Home /News /lifestyle /Bread Pakoda Recipe: બહાર લારી જેવા ચટાકેદાર 'બ્રેડ પકોડા' બનાવો આ રીતે, નોંધી લો સરળ રીત

Bread Pakoda Recipe: બહાર લારી જેવા ચટાકેદાર 'બ્રેડ પકોડા' બનાવો આ રીતે, નોંધી લો સરળ રીત

બ્રેડ પકોડા બનાવવાની સરળ રીત

Bread pakdoa recipe: દરેક લોકોને અલગ-અલગ નાસ્તા ખાવાની મજા આવતી હોય છે. સવારના નાસ્તામાં તમે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીને ખાઓ છો તો તમને મજા આવે છે. તો તમે પણ નાસ્તામાં આ રીતે ઘરે બનાવો બ્રેડ પકોડા.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રેડ પકોડા ખાવાની બહુ જ મજા આવે છે. બ્રેડ પકોડા બાળકોની ફેવરીટ ફુડ ડિશ છે જે બ્રેક ફાસ્ટમાં બનાવવામાં આવે છે. ઘણાં નાસ્તા એવા હોય છે જે તમે ખૂબ સરળતાથી ઘરે બનાવી શકો છો. સ્વાદથી ભરપૂર બ્રેડ પકોડા બનાવવા ખૂબ સરળ છે. ઘણી વાર રૂટિનના નાસ્તા કરીને આપણે કંટાળી જઇએ છીએ જેના કારણે કંઇક નવું ખાવાની ઇચ્છા દરેક વ્યક્તિને થતી હોય છે. એવામાં સુરતના બ્રેડ પકોડા બહુ ફેમસ છે. બ્રેડ પકોડા તમે ખૂબ સરળતાથી ઘરે બનાવી શકો છો. બ્રેડ પકોડા બનાવવા માટે તમારે વઘારે કોઇ સામગ્રીની જરૂર પડતી નથી. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો બ્રેડ પકોડા.

    સામગ્રી


    8 બ્રેડ સ્લાઇસ

    3 થી 4 બટાકા

    એક કપ બેસન

    એક ચમચી ચોખાનો લોટ

    આ  પણ વાંચો: હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે મધ-લસણ

    બે લીલા મરચા

    ઝીણી સમારેલી કોથમીર

    અડઘી ચમચી જીરા પાવડર

    અડઘી આમચૂર પાવડર

    ચપટી બેકિંગ સોડા

    તળવા માટે તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • બ્રેડ પકોડા બનાવવા માટે સૌ પ્રથમ સૌથી પહેલાં બટાકાને બાફી લો.

    • ત્યારબાદ આ બટાકાની છાલ કાઢી લો.


    આ પણ વાંચો: જાણો હેલ્ધી બેબી માટે આલિયાનો શું હતો ડાયટ પ્લાન



      • હવે આ બટાકાને મેશ કરી લો.

      • પછી લીલા મરચા, કોથમીરને ઝીણાં સમારી લો.

      • ત્યારબાદ મેશ કરેલા બટાકામાં લીલા મરચા, કોથમીર, લાલ મરચું, જીરુ પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો અને સ્વાદાનુંસાર મીઠુ નાખીને બધી સામગ્રીઓ સારી રીતે મિક્સ કરી દો.

      • હવે એક બાઉલ લો અને એમાં બેસન અને ચોખાનો લોટ મિક્સ કરી દો.

      • પછી આમાં થોડુ-થોડુ પાણી મિક્સ કરીને ખીરું બનાવી લો.

      • આ ખીરું તમારે બહુ પાતળુ બનાવવાનું નથી.

      • પછી બે બ્રેડની સ્લાઇસ લો અને એક ઉપપ મસાલો ફેલાવી દો અને બીજી બ્રેડની સ્લાઇસ ઉપર રાખો અને હળવા હાથે પ્રેસ કરો.

      • ચપ્પાની મદદથી બ્રેડને ત્રિકોણ આકારમાં કટ કરી લો.

      • આમ કરીને બધી બ્રેડ તૈયાર કરી લો.

      • એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.






    • તેલ ગરમ થઇ જાય એટલે બ્રેડને તળી લો.

    • આછા બ્રાઉન રંગની બ્રેડ થાય એટલે એક પ્લેટમાં લઇ લો.

    • તો તૈયાર છે બ્રેડ પકોડા.

    • આ બ્રેડ પકોડા તમે સોસ સાથે ખાઓ છો તો મજા આવે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन
    विज्ञापन