Home /News /lifestyle /World Vegan Day: વિરાટ-અનુષ્કાથી લઇને અનેક સેલેબ્સ ફોલો કરે છે વીગન ડાયટ, જાણો વધુમાં તમે પણ

World Vegan Day: વિરાટ-અનુષ્કાથી લઇને અનેક સેલેબ્સ ફોલો કરે છે વીગન ડાયટ, જાણો વધુમાં તમે પણ

વર્લ્ડ વિગન ડે 2022

World Vegan Day: આજે વર્લ્ડ વીગન ડે છે. સેલેબ્સથી લઇને અનેક લોકો વીગન ડાયટ ફોલો કરે છે. વીગન ડાયટ એક શાકાહારી ડાયટ છે. આ ડાયટ ફોલો કરવાથી હેલ્થ સારી રહે છે અને સાથે જ તમે ફીટ પણ રહો છો. તો જાણો તમે પણ આ ડાયટ વિશે..

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બહુ ઓછા લોકો વીગન ડાયટ વિશે જાણતા હોય છે. મોટાભાગનાં લોકો આ ડાયટને શાકાહારી માનતા હોય છે, પરંતુ આ થોડુ અલગ છે. આ ડાયટમાં શાકાહાર તો ફોલો થાય જ છે પરંતુ આ સાથે જ અનેક ડેરી પ્રોડક્ટ્સ ખાવાની પણ મનાઇ હોય છે. 01 નવેમ્બરના રોજ વર્લ્ડ વીગન ડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ ડાયટની શરૂઆત 1994માં યુકે વીગન સોસાયટીના અધ્યક્ષ દ્રારા કરવામાં આવી હતી. વીગન ડે મનાવવા અને વીગન ડાયટને ફોલો કરવાનો મુખ્ય ઉદેશ્ય શારાહારના મહત્વને વધારવા અને લોકોને આ ડાયટ પ્રત્યે જાગરુક કરવા માટે છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

    આ પણ વાંચો: ઇનોથી ચમકાવી દો રસોડાની આ વસ્તુઓ

    આજે દુનિયાભરના સેલેબ્સ (Vegan Celebrities) વીગન ડાયટ ફોલો કરતા હોય છે. આ ડાયટમાં લીલા શાકભાજી, ફળ અને નટ્સ શામેલ થાય છે. આ સાથે જ દૂધ, દહીં, પનીર, ખોયા, બટર તેમજ મધ પણ ખાવામાં આવતું નથી, કારણકે આ બધી જ વસ્તુઓ પશુઓમાંથી મળે છે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં આ ડાયટને સૌથી સારામાં સારું માનવામાં આવે છે.

    આ પણ વાંચો: ટુથબ્રશ લેતી વખતે ખાસ રાખો આ ધ્યાન

    સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને ડાયટિશીયન પણ વીગન ડાયટને સ્વાસ્થ્ય માટે સારું માને છે. વીગન ડાયટ શરીરને ફીટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે આ પાછળ એક કારણ છે કે દુનિયાભરના સેલેબ્સ વીગન ડાયટને ફોલો કરી રહ્યા છે. તમારે ઘણાં બધા ભારતીય અને હોલિવૂડ સેલેબ્સ વિશે એ જાણવું જોઇએ જે લોકો સંપૂર્ણ રીતે વીગન ડાયટ ફોલો કરે છે.

    વિરાટ કોહલી-અનુષ્કા શર્મા


    ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ વીગન ડાયટને ફોલો કરે છે. આ કપલને વીગન ડાયટના બ્રાન્ડ એમ્બેસડર પણ કહી શકાય છે. કોઇ પણ ખેલાડી માટે દૂધ, દહીં, ઇંડા અને નોનવેજને જરૂરી માનવામાં આવે છે, પરંતુ વિરાટે આ વિરાટે આ વાતને ખોટી સાબિત કરીને બતાવી છે.



    વીગન ડાયટ ફોલો કરતા પણ આ કપલ સૌથી ફીટ છે. સોશિયલ મિડીયા પર વિડીયો શેર કરતા આ જાણકારી આપી છે. કપલે આ વિશે જણાવે છે કે એમને માંસાહર ભોજનને સંપૂર્ણ રીતે છોડી દીધું છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા, આર.માધવન, લીસા હેડન સાથેના અનેક સેલેબ્સ આ ડાયટ ફોલો કરતા હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diet, Life style

    विज्ञापन
    विज्ञापन