Home /News /lifestyle /આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ આમળા, એક ચીરી હાથમાં લેતા પહેલાં વિચારજો સો વાર નહીં તો...

આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ આમળા, એક ચીરી હાથમાં લેતા પહેલાં વિચારજો સો વાર નહીં તો...

આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ આમળા

Side effects of amla: શિયાળામાં ભરપૂર પ્રમાણમાં આમળા આવે છે. આમળામાં વિટામીન સીથી લઇને બીજા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આમળા ખાવાથી સ્વાસ્થયને અનેક ઘણાં ફાયદા થાય છે. પરંતુ જો તમને આ બીમારી છે તો તમારે ક્યારે પણ આમળા ખાવા જોઇએ નહીં.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હવે આમળાની સિઝન શરૂ થઇ ગઇ છે. આમળા અનેક લોકોના પ્રિય હોય છે. આમળા વિટામીન સીથી ભરપૂર હોય છે. આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. આ સાથે જ આમળા એન્ટી ઓક્સીડન્ટ્સથી ભરપૂર હોય છે. તમારામાં વિટામીન સીની ઉણપ છે તો તમારા માટે આમળા સૌથી બેસ્ટ છે. આમળા ખાવાથી વિટામીન સીની ઉણપ પૂરી થાય છે. આમળાને આયુર્વેદનું વરદાન માનવામાં આવે છે. આમળા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે. આ માટે કહેવાય છે કે શિયાળમાં આમળાનો રસ પીવાથી શરીરને અનેક ઘણાં ફાયદા થાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે કેટલીક બીમારી એવી છે જેમાં તમે આમળા ખાઇ શકતા નથી. આ બીમારીઓ તમે આમળા ખાઓ છો તો સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. તો જાણો આ વિશે તમે પણ..

આ પણ વાંચો: ફટાકડા ફોડતા દાઝી જાવો ત્યારે ઘરે કરો આ ઉપચાર

લિવરની તકલીફ


જે લોકોને લિવરને લઇને કોઇ તકલીફ છે એમને ક્યારે પણ આમળા ખાવા જોઇએ નહીં. આ લોકોએ આમળાની સાથે આદુ તો ક્યારે પણ લેવું જોઇએ નહીં. આ ખાવાથી લિવર એન્ઝાઇમ્સનું સ્તર વધી શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

બ્લડ ડિસઓર્ડરના દર્દીઓ


આમળામાં એન્ટીફ્લેટલેટ ગુણ હોય છે. આ માટે જે લોકોને બ્લડ ડિસઓર્ડરની તકલીફ છે એ લોકોએ ક્યારે પણ આમળાનું સેવન કરવું જોઇએ નહીં.

આ પણ વાંચો: રસોડાની ચીકણી ટાઇલ્સ ઓછી મહેનતે આ રીતે ચમકાવો

સર્જરી કરાવવાની હોય


જે લોકોને કોઇ સર્જરી કરાવવાની છે એમને ક્યારે પણ આમળા ખાવા જોઇએ નહીં. આમળા વધારે પ્રમાણમાં ખાવાથી બ્લડિંગ આવવાના ચાન્સિસ વધારે રહે છે. લાંબા સમય સુધી બ્લડિંગ થવાથી હાઇપોક્સિમિયા, ગંભીર એસિડોસ તેમજ મલ્ટીઓર્ગન ડિસઇન્ફેક્શન થઇ શકે છે. આ માટે એક્સપર્ટના જણાવ્યા અનુસાર સર્જરીના ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા આમળા ખાવાનું બંધ કરી દેવું જોઇએ.

કિડનીના દર્દીઓ


જે લોકોને કિડની સાથે સંકળાયેલી કોઇ બીમારી છે એ લોકોએ ક્યારે પણ આમળા ખાવા જોઇએ નહીં. તેમ છતાં તમને કિડનીને લઇને કોઇ બીમારી છે તો તમારે ડોક્ટરની સલાહ લઇને પછી આમળાનું સેવન કરવું જોઇએ.


પ્રેગનન્ટ મહિલા


આમળામાંથી અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે, જે તમે વધારે માત્રામાં ખાઓ છો તો પેટ ખરાબ થઇ શકે છે. જેનાથી ડાયરિયા અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યા પણ થઇ શકે છે. પ્રેગનન્ટ અને ફિડિંગ કરાવતી મહિલાઓમાં આ લક્ષણ ગંભીર રીતે સાબિત થઇ શકે છે. આમ છતાં જો તમે આ બીમારીઓમાંથી પસાઇ થઇ રહ્યા છો અને આમળા ખાવાનું મન થાય છે તો ડોક્ટરની સલાહ લઇને તમે ખાઇ શકો છો.
First published:

Tags: Amla, Amla side effects, Health Tips, Life style

विज्ञापन