Home /News /lifestyle /બાળકને ડેન્ગ્યુ થાય ત્યારે ફાસ્ટ રિકવરી માટે શું ખવડાવશો, જાણો અહીં

બાળકને ડેન્ગ્યુ થાય ત્યારે ફાસ્ટ રિકવરી માટે શું ખવડાવશો, જાણો અહીં

ડેન્ગ્યુમાં ફાસ્ટ રિકવરી માટે ખાઓ આ ફુડ

Food for dengue: આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ બહુ ઘટી જાય છે જેને વધારવા ખૂબ જરૂરી છે. આ પ્લેટલેટ્સ વધારવા તમે આ ફુડ ખાઓ છો તો જલદી રિકવરી આવે છે અને સાથે તમે હેલ્ધી પણ બનો છો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકોને ડેન્ગ્યુ થવાના ચાન્સિસ વધારે હોય છે. બહાર રમવાને કારણે અને ઇમ્યુનિટી નબળી હોવાને કારણે બાળકો ડેન્ગ્યુની બીમારીની ઝપેટમાં જલદી આવે છે. ખાસ કરીને ઠંડીમાં બાળકો જલદી બીમારીઓની ઝપેટમાં આવતા હોય છે. શિયાળામાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા સંક્રમણનો કહેર વધી જાય છે. આ સિઝનમાં હજારો લોકો આની ઝપેટમાં આવતા હોય છે. પરંતુ સવાલ એ છે કે બાળકને જ્યારે ડેન્ગ્યુ થાય ત્યારે ખાસ કરીને પેરેન્ટ્સે શું ખવડાવવું જોઇએ? આમ જ્યારે બાળક ડેન્ગ્યુની ઝપેટમાં આવે ત્યારે સૌથી પહેલા આ પ્રશ્ન પેરેન્ટ્સને થતા હોય છે. તો જાણો તમે પણ બાળકને ડેન્ગ્યુ થાય ત્યારે શું ખવડાવશો.

ડેન્ગ્યુમાં બાળકોને ખવડાવો આ 5 ફુડ્સ


ઓનલીમાયહેલ્થ પરથી વધુમાં જાણકારી ક્લીનિકલ ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયટીશિયન ગરિમા ગોયલ એ 5 ફુડ્સ વિશે જણાવે છે જે પીડિત બાળકોને ડાયટમાં શામેલ કરવા જોઇએ. તો જાણો તમે પણ આ વિશે.

આ પણ વાંચો: જાણો ‘ॐ’ બોલવાથી કયા રોગો દૂર થાય છે

ફળ ખવડાવો


ફળમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે જે રિકવરી લાવવામાં મદદ કરે છે. મોસમી ફળો કિવી, દાડમ જેવા ફળો ખાસ કરીને બાળકોને ખવડાવો. આ સાથે જ તમે બાળકોને વિટામીન સીથી ભરપૂર સંતરા, મોંસબી જેવા ખાટા ફળો ખવડાવો. તમે બાળકોને જ્યૂસ પણ પીવડાવી શકો છો. ફ્રૂટ્સ ખાવાથી ડેન્ગ્યુ જેવા રોગોમાં જલદી રિકવરી આવે છે.

પ્રવાહી વધારે આપો


બાળકોને હાઇડ્રેટ રાખવા માટે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સ્તર જાળવી રાખવા પ્રવાહી વધારે આપો. આમાં નારિયેળ પાણીનું સેવન સૌથી બેસ્ટ છે. નારિયેળ પાણીને દરેક પોષક તત્વોનું પાવરહાઉસ માનવામાં આવે છે.

આ પણ વાંચો: ભૂલથી તમારું ATM કાર્ડ બ્લોક થઇ ગયુ છે?

પપૈયાનો જ્યૂસ પીવડાવો


ડેન્ગ્યુની બીમારીમાંથી જલદી સાજા થવા માટે પપૈયુ સૌથી બેસ્ટ છે. ડેન્ગ્યુમાં ખાસ કરીને પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે જેને વધારવામાં ખૂબ જરૂરી છે. આમ, આ પરિસ્થિતિમાં તમે પપૈયનો જ્યૂસ પીવડાવો છો તો પ્લેટલેટ્સ કાઉન્ટ ઝડપથી વધવા લાગે છે. પપૈયાનો જ્યૂસ ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે.


પ્રોટીનથી ભરપૂર ફુડ ખવડાવો


બાળકોને ડેન્ગ્યુ દરમિયાન પ્રોટીનથી ભરપૂર ફુડ્સ ખવડાવો. આ દિવસોમાં બાળકોને ભૂખ ઓછી લાગે છે જેના કારણે કુપોષણની સંભાવના વધી જાય છે. આ માટે તમે આહારમાં પૌષ્ટિક શાકભાજી, પાતળી દાળ, પ્રોટીન સૂપ પીવડાવો.
First published:

Tags: Child, Dengue, Life style