Home /News /lifestyle /માર્કેટમાં ધૂમ વેંચાઇ રહ્યા છે નકલી ઇંડા, ખાતા પહેલાં આ રીતે કરી લો અસલી અને નકલી ઇંડાની ઓળખ

માર્કેટમાં ધૂમ વેંચાઇ રહ્યા છે નકલી ઇંડા, ખાતા પહેલાં આ રીતે કરી લો અસલી અને નકલી ઇંડાની ઓળખ

નકલી ઇંડાની ઓળખ કરો

how to identify duplicate eggs: આજના આ સમયમાં માર્કેટમાં અસલી અને નકલી એમ બે પ્રકારના ઇંડા મળે છે. એમાં પણ જો તમે નકલી ઇંડા ખાઓ છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રોટીન માટે ઇંડાને સૌથી બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. શિયાળામાં ઇંડાની બહુ ડિમાન્ડ હોય છે. ઇંડામાં પ્રોટીનની સાથે કેલ્શિયમ અને ઓમેગા-3 ફેટી હોય છે. ઇંડા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ઇંડામાં રહેલા તત્વો શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો માર્કેટમાં ઇંડા નકલી પણ મળે છે? નકલી ઇંડા તમે ખાઓ છો તો સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે અને સાથે શરીરમાં અનેક બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે. તો જાણો તમે પણ નકલી અને અસલી ઇંડાની ઓળખ તમે કેવી રીતે કરશો.

    આ પણ વાંચો: તહેવારો પછી વજન ઘટાડવાનો અવિશ્વસનીય કીમિયો

    રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે, જ્યાં અમેરિકા ટોપ પર છે અને ચાઇના બીજા નંબર પર છે. ભારતમાં સૌથી વધારે ઇંડાનું ઉત્પાદન તમિલનાડુમાં થાય છે. ઇંડાનો કારોબાર મોટો છે એટલે નકલી ઇંડાનું માર્કેટમાં વેચાણ વધારે છે. એવામાં તમે નકલી અને અસલી ઇંડાની ઓળખ કરી લો.

    ચમક ના જોશો


    ઇંડા નકલી છે તો એ વધારે ચમકે છે. આ માટે ક્યારે પણ ઇંડાની ચમક પર જશો નહીં. ઇંડાની ચમક તમે વઘારે જોશો તો નકલી ઇંડા લઇને ઘરે આવશો.

    આ પણ વાંચો: ભાત ખાવાથી ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થાય?

    નકલી ઇંડા બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે


    શું તમે જાણો છો નકલી ઇંડા બનાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે? નકલી ઇંડાને તમે ગેસની પાસે રાખશો તો પ્લાસ્ટિક બળવાની વાસ આવશે અને સાથે ઇંડા આગ પણ પકડી લેશે. આ એક સરળ રીત છે જેના પરથી તમે સરળતાથી જાણી શકો છો કે ઇંડા નકલી છે કે અસલી.

    આ રીતે પણ ઓળખો


    ઇંડુ નકલી ના હોય તો તમે એને જ્યારે હલાવો છો ત્યારે પણ પ્રકારનો અવાજ આવતો નથી. તમે જ્યારે કોઇ ઇંડુ હલાવો છો અને એમાંથી અવાજ આવે છે તો સમજી લો કે એ નકલી છે.



    આ રીતે પણ તમે ઇંડાની સરળતાથી ઓળખી શકો છો અને સાથે તમારી હેલ્થને થતા નુકસાન પણ બચાવી શકો છો. નકલી ઇંડાનું સેવન તમે ભૂલથી કરો છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ તમારી તબિયત પણ બગડવા લાગે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Egg, Health care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन