Home /News /lifestyle /

Lighting for House: ઘરની સજાવટ માટે પસંદ કરો આ લાઇટ્સનું કોમ્બિનેશન, દિવાલો પણ ખીલી ઉઠશે

Lighting for House: ઘરની સજાવટ માટે પસંદ કરો આ લાઇટ્સનું કોમ્બિનેશન, દિવાલો પણ ખીલી ઉઠશે

ઘરની સજાવટ માટે પસંદ કરો આ લાઇટ્સનું કોમ્બિનેશન, દિવાલો પણ ખીલી ઉઠશે

ઘરની સુંદરતા વધારવાની સાથે પરફેક્ટ લાઈટિંગ (decide best lights combination) તમારા મૂડને પણ સારો રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને જો તમે નવા ઘરમાં લાઇટિંગના કોમ્બિનેશનને લઇને કન્ફ્યૂઝ થઇ ગયા છો તો કેટલીક મહત્વની વાતોને ધ્યાનમાં રાખીને તમે ઘર માટે બેસ્ટ લાઇટ્સ પસંદ કરી શકો છો.

વધુ જુઓ ...


    ઘરને સુંદર બનાવવામાં ઘણી વસ્તુઓ મહત્વની ભૂમિકા ભજવે છે. દીવાલોના રંગથી લઈને ઘરની સજાવટ સુધી કેટલીક વસ્તુઓનું યોગ્ય કોમ્બિનેશન ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. આ લિસ્ટમાં ઘરની લાઇટિંગ (Lighting for House) પણ સામેલ છે. ઘરની સુંદરતા વધારવાની સાથે પરફેક્ટ લાઈટિંગ (decide best lights combination) તમારા મૂડને પણ સારો રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને જો તમે નવા ઘરમાં લાઇટિંગના કોમ્બિનેશનને લઇને કન્ફ્યૂઝ થઇ ગયા છો તો કેટલીક મહત્વની વાતોને ધ્યાનમાં રાખીને તમે ઘર માટે બેસ્ટ લાઇટ્સ પસંદ કરી શકો છો. અહી અમે તમને નવા ઘર માટે લાઇટ્સ પસંદ કરવાના કેટલાક સરળ ઉપાય જણાવવા (Tips & Tricks) જઇ રહ્યા છીએ. જેને ધ્યાનમાં રાખીને તમે પૈસાની બચત કરતા સમયે ઘરની સ્માર્ટ લાઇટિંગ કરી શકો છો.

    પસંદ કરો એલઇડી લાઇટ્સ

    કિચન, બેડરૂમ અને સ્ટડી રૂમ માટે મિડિયમ લાઇટિંગની જરૂર પડે છે. આ માટે તમે એલઇડી લાઇટની મદદ લઇ શકો છો. એલઈડી લાઈટ લગાવવાથી વીજળીનું બિલ ઘટી જાય છે, આ સાથે જ ઘરની દિવાલો અને ફર્નિચરનો રંગ પણ ખૂબ જ સુંદર લાગે છે.

    આ પણ વાંચો: North East India: જૂનમાં જન્નત જેવા લાગે છે નોર્થ - ઈસ્ટના આ 5 સ્થળો, કપલ્સને મોહી લેશે આ ડેસ્ટિનેશન

    રંગબેરંગી લાઇટ્સ લગાવો

    ઘરને સજાવવા માટે તમે રંગબેરંગી લાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. આજકાલ લાઇટ્સના ઘણા રંગો બજારમાં સરળતાથી મળી રહે છે. આવી સ્થિતિમાં રૂમની દિવાલોના રંગને ધ્યાનમાં રાખીને લાઇટ્સની પસંદગી કરો. સરકાડીયન ફ્રેન્ડલી લાઈટ્સ પણ એક સારો વિકલ્પ છે.

    ઇકો ફ્રેન્ડલી લાઇટ્સ

    ઇકો-ફ્રેન્ડલી લાઇટ્સ આજકાલ એકદમ ટ્રેન્ડમાં છે. ઘરમાં લાઇટિંગ માટે તમે ઇકો ફ્રેન્ડલી લાઇટ પણ પસંદ કરી શકો છો. ઇકો ફ્રેન્ડલી લાઇટ્સમાં કાર્બનનું પ્રમાણ સામાન્ય લાઇટ્સની તુલનામાં ઘણું ઓછું હોય છે. લોંગ લાસ્ટિંગ હોવાથી આ લાઇટ્સ જલદી ખરાબ પણ થતી નથી.

    આ પણ વાંચો: માતાપિતાએ ક્યારેય ન કહેવા જોઇએ બાળકોને આવા શબ્દો, તૂટી જાય છે ભૂલકાઓનું દિલ

    લાઇટિંગ માટે કરો સ્માર્ટ પસંદગી

    ઘરમાં લાઈટ લગાવવા માટે બજારમાં મળતી રંગબેરંગી અને સસ્તી લાઈટનો ઉપયોગ ક્યારેય કરશો નહીં. તેનાથી તમારું વીજળીનું બિલ તો વધે જ છે, સાથે આ લાઈટો ઝડપથી ખરાબ પણ થવા લાગે છે. તમે ઘરના મંદિરમાં ઝીરો વોટ લાઈટનો ઉપયોગ કરી શકો છો. તેમજ ઘરના અન્ય ભાગો માટે સફેદ લાઇટની પસંદગી કરવો પણ યોગ્ય છે. તેનાથી ઘરનું વાતાવરણ શાંત અને ખુશ રહે છે.
    First published:

    આગામી સમાચાર