Home /News /lifestyle /આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઘરે બનાવો કચ્છી દાબેલી, ચટાકેદાર બનશે અને ખાવાની મજા આવશે

આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઘરે બનાવો કચ્છી દાબેલી, ચટાકેદાર બનશે અને ખાવાની મજા આવશે

દાબેલી બનાવવાની રીત

Dabeli Recipe: ગુજરાતીઓ સ્ટ્રીટ ફુડ ખાવાના બહુ શોખીન હોય છે. સ્ટ્રીટ ફુડ ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. એમાં પણ ખાસ કરીને સ્ટ્રીટ ફુડમાં દાબેલી ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો કચ્છી દાબેલી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુજરાતીઓને સ્ટ્રીટ ફુડ ખૂબ પસંદ હોય છે. સ્ટ્રીટ ફુડ ખાવાની મજા પણ કંઇક અલગ જ હોય છે. ગુજરાતીઓમાં સ્ટ્રીટ ફુડની વાત કરીએ તો એમાં ઢોકળા, ફાફડાથી લઇને અનેક એવી વાનગીઓ છે જે લોકોને બહુ પસંદ પડે છે અને ખાવાની પણ મજા આવે છે. આવું જ એક સ્ટ્રીટ ફુડ દાબેલી છે. દાબેલી અનેક લોકોની પ્રિય હોય છે. ગુજરાતીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દાબેલી અનેક લોકોની ફેવરીટ હોય છે. કચ્છની દાબેલી અનેક લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કચ્છી દાબેલી.

    સામગ્રી


    5 થી 6 પાઉં

    3 થી 4 બાફેલા બટાકા

    એક ડુંગળી

    અડધી ચમચી જીરું

    આ પણ વાંચો: કમરમાં થતા દુખાવામાંથી છૂટકારો મેળવવા ખાઓ આ લાડુ

    અડધી ચમચી વરિયાળી

    એક ચમચી તેલ

    તજ

    લવિંગ

    અડધી ચમચી કાળા મરી

    બે ચમચી નારિયેળની છીણ

    અડધી ચમચી હળદર

    આ પણ વાંચો: અમદાવાદની આ જગ્યાએ નાસ્તા ખાવા થાય છે પડાપડી

    એક ચમચી આખા ઘાણાં

    એક ચમચી ખાંડ

    અડધી ચમચી આમચૂર

    આંબલીની ચટણી

    લીલી ચટણી

    બે ચમચી મગફળી

    બે ચમચી દાડમ

    જરૂર મુજબ તેલ

    માખણ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત





      • ગુજરાતી સ્ટ્રીટ ફુડ દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ મસાલો બનાવવાની તૈયારી કરો.

      • આ માટે કડાઇમાં આખા ધાણાં, વરિયાળી, જીરું, કાળા મરી, તજ, લવિંગ, સુકાયેલું નારિયેળ અને સુકા લાલ મરચા નાંખો.

      • પછી આમાં લવિંગ નાંખીને ધીમી ગેસે મસાલાને શેકી લો.

      • જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને મસાલા ઠંડા થવા દો.

      • હવે આ બધા મસાલાને મિક્સરમાં નાખો અને એમાં આમચૂર, ખાંડ, હળદર અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને મિક્સરમાં નાંખીને પીસી લો અને એક વાસણમાં લઇ લો.

      • તો દાબેલી માટે મસાલો તૈયાર છે.

      • પછી બાફેલા બટાકા લો અને એની છાલ કાઢીને મેશ કરી લો.

      • એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો અને એમાં દાબેલીનો મસાલો નાંખો.

      • દાબેલીનો મસાલો નાંખ્યા પછી આંબલીની ચટણી નાંખો અને એમાં થોડુ પાણી મિક્સ કરીને બરાબર હલાવી દો.






    • તેલમાં નાંખ્યા પછી ઓછામાં ઓછુ બે મિનિટ થવા દો અને પછી એમાં બાફેલા બટાકા નાંખીને સ્વાદાનુંસાર મીઠું નાખો.

    • એક મિનિટ સુધી થવા દો અને ગેસ બંધ કરી દો.

    • આ મિશ્રણને એક બાઉલમાં લઇ લો અને એમાં ઉપરથી નારિયેળની છીણ, કોથમીર, દાડમ, સેવ અને સિંગ નાંખીને ટોપિંગ કરી લો.

    • નોનસ્ટિક તવી ગરમ કરવા માટે મુકો અને એની ઉપર પાઉં મુકો.

    • આ પાઉંની ચારેબાજુ બટર લગાવો અને પાઉંની વચ્ચે આ મસાલો ભરી દો.

    •  હવે દાબેલીને રોસ્ટ કરી લો.

    • તો તૈયાર છે કચ્છી દાબેલી.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन