Home /News /lifestyle /પેટ+દાંત+ખીલની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે લવિંગ, જાણો કઇ બીમારીમાં કેવી રીતે ઉપયોગ કરશો

પેટ+દાંત+ખીલની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે લવિંગ, જાણો કઇ બીમારીમાં કેવી રીતે ઉપયોગ કરશો

જાણો લવિંગના ફાયદાઓ

Benefits of cloves: લવિંગ એક એવી વસ્તુ છે જે રસોડામાં બનતી રસોઇનો સ્વાદ વઘારવાનું કામ કરે છે. લવિંગ જેમ રસોઇનો સ્વાદ વધારે છે એમ સ્કિન અને હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. લવિંગમાં રહેલી તાકાત અનેક સમસ્યાઓને દૂર કરે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડામાં લવિંગ હોય છે. લવિંગ હેલ્થ માટે એક નહીં પરંતુ અનેક રીતે ઉપયોગી છે. લવિંગમાં રહેલી તાકાત સ્કિનની પણ અનેક સમસ્યાઓને દૂર કરે છે. લવિંગમાં કેલ્શિયમ, મેગનીઝ, વિટામીન, ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, વિટામીન એ, વિટામીન બી 6 જેવા ગુણો રહેલા છે જે ફેસ પર થતા ખીલથી લઇને પેટમાં ગેસ સંબંધીત સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે. આમ, જો તમે આ પ્રોપર રીતે લવિંગનો ઉપયોગ કરશો તો તમારું શરીર અંદરથી સારું રહેશે અને સાથે તમે પણ અનેક બીમારીઓમાંથી બચી જશો. તો જાણો તમે પણ લવિંગનો કેવી રીતે ઉપયોગ કરશો.

    આ પણ વાંચો: આ ફ્રૂટ ફેશિયલથી ચહેરા પર આવે છે મસ્ત ગ્લો

    ગેસની સમસ્યામાં રાહત


    લવિંગમાં રહેલા તત્વો તમને ગેસની સમસ્યામાંથી રાહત અપાવે છે. ઘણાં લોકોને વારંવાર પેટમાં ગેસ થતો હોય છે. પેટમાં ગેસ થવાને કારણે વ્યક્તિને ચેન પડતુ નથી અને મન બેચેન જેવું રહે છે. આમ, જો તમને પણ ગેસની સમસ્યા છે તો તમે રોજ સવારમાં ઉઠીને 2 લવિંગ ચાવી લો. રોજ સવારમાં લવિંગ ચાવવાથી ડાઇજેશન સારું થાય છે અને પેટમાં થતી ગેસની તકલીફ ઓછી થઇ જાય છે.

    દાંતમાં દુખાવો


    કોઇ પણ વ્યક્તિને જ્યારે દાંતમાં દુખાવો થાય ત્યારે એ સહન કરવો અઘરો પડી જાય છે. આમ, જો તમને દાંતમાં કે દાઢમાં અસહ્ય દુખાવો થાય છે તો તમે તમને જે દાંતમાં દુખાવો થાય છે ત્યાં તમે લવિંગ મુકી દો. લવિંગના રસથી દાંતનો દુખાવો ઓછો થાય છે. લવિંગના પાણીના કોગળા પણ તમે કરી શકો છો.

    આ પણ વાંચો: નખ પર વ્હાઇટ સ્પોટ હોય તો થઇ જાવો સાવધાન

    આ માટે તમે એક બાઉલમાં પાણી લો અને 3 થી 4 લવિંગ નાંખીને ઉકાળી લો. ત્યારબાદ આ પાણીને બરાબર ગરમ થવા દો. પાણી હુંફાળુ થાય એટલે કોગળા કરી લો. આ લવિંગના પાણીના કોગળા તમને દાંતમાં થતા દુખાવામાંથી રાહત અપાવે છે.

    ખીલ


    તમને ચહેરા પર બહુ ખીલ થાય છે તો તમે લવિંગની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. લવિંગની પેસ્ટથી તમને ખીલ થતા બંધ થઇ જાય છે. આ સાથે જ લવિંગની પેસ્ટ તમારો ચહેરો ક્લિન કરવાનું કામ કરે છે.


    ઉલ્ટીમાં રાહત


    તમને પણ ઉલ્ટીની સમસ્યા છે તો તમારા માટે લવિંગ સૌથી બેસ્ટ છે. આ માટે તમે લવિંગને પીસી લો અને મધની સાથે ચાટી લો. આમ કરવાથી ઉલટીમાં રાહત થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: HealthTips, Life style

    विज्ञापन
    विज्ञापन