શું તમે AC ખરીદવા માંગો છો? રાખો આ બાબતો ધ્યાનમાં

News18 Gujarati
Updated: May 28, 2018, 7:49 PM IST
શું તમે AC ખરીદવા માંગો છો? રાખો આ બાબતો ધ્યાનમાં

  • Share this:
એર કંડિશનર ખરીદતા પહેલાં આ વસ્તુઓની કાળજી લો.

ઉનાળાની ઋતુમાં એસી અને કૂલરની ઠંડક આપણને દિવસના કામ પછી રાહત અપાવે છે. જો કે લોકો પાસે એસી વિશે ચોક્કસ માહિતી નથી હોતી. એસી લેવું એક પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ છે. તેને ખરીદતા પહેલાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.


  • તમારા રૂમમાં તમે વિન્ડો એસી મૂકી શકો છો. કારણ કે વિન્ડો AC ને એક જગ્યાએથી બીજા સ્થાને ખસેડવાનું સરળ છે.

  • હંમેશા AC ખરીદતા પહેલા તમારા રૂમનું કદ યાદ રાખો. જો તમારો રૂમ મોટો હોય અને AC નાનું હશે તો ઓછી ઠંડક આવશે. જેથી રૂમના કદ અનુસાર યોગ્ય એસી પસંદ કરો.

  • જ્યારે પણ તમે એસી ખરીદવાનો વિચાર કરો ત્યારે એસી ખરીદતા પહેલાં જ વીજળીના બિલની ચિંતા થવા લાગે છે. તેથી, તેને ખરીદતા પહેલાં તેના પર લાગેલા સ્ટાર રેટિંગ તપાસો. જેટલા સ્ટાર વધુ હશે તેટલો વીજ વપરાશ ઓછો હશે.
  • તમે તમારા એસી છત પર લગાવવા માંગતા હોવ તો કેસેટ એર કન્ડીશનર તે માટે પરફેક્ટ છે. કેસેટ AC તે રૂમ માટે યોગ્ય છે જે રૂમ બારીઓ કે દિવાલ ઉપર તેને ઇન્સ્ટોલ કરવાની જગ્યા નથી હોતી. કેસેટ AC ઘોંઘાટ પણ નથી કરતા.

  • જો તમારા રૂમ મોટા હોય તો તમે ફ્લોર સ્ટેન્ડિંગ એસી પણ ખરીદી શકો છો. તેનો એક ફાયદો એ પણ છે કે તેને ગમે ત્યાં ઊભા કરવા તેમજ જે-તે સ્થળે ખસેડવા સરળ હોય છે.

  • એસી લેતા સમયે ધ્યાનમાં રાખો કે સ્ટેબિલાઇઝર પણ તેની સાથે લઈ લેવું જોઈએ. ઉનાળાની ઋતુમાં વીજળી આવતી જતી રહે છે, જેમાં એસી સ્ટેબિલાઇઝર જરૂરી છે.

First published: May 28, 2018, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading