Home /News /lifestyle /ઘટ્ટ અને લચ્છેદાર 'સીતાફળ બાસુંદી' આ રીતે બનાવો ઘરે, ક્યારે દુકાનમાં લેવા નહીં જાવો

ઘટ્ટ અને લચ્છેદાર 'સીતાફળ બાસુંદી' આ રીતે બનાવો ઘરે, ક્યારે દુકાનમાં લેવા નહીં જાવો

સીતાફળ બાસુંદી બનાવવાની રીત

Sitafal Basundi Recipe: માર્કેટમાં સીતાફળ આવી ગયા છે. સીતાફળ ખાવાની બહુ જ મજા આવે છે. સીતાફળ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો તમે પણ આજે આ રીતે ઘરે બનાવો સીતાફળ બાસુંદી અને માણો મજા.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુણોથી ભરપૂર સીતાફળમાંથી બનતી બાસુંદીનો સ્વાદ કંઇક અલગ જ આવે છે. આ બાસુંદી અને સાથે કોઇ પુરી આપે તો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. સીતાફળ સ્વાસ્થ્યને માટે અનેક રીતે લાભદાયી છે. સીતાફળ બાસુંદી દૂધમાંથી બનતી એક સ્વીટ ડિશ છે. ગુજરાતી લોકોને બાસુંદીનો સ્વાદ બહુ પસંદ પડે છે. અનેક ગુજરાતીઓની ફેવરિટ સ્વીટ ડિશ બાસુંદી હોય છે. સીતાફળ બાસુંદી તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. આ બાસુંદી તમે આ પ્રોપર માપ અને રીતથી બનાવશો તો ટેસ્ટમાં બહાર જેવી બનશે અને મજ્જા આવશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સીતાફળ બાસુંદી.

    સામગ્રી


    એકથી બે સીતાફળ

    દોઢ લીટર ફુલ ફેટવાળુ દૂધ

    બે ચમચી બદામની કતરણ

    આ પણ વાંચો: 'મેથી પરાઠા' બનાવો ત્યારે ખાસ આ રીતે બાંઘો ઘઉંનો લોટ

    બે ચમચી પિસ્તાની કતરણ

    એક ચમચી ઇલાયચી પાવડર

    પાંચ ચમચી ખાંડ

    બનાવવાની રીત



    • સીતાફળ બાસુંદી બનાવવા માટે સૌ પ્રથમ સીતાફળ લો અને એમાંથી બી કાઢી લો. તમારે દરેક બી કાઢવાના રહેશે.

    • એક મોટું વાસણ લો અને એમાં દૂધ ગરમ કરવા માટે મુકો.

    • દૂધનો એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને પછી ઉકળવા દો.

    • દૂઘ ઘટ્ટ થઇ જાય એટલે એમાં ઇલાયચી પાવડર અને ખાંડ નાંખો. તમારા ઘરમાં ગળ્યું વઘારે ભાવે છે તો તમે ખાંડ વધારે એડ કરી શકો છો.


    આ પણ વાંચો: આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઘરે બનાવો કચ્છી દાબેલી



      • આ દૂધ તમારે અડધુ થઇ જાય ત્યાં સુધી ઉકાળવાનું રહેશે.

      • ખાંડ અને ઇલાયચી પાવડર નાંખ્યા પછી દૂધને 10 થી 15 મિનિટ માટે ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો.

      • નોર્મલ ટેમ્પરેચર પર દૂધને ઠંડુ થવા દો.

      • દૂધ થોડુ ઠંડુ થઇ જાય એટલે એમાં સીતાફળનો પલ્પ, બદામની કતરણ અને પિસ્તાની કતરણ નાંખીને મિક્સ કરી દો.

      • ત્યારબાદ ફરીથી બાસુંદીને અડધો કલાક માટે ફ્રિજમાં મુકી દો.

      • નક્કી સમય કર્યા પછી બાઉલમાં લઇ લો અને સર્વ કરો.

      • તો તૈયાર છે સીતાફળ બાસુંદી.

      • આ બાસુંદી તમારે એકદમ ઠંડી પીવી છે તો ફ્રિજમાં વઘારે સમય સુધી મુકી રાખો.






    • આ બાસુંદી બનાવતી વખતે દૂધ વધારે સમય સુધી ઉકાળવાનું રહેશે.

    • તો તમે પણ ઘરે આ રીતે બનાવો સીતાફળ બાસુંદી.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन