ કરવાથી ગરોળી નહીં આવે.
લાલ અને કાળુ મરચું પણ ગરોળીને ભગાડવામાં મદદ કરે છે. આ માટે તમે લાલ અને કાળુ મરચુ લો અને એમાં પાણી મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી લો. પછી આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લો અને ઘરમાં બધી જગ્યાએ સ્પ્રે કરી લો. આમ કરવાથી ગરોળી છૂમંતર થઇ જશે.
કોફી પાવડર
કોફી એક નહીં પરંતુ અનેક રીતે તમને કામમાં આવી શકે છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે કોફી તમારા ઘરમાં રહેલી ગરોળીને પણ ભગાડવાનું કામ કરે છે. આ માટે તમે કોફી પાવડરમાં તમાકુ મિક્સ કરીને નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ ગોળીઓને ઘરના ખુણામાં મુકી દો. આમ કરવાથી ગરોળી છૂમંતર થઇ જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર