Home /News /lifestyle /આ રીતે આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરો, 6 મહિના સુધી ફ્રેશ રહેશે

આ રીતે આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરો, 6 મહિના સુધી ફ્રેશ રહેશે

આદુ લસણની પેસ્ટ બનાવો

Kitchen Tips: આ કિચન ટિપ્સ દરેક વર્કિંગ વુમન્સ માટે સૌથી બેસ્ટ છે. વર્કિંગ વુમન્સને રસોઇ બનાવવી કંટાળાજનક લાગતી હોય છે. આ માટે કેટલીક એવી સરળ ટિપ્સ હોય છે જેની મદદથી તમે ફટાફટ મસ્ત રસોઇ બનાવી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતીય રસોઇમાં આદુ અને લસણનો ઉપયોગ કરવામાં આવે છે. આદુ-લસણ વગર રસોઇનો સ્વાદ ફિક્કો અને અધૂરો લાગે છે. લસણ-આદુ રસોઇમાં જ્યારે એડ કરીએ ત્યારે સ્વાદ અને સુગંધ મસ્ત આવે છે. પરંતુ ઘણી વાર એવું થાય છે કે જલદી-જલદી ખાવાનું બનાવવામાં આપણે આદુ-લસણની પેસ્ટ બનાવતા નથી અને એનો ઉપયોગ કરતા નથી. આમ જો તમે આદુ-લસણની પેસ્ટનો ઉપયોગ કરવા ઇચ્છો અને એ રોજ બનાવવાની ઝંઝટમાંથી છૂટકારો મેળવવા ઇચ્છો છો તો આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરી દો. તમે આ રીતે આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરશો તો એ બગડશે નહીં અને તમે યુઝ પણ કરી શકો છો. આ પેસ્ટનો તમે ગમે ત્યારે યુઝ કરી શકો છો. આ રીતે સ્ટોર કરશો તો 6 મહિના સુધી ફ્રેશ રહેશે. તો જાણો તમે પણ પેસ્ટ સ્ટોર કરવાની રીત.

    આ પણ વાંચો: રાજસ્થાની 'બાજરી ખીચડી' આ રીતે બનાવો ઘરે

    આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરવાની રીત



    • આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરવા માટે સૌ પ્રથમ આદુની છાલ કાઢીને મોટા-મોટા કટકા કરી લો.

    • પછી લસણની કળીઓ છોલી લો.

    • હવે આદુ-લસણ બરાબર માત્રામાં લો.


    આ પણ વાંચો: હિમોગ્લોબીનની ઉણપ પૂરી કરવા ખાઓ આ ટિક્કી



      • ત્યારબાદ મિક્સરમાં પીસી લો.

      • ચમચીની મદદથી પેસ્ટને આઇસ ટ્રેમાં ભરી દો.

      • આઇસ ટ્રેને પ્લાસ્ટિકથી મદદથી રેપ કરી લો અને 12 કલાક સુધી ફ્રિજરમાં મુકી રાખો.

      • જ્યારે આદુ-લસણની પેસ્ટ જામી જાય ત્યારે આઇસ ક્યૂસમાંથી કાઢી લો અને પ્લાસ્ટિકની બેગમાં પેક કરી દો.

      • આમ જ્યારે તમને આદુ-લસણની પેસ્ટનો ઉપયોગ કરવો હોય ત્યારે તમે ઉપયોગમાં લઇ શકો છો.

      • આ રીતે તમે આદુ-લસણની પેસ્ટ બનાવીને સ્ટોર કરશો તો 6 મહિના સુધી એવીને એવી જ રહેશે અને સ્મેલ પણ મસ્ત આવશે.

      • આદુ-લસણની આ પેસ્ટ તમે એર ટાઇટ ડબ્બામાં ભરીને પણ  સ્ટોર કરી શકો છો. આ રીતે તમે સ્ટોર કરો છો તો આ પેસ્ટમાં 3 થી 4 ચમચી વિનેગર નાંખો.

      • વિનેગર નાખવાથી પેસ્ટનો રંગ બદલાઇ જશે તો પણ એ 6 મહિના સુધી ફ્રેશ રહેશે.

      • આ પેસ્ટનો તમે ગમે ત્યારે અને કોઇ પણ વાનગીમાં ઉપયોગમાં લઇ શકો છો.






    • આ પેસ્ટની સ્મેલ પણ એવીને એવી જ રહેશે.

    • આ પેસ્ટને તમે ઇન્સ્ટન્ટ રીતે ઉપયોગમાં લઇ શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Kitchen tips, Lifestyle

    विज्ञापन
    विज्ञापन