Home /News /lifestyle /ATM Unblock: ભૂલથી તમારું ATM કાર્ડ બ્લોક થઇ ગયુ છે? તો આ 4 રીતથી કરી દો અનબ્લોક

ATM Unblock: ભૂલથી તમારું ATM કાર્ડ બ્લોક થઇ ગયુ છે? તો આ 4 રીતથી કરી દો અનબ્લોક

આ રીતે ATM અનબ્લોક કરો

ATM Unblock tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો ATM કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. એટીએમ કાર્ડ પૈસા ઉપાડવા માટે બહુ સરળ પડે છે. પરંતુ એટીએમ કાર્ડને સાચવવુ ખૂબ જરૂરી છે. ઘણાં લોકોના એટીએમ કાર્ડ બ્લોક થઇ જતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં અનેક લોકો સાથે એટીએમ કાર્ડ હોય છે. ATM કાર્ડને સાચવીને રાખવું ખૂબ જરૂરી છે. જો તમે એટીએમ કાર્ડ બરાબર સાચવીને રાખતા નથી તો એ ખોવાઇ જવાનો ડર રહે છે. ATM કાર્ડ સંકટ સમયની સાંકળ છે જેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. જો કે ઘણાં લોકોને ATM કાર્ડ ભૂલથી બ્લોક થઇ જતુ હોય છે. એટીએમ કાર્ડ જ્યારે બ્લોક થઇ જાય ત્યારે અનેક ઘણી તકલીફ વ્યક્તિને પડે છે. આ માટે એટીએમ કાર્ડ બ્લોક ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે બ્લોક એટીએમ કાર્ડને સરળ રીતથી અનબ્લોક કરી શકો છો. તો જાણી લો તમે પણ આ વિશે...

    આ પણ વાંચો: હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે મધ-લસણ

    ક્યારેક-ક્યારેક આપણાંથી ખોટો પીન નાખવાને કારણે આપણું એટીએમ કાર્ડ બ્લોક થઇ જાય છે, કે પછી એટીએમ કાર્ડ ખોવાઇ જવા પર આપણે એ તરત બ્લોક તો કરી દઇએ છીએ. આમ તમને બ્લોકનો રસ્તો તો ખબર છે પરંતુ અનબ્લોક શું છે એ પણ તમે જાણી લો. તમારું એટીએમ તમે અનબ્લોક કરાવી દો છો તો બીજી વાર તમે એનો યુઝ કરી શકો છો.

    તમે સતત ત્રણ વાર ખોટો એટીએમ પીન નાંખો છો તો તમારું એટીએમ કાર્ડ બ્લોક થઇ જાય છે. એવામાં તમે 24 કલાક રહા જુઓ. 24 કલાક પછી તમારું એટીએમ કાર્ડ અનબ્લોક થઇ જશે અને તમે પહેલાની જેમ ઉપયોગ કરી શકશો. જો કે ઘણાં લોકો રાહ જોતા નથી અને આગળની પ્રોસેસ કરતા હોય છે. પરંતુ તમારે આટલું ઉતાવળુ પગલું ભરવાની જરૂર નથી. તમે ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી જોઇએ.

    આ પણ વાંચો: આ સમયે ચીયા સીડ્સ ખાવાથી હેલ્થને થાય છે ફાયદાઓ

    તમને એવું લાગે છે કે તમારું એટીએમ કાર્ડ કોઇ ફ્રોડના હાથમાં આવી ગયુ છે તો તમે તરત જ બ્લોક કરાવી દો. આ માટે તમારે નવું એટીએમ કાર્ડ એપ્લાય કરવાનું રહેશે. બેન્ક તમને 5 થી 7 દિવસમાં નવું એટીએમ કાર્ડ આપશે.


    કોઇ પણ કારણોસર તમારું એટીએમ કાર્ડ બ્લોક થઇ ગયુ છે તો તમે કોઇ પણ બેન્કની બ્રાન્ચમાં જઇને અરજી કરો. આ સાથે જ તમે તમારું આઇડી પ્રુફ પણ સાથે લઇ જજો જેથી કરીને તમને ધક્કો ના પડે. 48 કલાક કે પાંચ દિવસની અંદર બેન્ક તમારી એપ્લીકેશન આગળ ફોરવર્ડ કરી દેશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: ATM card, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन