Home /News /lifestyle /દરેક હાઉસવાઇફ આ નાની-નાની રીતે પૈસાનું સેવિંગ કરો, ઘડપણમાં છોકરાઓ સલામ ભરશે
દરેક હાઉસવાઇફ આ નાની-નાની રીતે પૈસાનું સેવિંગ કરો, ઘડપણમાં છોકરાઓ સલામ ભરશે
સ્માર્ટ સેવિંગ ટિપ્સ
Saving Tips For Housewife: જો તમે હાઉસવાઇફ છો તો તમારે પૈસાની બચત કરવી ખૂબ જરૂરી છે. આ પૈસાની બચત તમને ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે કામમાં આવે છે. જો તમે આ રીતે પૈસાની બચત કરો છો તો તમને ભવિષ્યમાં કોઇ તકલીફ પડતી નથી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘરમાં પૈસાની બચત થાય એ ખૂબ જરૂરી છે. કહેવાય છે કે ગમે તેટલા પૈસા હોય પરંતુ જો તમે લક્ષ્મીની બચત કરતા નથી તો એક ક્યાંય વેડફાઇ જાય છે એની ખબર પડતી નથી. આમ જો તમે હાઉસ વાઇફ છો અને પૈસાનું સેવિંગ કરવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તમે આ નાની-નાની વાતોને ફોલો કરીને પૈસાનું સેવિંગ કરો છો તો તમારા પૈસા બચે છે અને સાથે તમે લાઇફને ફુલ ટુ એન્જોય કરી શકો છો. આ સાથે જ ઘરમાં તમને કોઇ પૈસાની તકલીફ પડતી નથી. તો જાણો હાઉસ વાઇફે કેવી રીતે પૈસાની બચત કરવી જોઇએ.
વાત જ્યારે પૈસાની આવે ત્યારે પહેલાં ખાસ કરીને એ જાણી લો કે તમારા પૈસા તમે કઇ-કઇ જગ્યાએ યુઝ કરો છો અને તમારો મહિને ખર્ચો કેટલો થાય છે.
પછી તમે તમારા ખર્ચા પર થોડો કંટ્રોલ કરો અને તિજોરીના એક ખુણામાં આ પૈસા મુકતા જાવો. તમને વાત નાની લાગશે પણ બહુ મહત્વની છે. તમે થોડા-થોડા પૈસા આ રીતે મુકતા જશો તો થોડા સમયમાં મોટી રકમ ભેગી થઇ જશે. આ રકમ તમારા માટે એક સેવિંગ થઇ જાય છે.
ઘરેલું શોપિંગ એવો કરો જે વસ્તુની તમારે ખાસ જરૂર હોય. જે વસ્તુની તમારે બેથી ત્રણ મહિના પછી જરૂર છે એ લાવવાનું ઇગ્નોર કરો. આ એક સેવિંગનો મોટો પાર્ટ છે.
આ સાથે જ તમે પોસ્ટમાં ખાતુ ખોલાવો. દર મહિને તમે 500 થી લઇને તમારામાં જેટલી કેપિસિટી હોય એટલા રૂપિયા ભરીને તમે સેવિંગ કરી શકો છો. આમાં અલગ-અલગ ટાઇપની સ્કિમ હોય છે. તમને શરૂઆતમાં આ પૈસા ભરવા અઘરા લાગશે પરંતુ તમારા હાથમાં જ્યારે પૈસા આવશે ત્યારે તમને બહુ કામમાં આવશે.
આ સાથે જ તમને કોઇ દિવાળી, રક્ષાબંધન જેવા તહેવારોમાં વ્યવહારમાં પૈસા આપે છે તો તમે એ વાપરશો નહીં. આ પૈસાને તમે ગલ્લામાં તેમજ તિજોરીના એક ખાનામાં સેવિંગ કરો. આમ કરવાથી તમારી પૈસાની બચત સારી થશે. આ સાથે જ તમે બેન્કમાં તમારું ખાતુ ખોલાવો.
એક હાઉસ વાઇફ તરીકે તમે આ નાની-નાની રીતે પૈસાનું સેવિંગ કરો છો તો તમને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કામમાં આવવા છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર