Home /News /lifestyle /ખોટી બ્રા પહેરવાથી સ્કિન પર થાય છે ફોલ્લીઓ અને ખંજવાળની સમસ્યા, જાણો સાચી રીત નહીં તો પીઠનો દુખાવો થશે

ખોટી બ્રા પહેરવાથી સ્કિન પર થાય છે ફોલ્લીઓ અને ખંજવાળની સમસ્યા, જાણો સાચી રીત નહીં તો પીઠનો દુખાવો થશે

બ્રા પહેરતી વખતે રાખો ધ્યાન

Wearing wrong bra: દરેક છોકરીઓ બ્રા પહેરતી હોય છે. બ્રા પહેેરવી પણ ખૂબ જરૂરી છે. પરંતુ આ બ્રા તમે કેવી રીતે પહેરો છે એ બહુ મહત્વનું છે. જો તમે ખોટી રીતે બ્રા પહેરો છો તો સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક છોકરીઓ કપડાની અંદર બ્રા પહેરતી હોય છે. બ્રા પહેરવી ખૂબ જરૂરી છે. બ્રા ના પહેરો તો બ્રેસ્ટના આકારથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાઓ થાય છે. આ માટે સાચી રીતે બ્રા પહેરવી ખૂબ જરૂરી છે. એટલું જ નહીં પરંતુ બ્રા ખરીદતી વખતે પણ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમને ગમી અને તમે બ્રા લઇ લીધી તો એ સાવ ખોટુ છે. તમે પહેલા એ ચેક કરી લો કે તમને કઇ બ્રા સુટ થશે. આ સાથે જ ખાસ કરીને તમે તમારી સાઇઝ પણ ઘરેથી માપીને પછી બ્રાની પસંદગી કરો. ઘણી છોકરીઓ બહુ ફીટ બ્રા પહેરે છે. જો કે આ એક ખોટી આદત છે. તો જાણો તમે પણ ખોટી બ્રા પહેરવાથી શું થાય છે નુકસાન.

    આ પણ વાંચો: નખ પર વ્હાઇટ સ્પોટ હોય તો થઇ જાવો સાવધાન

    તમે જ્યારે બ્રા લો ત્યારે ખાસ કરીને સાઇઝ પર ધ્યાન આપો. જો તમે બ્રેસ્ટ સાઇઝ કરતા નાની બ્રા લો છો તો એ તમને ફીટ પડે છે. આ ફીટ બ્રાને કારણે તમને ફોલ્લીઓ અને રેશિસ થઇ શકે છે. આ બ્રા પહેરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ શકે છે.

    તમે જ્યારે બ્રા પહેરો ત્યારે ખાસ કરીને એ તમારી સાઇઝ પરફેક્ટ છે એ ચેક કરી લો. આ સાથે જ તમે કપ વાળી બ્રા પહેરો છો તો તમારા બ્રેસ્ટની સાઇઝ અનુસાર કપની પસંદગી કરો. ઘણી વાર કપની સાઇઝ નાની હોય તો અંદર પરસેવો વધારે થાય છે જેના કારણે તમને એ જગ્યા પર ફોલ્લીઓ, સ્કિન લાલ થઇ જવી અનેક સમસ્યાઓ થતી હોય છે.

    આ પણ વાંચો: બદામ, દહીં અને હળદરથી દૂર કરો ટેન સ્કિન

    ઘણી છોકરીઓ રાત્રે સૂતી વખતે પણ બ્રા પહેરતી હોય છે. આ એક ખરાબ આદત છે. બને ત્યાં સુધી રાત્રે સૂઇ જાવો ત્યારે બ્રા કાઢીને સુઇ જાવો. રાત્રે બ્રા પહેરીને ઊંઘવાથી તમને સ્તનમાં દુખાવો, ફોલ્લીઓ જેવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં થાય છે.



    તમને એક વાત એ જણાવી દઇએ કે બ્રા તમે પહેરી લો એ પછી એ જગ્યાને રૂમાલથી એક વાર લૂંછી લો. આ સાથે જ તમે ખોટી બ્રા આખો દિવસ પહેરી રાખો છો તો તમને પીઠ અને ખભામાં પણ દુખાવો થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Bra, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन