વાળને કુદરતી રીતે કરવા છે સ્ટ્રેટ? આ રહ્યાં અસરકારક ઘરેલુ ઉપાય

પ્રતિકાત્મક તસવીર

મહિલાઓ વાળને સ્ટ્રેટ રાખવા માટે કેમિકલનો ઉપયોગ કરવાનું જોખમ લે છે. ત્યારે અહીં કુદરતી રીતે વાળને કઈ રીતે સ્ટ્રેટ કરી શકાય તેના કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે

 • Share this:
  વાળ દરેક મહિલાનું ઘરેણું છે. એમાં પણ સ્ટ્રેટવાળની ઈચ્છા દરેક મહિલા રાખે છે. જોકે, તેઓ વાળને સ્ટ્રેટ રાખવા માટે કેમિકલનો ઉપયોગ કરવાનું જોખમ લે છે. ત્યારે અહીં કુદરતી રીતે વાળને કઈ રીતે સ્ટ્રેટ કરી શકાય તેના કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે.

  દૂધ અને ઇંડાના મિશ્રણનો ચમત્કાર

  એક કપ દૂધ અને એક ઈંડુ વાળને સ્ટ્રેટ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઇંડાને દૂધમાં ભેળવી થોડો સમય રાખો. ત્યાર બાદ આ મિશ્રણને બ્રશથી વાળ ઉપર લગાડો. અડધાથી એક કલાક સુધી આ મિશ્રણ વાળ ઉપર રાખો અને ટુવાલથી વાળ ઢાંકી દો. ત્યાર બાદ વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ નાંખો. આ મિશ્રણના કારણે સારું પરિણામ મળશે.

  આ પણ વાંચોસામાન્ય માણસને વધુ એક ઝટકો, મોંઘી થશે ઇન્શ્યોરન્સ પોલિસી, જાણો નવો પ્લાન અને ક્યારે વધશે પ્રીમિયમ

  એલોવેરા અને કોકોનટ તેલનું મિશ્રણ આશ્ચર્યજનક પરિણામ આપશે

  એલોવેરા(કુંવારપાઠું) વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. એલોવેરામાં અડધો કપ કોકોનટ તેલ નાખો. આ મિશ્રણને વાળ ઉપર લગાવી એક કલાક સુધી રાખો. ત્યારબાદ વાળ ધુઓ. તેનાથી વાંકડિયા વાળની સમસ્યા દૂર થશે.

  વિનેગરનો જાદુ કરશે કમાલ

  વિનેગરને પ્રાકૃતિક ક્લીન્સર ગણવામાં આવે છે અને જો તે વાળમાં લગાવવામાં આવે વાળ સાફ થાય છે. તેમજ મુલાયમ પણ બને છે. ત્રણ ચમચી એપલ વિનેગરને બે કપ પાણીમાં ઉમેરો. હવે તમારા વાળ શેમ્પૂથી ધુઓ અને ત્યાર બાદ આ મિશ્રણને ધીમે ધીમે વાળમાં લગાવો. આવું કરવાથી વાળ સ્ટ્રેટ થઈ જશે.

  આ પણ વાંચોજાણવા જેવું : કોવિડ વેક્સિનેશન બાદ તમે શું કરી શકો અને શું નહીં

  વાળને તંદુરસ્ત રાખતી મુલતાની માટી

  મુલતાની માટીનો ઉપયોગ ચામડી પર તો થાય જ છે. મુલતાની માટીને વાળ મજબૂત કરવા માટે પણ વાપરી શકાય છે. બે ચમચી મુલતાની માટીનો પાવડર થોડા પાણીમાં ભેળવો. જેનાથી પેસ્ટ બનશે. આ પેસ્ટને વાળ ઉપર લગાવો. મિશ્રણને એક કલાક સુધી વાળમાં લગાવેલું રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી વાળ ધોઈ નાખો.

  કોકોનટ મિલ્કનો ઉપયોગ અસરદાર

  લોકો પોતાના શરીર માટે વિવિધ પ્રકારે કોકોનટ મિલ્કનો ઉપયોગ કરે છે. વાળ માટે પણ કોકોનટ મિલ્ક ફાયદાકારક સાબિત થઈ શકે છે. અડધો કપ કોકોનટ મિલ્કને બે ચમચી કોર્નસ્ટાર્કમાં મિક્સ કરી લગાવવાથી વાળ મજબૂત થાય છે. તેને વાળમાં લગાવવા માટે હેર બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. મિશ્રણને એક કલાક સુધી માથામાં લગાડેલું રાખ્યા બાદ તેને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ નાખવું. આ ઉપાયથી વાળ સ્ટ્રેટ થશે અને તંદુરસ્ત રહેશે.
  First published: