Home /News /lifestyle /નોન સ્ટીક વાસણોથી થાય છે આ 6 ભયંકર નુકસાન, જાણશો તો બહાર ફેેંકી દશો

નોન સ્ટીક વાસણોથી થાય છે આ 6 ભયંકર નુકસાન, જાણશો તો બહાર ફેેંકી દશો

નોન સ્ટિક વાસણોનો યુઝ કરતા પહેલાં વાંચી લો આ

non stick cookware dangerous for health: મોટાભાગનાં લોકો રસોડામાં નોન સ્ટિક વાસણોનો ઉપયોગ કરતા થઇ ગયા છે. નોન સ્ટિક વાસણો હેલ્થને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. જો તમે નોન સ્ટિક વાસણોનો યુઝ કરો છો તો પહેલાં ખાસ જાણી લો આ માહિતી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં ભારતીય કિચન મોડ્યુલર બનતા જાય છે. લોકો માત્ર સ્માર્ટ કિચન જ નહીં, પરંતુ સ્માર્ટ કુકિંગ પણ કરી રહ્યા છે. આ સાથે જ ઘણાં બધા લોકો એવા છે જે પોતાના સ્વાસ્થ્યને લઇને જાગરુક થઇ ગયા છે. એવામાં એ લોકો કોશિશ કરે છે કે ખાવામાં તેલ-મસાલોનો ઉપયોગ ઓછો કરે. આ વાતને ધ્યાનમાં રાખીને લોકોએ નોન-સ્ટિક વાસણોને રસોડાનો એક હિસ્સો બનાવી દીધો છે. પરંતુ ઘણાં બધા લોકો એવું વિચારે છે કે નોન સ્ટિક વાસણોમાં તેલનો ઉપયોગ ઓછો થાય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ લોકો એ વાતને જાણતા નથી કે તમે જે વસ્તુને હેલ્ધી સમજી રહ્યા છો એનાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો કેવી રીતે...

    આ પણ વાંચો: ન્હાતી વખતે આ નેચરલ ઉબટન લગાવો શરીર પર

    નોન સ્ટિક વાસણોમાં તેલનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે જેના કારણે એને સાફ કરવામાં સરળતા પડે છે. પરંતુ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે કારણકે નોન સ્ટિક વાસણોમાં કોટિંગ માટે પોલીટેટ્રાફ્લૂરોએથલિન (PTFE) નો ઉપયોગ કરવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે નોન સ્ટિક વાસણોમાં ખાવાનું ચોંટતુ નથી. આને ટેફલોન કહેવામાં આવે છે જેનેPFOA - perfluorooctanoic acid થી તૈયાર કરવામાં આવે છે. આ એક પ્રકારનું કેમિકલ હોય છે.

    નોંધનીય છે કે, વર્ષ 2013માં નોન સ્ટિક વાસણો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ માટે ઘણાં ખરા નોનસ્ટિક વાસણો પર  PFOA-ફ્રી જાણકારી આપવામાં આવે છે. ભલે આ કેમિકલનો ઉપયોગ નોન સ્ટિક વાસણો પર બંધ થઇ ગયો છે પરંતુ આની બદલીમાં બીજા કોઇ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

    આ પણ વાંચો: Dating app પર ફોટો અપલોડ કરો ત્યારે આ ધ્યાન રાખો

    નોન સ્ટિક વાસણોથી થાય છે આ 7 નુકસાન





      • અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર નોન સ્ટિક વાસણોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીઓનું જોખમ વધી જાય છે.

      • કિડની સાથે જોડાયેલી સમસ્યા થવાનું રિસ્ક વધી જાય છે.

      • થાઇરોઇડ જેવી સમસ્યા થઇ શકે.

      • ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી શકે છે.






    • નોન સ્ટિક જમવાનું બનાવવાથી આયરનની ઉણપ થઇ શકે છે. આનાથી લોહીની ઉણપ અને એનિમીયા થઇ શકે છે.

    • મસ્તિષ્ક સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ શકે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन