Home /News /lifestyle /Dev Diwali Special Recipe: દેવ દિવાળીના ખાસ દિવસે શ્રીખંડ બનાવીને ભગવાનને ધરાવો ભોગ, આ રીતે ઘરે બનાવો

Dev Diwali Special Recipe: દેવ દિવાળીના ખાસ દિવસે શ્રીખંડ બનાવીને ભગવાનને ધરાવો ભોગ, આ રીતે ઘરે બનાવો

શ્રીખંડ બનાવવાની રીત

Dev Diwali Recipe: દેવ દિવાળીનું અનેરું મહત્વ રહેલું છે. દેવ દિવાળીના આ ખાસ દિવસે અનેક મંદિરોને સજાવવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે તમે પણ ભગવાનને શ્રીખંડનો ભોગ ધરાવો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો શ્રીખંડ.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હિન્દુ પંચાગ અનુસાર 7 નવેમ્બરના રોજ દેવ દિવાળી છે. આ દિવસનું ખાસ મહત્વ રહેલું છે. આ દિવસોમાં મંદિરોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ભગવાનને ભોગ અર્પિત કરવા માટે જાતજાતના પકવાન બનાવવામાં આવે છે. તો આજે અમે તમને એક મસ્ત સ્વીટ ડિશ બનાવતા શીખવાડીશું જે ભોગની થાળીમાં તમે મુકીને ભગવાનને ભોગ ધરાવી શકો છો. દેવ દિવાળીના આ ખાસ દિવસે તમે પણ ઘરે બનાવો શ્રીખંડ બનાવો. આ રેસિપી બહુ સરળ છે. ભોગ ધરાવ્યા પછી તમે પોતે પણ આ શ્રીખંડ ખાઇ શકો છો. આ શ્રીખંડ તમે બહુ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ સાથે જ તમે ડિનરમાં ડેઝર્ટ તરીકે પણ ખાઇ શકો છો. તો જાણી લો તમે પણ આ રેસિપી.

    સામગ્રી


    એક કિલો દહીં

    એક ચમચી ઇલાયચી પાવડર

    10 બદામ

    10 કાજુ

    આ પણ વાંચો:  ફટાફટ આ રીતે ઘરે બનાવો 'દાળ ઢોકળી'

    7 થી 8 પિસ્તા

    અડધી ચમચી કેસર

    ખાંડ

    બનાવવાની રીત



    • શ્રીખંડ બનાવવા માટે સૌ પ્રથમ એક કિલો દહીં લો અને એમાંથી બધુ પાણી નિકાળી દો. આ માટે તમે ઘટ્ટ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો.


    આ પણ વાંચો: 'મેથી પરાઠા' બનાવો ત્યારે ખાસ આ રીતે બાંઘો ઘઉંનો લોટ



      • દહીંનું પાણી નિકાળવા માટે મલમલનું કપડુ ગરણીમાં મુકી દો. ટ

      • પછી ગરણીને એક મોટા વાસણ પર મુકી દો.

      • આ કપડા પર દહીં મુકો. આમ કરવાથી દહીંમાંથી બધુ પાણી નિકળી જશે. આ કપડાને તમારે ચારેબાજુથી બંધ કરવાનું રહેશે.

      • આ દહીંને તમે 6 થી 7 કલાક માટે આમ જ મુકી રાખો.

      • હવે આ દહીંને એક વાસણમાં લઇ લો અને 3 થી 4 મિનિટ માટે બરાબર ફેંટી લો.

      • ત્યારબાદ દહીંમાં ઇલાયચી પાવડર અને કેસર નાંખીને બરાબર મિક્સ કરી લો.

      • આ સમયે શ્રીખંડમાં ગઠ્ઠા ના પડી જાય એ માટે બરાબર ફેંટી લો.

      • પછી બદામ, કાજુ અને પિસ્તાની કતરણ કરી લો અને શ્રીખંડમાં એડ કરો.

      • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

      • આ શ્રીખંડને તમે ફ્રીજમાં મુકી દો અને પછી ભોગ ધરાવો.






    • છેલ્લે તમે ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો.

    • તો તૈયાર છે શ્રીખંડ.

    • આ શ્રીખંડ તમે ભગવાનને ભોગ ધરાવો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन