Lifestyle: જીવનશૈલીમાં આટલો ફેરફાર કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મળી શકે છે મદદ
Lifestyle: જીવનશૈલીમાં આટલો ફેરફાર કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મળી શકે છે મદદ
જીવનશૈલીમાં આટલો ફેરફાર કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મળી શકે છે મદદ
Health Tips: બ્લડપ્રેશર લો (Low blood pressure) હોય ત્યારે તો થાકનો અનુભવ કે ચક્કર (Dizzy) આવવા જેવા લક્ષણો જોવા મળે છે પણ બ્લડપ્રેશર હાઈ હોય ત્યારે તેવું થતું નથી. જેથી સમયાંતરે બ્લડપ્રેશર ચેક કરાવીને જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવવા જરૂરી બની જાય છે. અહીં બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા કઈ તકેદારીઓ રાખી શકાય તે અંગે જાણકારી આપીશું
વર્તમાન સમયમાં અનેક લોકો હાઈ બ્લડપ્રેશર (Blood pressure)ની સમસ્યાથી પીડાય છે. દર વર્ષે નવા દર્દીઓ ઉમેરાતા જાય છે. બ્લડપ્રેશર હાઈ રહેવા પાછળ ઘણા બધા કારણ જવાબદાર છે. પણ સૌથી મોટું કારણ લોકો દ્વારા જીવનશૈલી (Lifestyle) પ્રત્યે રાખવામાં આવતી બેદરકારી છે. બ્લડપ્રેશર લો (Low blood pressure) હોય ત્યારે તો થાકનો અનુભવ કે ચક્કર (Dizzy) આવવા જેવા લક્ષણો જોવા મળે છે પણ બ્લડપ્રેશર હાઈ હોય ત્યારે તેવું થતું નથી. જેથી સમયાંતરે બ્લડપ્રેશર ચેક કરાવીને જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવવા જરૂરી બની જાય છે. અહીં બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા કઈ તકેદારીઓ રાખી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી છે.
વજન ઘટાડો
વધતા વજન સાથે બ્લડપ્રેશરમાં પણ વધારો થતો હોય છે. જેથી વજનમાં ઘટાડો કરીને બ્લડપ્રેશરને કંટ્રોલમાં લાવી શકાય છે. વધુ પડતું વજન હોવાને કારણે ઊંઘતી વખતે શ્વાસ લેવામાં ખલેલ પડી શકે છે, જેને સ્લીપ એપનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કારણે તમારા બ્લડપ્રેશરમાં વધારો થાય છે.
શરીરમાં થતી બધી જ બીમારીઓ આપણા આહાર સાથે સંકળાયેલી છે. અનાજ, ફળો, શાકભાજી અને ઓછી ચરબીની ડેરી પેદાશો ધરાવતા આહારને ડાયેટરી એપ્રોચિસ ટુ સ્ટોપ હાયપરટેન્શન (DASH) કહેવામાં આવે છે. આવો આહાર લેવાથી તમારા બ્લડપ્રેશરને 11 એમએમ એચજી સુધી ઘટાડવામાં મદદ મળી શકે છે
સોડિયમ ઘટાડો
સોડિયમમાં લેવામાં થોડો ઘટાડો પણ હૃદયની તંદુરસ્તીને સુધારી શકે છે. મેયો ક્લિનિકના અહેવાલ મુજબ હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકો સોડિયમમાં કાપ મુકે તો બ્લડપ્રેશરમાં 5થી 6 એમએમ એચજીનો ઘટાડો થશે. બ્લડ પ્રેશર પર મીઠાના સેવનની અસર અલગ લોકો પર અલગ અલગ હોય છે. જો તમને હાઈ બીપી હોય તો સોડિયમ ઘટાડવા માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો
શારીરિક પ્રવૃત્તિ નિયમિત કરવાથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. કસરત દરરોજ કરવી જરૂરી છે, કારણ કે જો તમે કસરત કરવાનું બંધ કરી દેશો તો બ્લડપ્રેશર ફરી વધી શકે છે. હાઈપરટેન્શન વખતે નિયમિત શારીરિક એક્ટિવિટી બ્લડપ્રેશર કંટ્રોલમાં લાવી શકે છે.
ધુમ્રપાન અને આલ્કોહોલ પર લગામ લગાવો
ધૂમ્રપાન કરવાથી તમારું બ્લડપ્રેશર વધે છે. જેથી સિગારેટ ધુમ્રપાન છોડીને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો. સિગારેટનું સેવન બંધ કરવાથી હૃદયરોગનું જોખમ ઓછું થઈ શકે છે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. બીજી તરફ આલ્કોહોલ બ્લડ પ્રેશર માટે સારું અને ખરાબ બંને હોઈ શકે છે. નેશનલ લાયબ્રેરી ઓફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, આલ્કોહોલ શરૂઆતમાં (પેટમાં જાય તેના 12 કલાક સુધી) બ્લડ પ્રેશર ઘટાડે છે અને તે પછી બ્લડ પ્રેશર વધારે છે.
બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે તમે કેફીન પર કાપ મૂકવો, તણાવ ઓછો કરવો, પ્રોટીનયુક્ત આહાર લેવો અને યોગ્ય ઊંઘ લેવી જેવી તકેદારીઓ પણ રાખી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર