Home /News /lifestyle /હિમોગ્લોબીન અને આયરનની ઉણપ પૂરી કરવા ખાઓ આ ટિક્કી, સ્ટેપ બાય સ્ટેપ બનાવો આ રીતે ઘરે

હિમોગ્લોબીન અને આયરનની ઉણપ પૂરી કરવા ખાઓ આ ટિક્કી, સ્ટેપ બાય સ્ટેપ બનાવો આ રીતે ઘરે

પાલક આલુ ટિક્કી રેસિપી

palak aloo tikki recipe: શિયાળામાં મેથી, પાલક જેવી લીલી શાકભાજી બજારમાં એકદમ ફ્રેશ આવે છે. પાલક જેવી લીલોતરીમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. આ વાનગીઓ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળામાં બજારમાં લીલા શાકભાજી એકદમ ફ્રેશ મળે છે. લીલા શાકભાજીમાં પાલક, મેથી તેમજ બીજા અનેક પ્રકારની ભાજી આવતી હોય છે. શિયાળામાં લીલોતરી ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. ગરમી કરતા ઠંડીની સિઝનમાં ખાવાની પણ બહુ મજા આવે છે. આમ, વાત કરીએ તો લીલી ભાજી એટલે કે પાલકમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પાલકમાં રહેલા તત્વો તમારા શરીરમાં અનેક ઉણપો પૂરી કરવાનું કામ કરે છે. આ સાથે જ તમારામાં લોહી ઓછુ છે તો તમે પાલકની વાનગીઓ ખાવાનું શરૂ કરી દો. તો તમે પણ ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક આલુ ટિક્કી.

    સામગ્રી


    2 કિલો પાલક

    4 થી 5 બટાકા

    6 થી 7 ટામેટા

    આ પણ વાંચો: રાજસ્થાની 'બાજરી ખીચડી' આ રીતે બનાવો ઘરે

    અડધી ચમચી જીરું પાવડર

    અડધી ચમચી લાલ મરચું

    3 થી 4 ચમચી ચીઝ

    જરૂર મુજબ તેલ

    સ્વાદાનુંસાર ટોમેટો કેચઅપ

    બનાવવાની રીત



    • પાલક આલુ ટિક્કી બનાવવા માટે સૌ પ્રથમ પાલકને કટ કરીને બરાબર ધોઇ લો.

    • પછી પાલકને ગરમ પાણીમાં નાંખો અને સાફ કરી લો.


    આ પણ વાંચો: વધેલા ચણામાંથી આ રીતે ઘરે બનાવો ટેસ્ટી સેન્ડવિચ



      • હવે બટાકાને બાફી લો.

      • બાફેલા બટાકાને મેશ કરી લો.

      • મેશ કરેલા બટાકામાં ઝીણું સમારેલું પાલક એડ કરો અને મિક્સ કરી દો.

      • આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી દો.

      • ત્યારબાદ આ મિશ્રણમાં ચીઝ નાંખો.

      • પછી જીરું પાવડર, લાલ મરચું અને સ્વાદાનુંસાર મીઠું નાંખો.

      • મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો અને હાથમાં થોડો મસાલો લઇને ગોળાકાર ટિક્કીઓ બનાવી લો.

      • બાખી બચેલા મિશ્રણમાંથી બધી ટિક્કીઓ તૈયાર કરી લો.

      • હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે ટિક્કીઓ ફ્રાય કરી લો.

      • આ ટિક્કીઓ તમારે આછા બ્રાઉન રંગની તળવાની રહેશે. આ ટિક્કી તમારે ફુલ ગેસે તળવાની નથી.

      • હવે આ ટિક્કીઓને તમે પેપર પર મુકી દો જેથી કરીને એમાંથી બધુ તેલ ચુસાઇ જાય.

      • તો તૈયાર છે પાલક આલુ ટિક્કી.






    • આ ટિક્કી સાથે તમે ટોમેટો સોસ ખાઓ છો તો બહુ મજા આવે છે.

    • આ ટિક્કી તમે ઘરે આવતા મહેમાનોં માટે બનાવો છો તો એ ખાઇને ખુશ થઇ જશે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन