Home /News /lifestyle /રવિવારના દિવસે રસોડામાંથી ફટાફટ બહાર આવવા આ રીતે ઘરે બનાવો ટેસ્ટી 'દાળ ઢોકળી'

રવિવારના દિવસે રસોડામાંથી ફટાફટ બહાર આવવા આ રીતે ઘરે બનાવો ટેસ્ટી 'દાળ ઢોકળી'

દાળ ઢોકળી ઘરે બનાવો

Dal Dhokli recipe: અનેક ગુજરાતીઓના ઘરમાં રવિવારના દિવસે દાળ ઢોકળી બનતી હોય છે. દાળ-ઢોકળી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. પરંતુ મોટાભાગના લોકોના ઘરે દાળ ઢોકળી ચીકણી બને છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગુજરાતીઓમાં દાળ ઢોકળી એક ફેમસ વાનગી છે. દાળ ઢોકળી ખાવાની પણ એક મજા આવે છે. અનેક લોકોના ઘરમાં રવિવારની બપોરે જમવામાં દાળ ઢોકળી હોય છે. દાળ ઢોકળી તમે અનેક પ્રકારની બનાવી શકો છો જેમ કે મગની દાળની, તુવેરની દાળની, રાજસ્થાની દાળ ઢોકળી વગેરે..આ ઢોકળીમાંથી મોટાભાગના લોકોના ઘરે તુવેરની દાળની દાળ ઢોકળી બનતી હોય છે. પરંતુ આ દાળ ઢોકળી બનાવતી વખતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે દાળ ઢોકળી ચીકણી બને છે. જો તમારાથી પણ આવું થાય છે તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો હવે ઘરે કેવી રીતે દાળ ઢોકળી બનાવશો.

    સામગ્રી


    એક કપ તુવેરની દાળ

    10 થી 12 નંગ સિંગદાણા

    અડધી ચમચી અજમો

    આ પણ વાંચો: ઘટ્ટ અને લચ્છેદાર 'સીતાફળ બાસુંદી' આ રીતે બનાવો ઘરે

    અડધી ચમચી તલ

    અડધો કપ ઘઉંનો કકરો લોટ

    એક ચમચી ધાણાજીરું

    એક ચમચી લાલ મરચુ

    ચપટી હિંગ

    એક ચમચી જીરું

    બે આખા લાલ મરચા

    8 થી 10 મીઠા લીમડાના પાન

    4 ચમચી તેલ

    હુંફાળુ પાણી

    સ્વાદાનુંસાર મીઠું

    જરૂર મુજબ ગોળ

    ઝીણી સમારેલી કોથમીર

    બનાવવાની રીત



    • દાળ ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ તુવેરની દાળ બે પાણીથી ધોઇને કુકરમાં બાફી લો.

    • દાળ બફાઇ જાય પછી એને બ્લેન્ડરની મદદથી થોડુ પાણી નાંખીને બ્લેન્ડ કરી લો. આમ કરવાથી દાળ મસ્ત થઇ જશે.


    આ પણ વાંચો: 'મેથી પરાઠા' બનાવો ત્યારે ખાસ આ રીતે બાંઘો ઘઉંનો લોટ



      • આ દાળમાં તમે સિંગદાણા, લાલ મરચું, હળદર, મીઠું નાંખીને દાળના સ્વાદ પ્રમાણે મસાલો કરી લો.

      • પછી આ દાળને ધીમા ગેસે ઉકળવા દો.

      • હવે લોટ બાંધવાની તૈયારી કરો.

      • મોટાભાગના લોકો ઘઉંનો લોટ લેતા હોય છે. જો તમે પણ આ લોટ લો છો તો ઢોકળી ચીકણી થશે. આ માટે તમે ઘઉંનો કકરો લોટ લો.

      • આ લોટમાં હવે હળદર, મરચું, મીઠું, તેલ, તલ, અજમો નાંખો.

      • ત્યારબાદ ધીરે-ધીરે પાણી નાંખતા જાવો અને લોટ બાંઘો.

      • લોટ તમારે થોડો કડક બાંધવો જેથી કરીને ઢોકળી સારી થાય.

      • આ લોટમાંથી નાના-નાના ગુલ્લા કરો અને મોટી રોટલી વણી લો.

      • પછી ચપ્પુ કે કટરની મદદથી રોટલીમાંથી નાના-નાના ચોરસ ટુકડાઓ કટ કરી લો.

      • હવે પીસને દાળમાં નાંખો અને થવા દો.

      • આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી વઘારની તૈયારી કરો.

      • વઘાર કરવા માટે એક પેનમાં ત્રણ ચમચી તેલ મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઇ, હિંગ, જીરું, મીઠો લીમડો નાંખો.

      • હવે આ વઘારને ઢોકળીમાં નાંખી દો.






    • આમ કરવાથી દાળનો અલગ જ કલર અને ટેસ્ટ આવી જશે.

    • છેલ્લે લીંબુનો રસ અને ગોળ નાંખો અને 10 મિનિટ માટે થવા દો.

    • તો તૈયાર છે દાળ ઢોકળી.

    • આ દાળ ઢોકળી ખાવાની બહુ જ મજા આવે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन