Home /News /lifestyle /Dating app પર ફોટો અપલોડ કરતા ખાસ રાખો આ ધ્યાન, નહીં તો લોકો કરશે મિસ યુઝ

Dating app પર ફોટો અપલોડ કરતા ખાસ રાખો આ ધ્યાન, નહીં તો લોકો કરશે મિસ યુઝ

ડેટિંગ એપ પર ખાસ રાખો ધ્યાન

Dating app tips: આજના આ સમયમાં ડેટિંગ એપનો અનેક લોકો ઉપયોગ કરી રહ્યા છે. ડેટિંગ એપથી અનેક લોકો પોતાનો પાર્ટનર શોધી કાઢતા હોય છે. પરંતુ ડેટિંગ એપનો યુઝ કરતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઇન્ટરનેટ અને ડિઝિટલની દુનિયામાં ઓનલાઇન પાર્ટનર શોધવો એ સામાન્ય વાત છે. વર્તમાનમાં ડેટિંગ સાઇટ્સનો અનેક લોકો ઉપયોગ કરતા હોય છે. જેની મદદથી તમે પાર્ટનરની પસંદગી કરીને ડેટ ફિક્સ કરી શકો છો. જો કે આ પ્રોસેસની શરૂઆથ ડેટિંગ એપ પર પ્રોફાઇલ બનાવવાથી થાય છે. જે દરમિયાન તમારે નાની-મોટી જાણકારીઓનું ફોર્મ ભરવુ પડે છે. ડેટિંગ એપની પ્રોફાઇલમાં ફોટો અપલોડ કરતી વખતે નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ વાતો પર ધ્યાન રાખતા નથી તો સમય જતા અનેક તકલીફો પડી શકે છે. જાણો આ સમયે શું રાખશો ખાસ ધ્યાન.

    ફિલ્ટરનો ઉપયોગ ના કરો


    સામાન્ય રીતે લોકો સોશિયલ મિડીયા ફોટોઝમાં ફિલ્ટરનો ઉપયોગ કરવાની આદત હોય છે. એવામાં ડેટિંગ એપની પ્રોફાઇલમાં લોકો સારી ઇમ્પ્રેશન બનાવવા માટે ફિલ્ટરનો યુઝ કરતા હોય છે. જો કે આનાથી ડેટિંગ એપ પર તમને પસંદ કરનાર પાર્ટનર તમારા વિશે ખોટી ઘારણા કરી બેસે છે. આ કારણે તમારું કામ બગડી શકે છે.

    આ પણ વાંચો: ન્હાતી વખતે આ નેચરલ ઉબટન લગાવો શરીર પર

    ગ્રુપ ફોટો ના રાખો


    ડેટિંગ એપ પર ક્યારેક પણ ભૂલથી ગ્રુપ ફોટો અપલોડ કરશો નહીં. આમ કરવાથી બીજાની પ્રાઇવસી પ્રભાવિત થાય છે અને બીજા લોકોની સાથે તમારી તુલના કરવામાં આવે છે. આ માટે ડેટિંગ એપ પર પરિવાર અને મિત્રોના ગ્રુપ ફોટાની જગ્યાએ સિંગલ ફોટા અપલોડ કરવાની આદત પાડો.

    આ પણ વાંચો: જાણી લો ચિકનગુનિયાના લક્ષણો અને સારવાર

    માસ્ક કાઢીને ફોટો પડાવો


    ઘણાં લોકો માસ્ક પહેરી રાખતા હોય છે. એવામાં તમે ડેટિગ એપ પર જ્યારે પણ ફોટો અપલોડ કરો ત્યારે ખાસ કરીને માસ્ક ના પહેર્યુ હોય એ ટાઇપનો ફોટો સિલેક્ટ કરજો. માસ્ક પહેરેલો ફોટો અપલોડ કરવાથી તમારી પ્રોફાઇલ દરદાર લાગતી નથી અને તમારું રિજેક્શન થવાના ચાન્સિસ વધારે હોય છે.

    બોલ્ડ ફોટો અપલોડ કરશો નહીં


    ડેટિંગ એપ પર અનેક લોકો પોતાના બોલ્ડ ફોટો અપલોડ કરતા હોય છે. તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ ટાઇપના ફોટાનો ઉપયોગ માત્ર ટાઇમ પાસ માટે લોકો કરશે. આ સાથે જ બોલ્ડ ફોટાનો લોકો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે.



    આ લેખમાં આપેલી જાણકારી અને સુચનાઓ માન્યતાઓ પર આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ બાબતો પર અમલ કરતા પહેલાં સંબંધિત જાણકારનો સંપર્ક કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Dating App, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन