Home /News /lifestyle /હેર સ્પા કે કેરાટિન? વાળમાં મેકઓવર માટે કઇ ટ્રિટમેન્ટ બેસ્ટ છે, જાણો આ વિશે

હેર સ્પા કે કેરાટિન? વાળમાં મેકઓવર માટે કઇ ટ્રિટમેન્ટ બેસ્ટ છે, જાણો આ વિશે

જાણો હેર ટ્રિટમેન્ટ વિશે

Hair Spa Vs Keratin: બ્યૂટી પાર્લરમાં વાળને લગતી અનેક પ્રકારની ટ્રિટમેન્ટ થતી હોય છે. જો કે આજકાલ હેર ટ્રિટમેન્ટનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. આ પ્રકારની ટ્રિટમેન્ટના ફાયદા છે તો સાથે એનાથી નુકસાન પણ થતુ હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મુલાયમ, શાઇની અને સ્મૂધ વાળ દરેક લોકોની પહેલી પસંદ હોય છે. પરંતુ આજની આ ખોટી લાઇફ સ્ટાઇલને કારણે વાળને લગતા પ્રોબ્લેમ્સ અનેક લોકોને હોય છે. આ સાથે જ વધતુ પોલ્યુશન પણ વાળને ખરાબ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધી સમસ્યાઓને કારણે વાળ ખરે છે અને વધતો ગ્રોથ અટકી જાય છે. આ માટે વાળની ચમક પાછી લાવવા માટે છોકરીઓ હેર સ્પા, કેરાટીન જેવી ટ્રિટમેન્ટ લેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો મેકઓવર માટે હેર સ્પા કે કેરાટિન કઇ ટ્રિટમેન્ટ સારી અને આ બન્નેમાં શું છે ફરક? તો જાણો આ વિશે વધુમાં..

    આ છે હેરા સ્પા અને કેરાટિનમાં ફરક


    વાળમાં હેર સ્પા અને કેરાટિન કરાવો એ પહેલાં આ બન્ને વચ્ચેનો ફરક જાણવો ખૂબ જરૂરી છે. આ પ્રકારની ટ્રિટમેન્ટ વાળમાં કેમ અને ક્યારે કરાવવી જોઇએ. તો તમને જણાવી દઇએ કે કેરાટિન ટ્રિટમેન્ટ વાળને સ્ટ્રેટ, શાઇની અને સિલ્કી કરવા માટે કરવામાં આવે છે. કેરાટિનથી વાળને પ્રોટીન મળે છે.

    આ પણ વાંચો: આ Natural Powdersથી સફેદ વાળ થાય છે કાળા

    જ્યારે હેર સ્પાની વાત કરીએ તો આ ટ્રિટમેન્ટમાં સ્કૈલ્પ અને વાળમાં મસાજ કર્યા પછી સ્ટીમ આપવામાં આવે છે. આ ટ્રિટમેન્ટને મહિનામાં બે વાર કરાવવી પડે છે. આનાથી સ્કૈલ્પ ઊંડાઇથી સાફ થાય છે અને સાથે વાળમાં ચમક આવે છે.

    જાણો કેરાટિન ટ્રિટમેન્ટ વિશે


    હેર સ્પા કરતા કેરાટિન ટ્રિટમેન્ટ થોડી મોંઘી થાય છે, જેનાથી વાળને પોષણ મળે છે. આ એક રીતે પ્રોટીનનું કામ કરે છે. આમાં નેચરલ કરતા વધારે કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: શરીરમાં આ 4 તકલીફ હોય તો ના ખાતા મખાના

    આ કેમિકલ પ્રોડક્ટ્સ વાળને લાંબા સમય સુધી સ્મુધ અને શાઇની રાખે છે. કેરાટિન ટ્રિટમેન્ટ થોડા સમય પૂરતી જ વાળમાં રહે છે. ત્યારબાદ વાળ પહેલાની જેમ જ થઇ જાય છે. આ ટ્રિટમેન્ટ 3 થી 6 મહિના સુધી જ ચાલે છે.

    જાણો હેર સ્પા ટ્રિટમેન્ટ વિશે


    વાળને પોષણ, ટ્રીટમેન્ટ અને સારી કેર માટે હેર સ્પા બહુ જરૂરી છે. આનાથી સ્કૈલ્પ અને વાળમાં સારી રીતે મસાજ થાય છે અને પછી વાળને સ્ટીમ આપવામાં આવે છે. ત્યારબાદ છેલ્લે સીરમ લગાવવામાં આવે છે.


    સ્ટીમ લેવાથી સ્કૈલ્પ સારી રીતે સાફ થઇ જાય છે અને સીરમથી શાઇની થાય છે. હેર સ્પાથી વાળને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ થતી નથી. તમે આ ટ્રિટમેન્ટ મહિનામાં બે વાર કરાવી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन