Home /News /lifestyle /'મેથી પરાઠા' બનાવો ત્યારે ખાસ આ રીતે બાંઘો ઘઉંનો લોટ, સ્વાદમાં બહાર જેવા ટેસ્ટી બનશે

'મેથી પરાઠા' બનાવો ત્યારે ખાસ આ રીતે બાંઘો ઘઉંનો લોટ, સ્વાદમાં બહાર જેવા ટેસ્ટી બનશે

આ રીતે ઘરે બનાવો મેથીના પરાઠા

Methi paratha recipe: શિયાળામાં લીલા શાકભાજી માર્કેટમાં સરળતાથી મળી રહે છે. શિયાળામાં લીલા શાકભાજીમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવીને ખાઇ શકો છો. આવી જ એક મસ્ત રેસિપી અમે તમારી માટે લઇને આવ્યા છીએ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રેક ફાસ્ટ હોય લંચ કે પછી ડિનર, દરેક માટે મેથીના પરાઠા એક પરફેક્ટ ફુડ ડિશ છે. સ્વાદથી ભરપૂર મેથી પરાઠા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મેથી, પાલક જેવા લીલા શાકભાજી મળવા લાગે છે. શિયાળાની સિઝનમાં ખાવાની પણ મજા આવે છે. જો કે મેથીમાંથી અનેક પ્રકારની ડિશ બનાવવામાં આવે છે. મેથી  ડાઇજેશન માટે પણ સૌથી બેસ્ટ છે. એવામાં મેથી પરાઠા તમારા માટે સૌથી બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. મેથી પરાઠા ટેસ્ટી બનાવવા હોય તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણી લો ઘરે કેવી રીતે બનાવશો ટેસ્ટી મેથી પરાઠા.

    સામગ્રી


    બે કપ ઘઉંનો લોટ

    2 કપ ઝીણી સમારેલી મેથી

    ¼ કપ દહીં

    અડધી ચમચી અજમો

    આ પણ વાંચો: અમદાવાદની અહીં નાસ્તા ખાવા થાય છે પડાપડી

    ¼ ટી સ્પૂન લાલ મરચું

    ¼ ટી સ્પૂન જીરું પાઉડર

    જરૂર મુજબ તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    અડધી ચમચી હળદર

    એક ચમચી આદુની પેસ્ટ

    બનાવવાની રીત



    • મેથી પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ સૌથી પહેલા મેથીને કટ કરીને એને બે પાણીથી ધોઇ લો.

    • પછી એક મોટા બાઉલમાં આ મેથીને લઇ લો.


    આ પણ વાંચો: કમરમાં થતા દુખાવામાંથી છૂટકારો મેળવવા ખાઓ આ લાડુ



      • મેથી સાથે દહીં નાંખો અને મિક્સ કરી દો.

      • આમ કરવાથી મેથીની કડવાશ દૂર થઇ જશે.

      • ત્યારબાદ આ મિશ્રણમાં હળદર, લાલ મરચું, જીરું પાવડર, અજમો, આદુની પેસ્ટ અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને આ બધુ બરાબર મિક્સ કરી લો.

      • આમાં ઘઉંનો લોટ નાંખો અને બે ચમચી તેલ મોણ માટે નાંખો.

      • તેલ નાખવાથી પરાઠા સોફ્ટ થાય છે.

      • હવે લોટને અડધો કલાક માટે ઢાંકીને રહેવા દો.

      • પછી બાંધેલા લોટમાંથી ગુલ્લા બનાવી લો અને પરાઠા વણી લો.

      • એક નોનસ્ટિક પેન લો અને એને ગરમ કરવા માટે મુકો.

      • પેન ગરમ થઇ જાય એટલે એમાં પરાઠા નાંખો અને ચારેબાજુ તેલ નાંખીને થવા દો.

      • આછા બ્રાઉન રંગનું શેકાઇ જાય એટલે પ્લેટમાં લઇ લો.






    • તો તૈયાર છે મેથી પરાઠા.

    • આ મેથી પરાઠા દહીં અને સોસ સાથે ખાવાની બહુ મજા આવે છે.

    •  તો તમે પણ ઘરે બનાવો મેથી પરાઠા.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन