Home /News /lifestyle /શું છે લીન ડાયાબિટીસ? શરીરમાં કેવી રીતે કરે છે એન્ટ્રી, જાણી લો બધી જ માહિતી

શું છે લીન ડાયાબિટીસ? શરીરમાં કેવી રીતે કરે છે એન્ટ્રી, જાણી લો બધી જ માહિતી

જાણો લીન ડાયાબિટીસ વિશે

What Is Lean Diabetes: આજના આ સમયમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. મોટાભાગનાં લોકો લીન ડાયાબિટીસ વિશે અજાણ હોય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દુનિયાભરમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં સૌથી વધારે ટાઇપ-2 ડાયાબિટીસ છે. ટાઇપ-2 ડાયાબિટીસને મોટાપા અને વધારે વજન સાથે જોડવામાં આવે છે, પરંતુ દુબળા વ્યક્તિ પણ હવે આનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ મુખ્ય રૂપથી ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ અને લાઇફ સ્ટાઇલને કારણે થાય છે. ટાઇપ-2 ડાયાબિટીસમાં શરીરમાં ઉત્પાદિત ઇન્સ્યુલિનની માત્રામાં ઉણપ આવે છે. શરીરમાં ગ્લુકોઝ લેવલને મેન્ટન કરવા માટે ઇન્સ્યુલિનની જરૂરિયાત પડે છે, પરંતુ ભારતમાં લીન ડાયાબિટીસની સંખ્યા અન્ય ડાયાબિટીસ પેસેન્ટ્સની તુલનામાં ઓછા છે. લીન ડાયાબિટીસના લક્ષણો ઓળખવામાં ઘણી તકલીફ પડે છે કારણકે આ લક્ષણો સરળતાથી મહેસુસ થતા હોતા નથી. તો જાણી લો તમે પણ લીન ડાયાબિટીસને કેવી રીતે ઓળખી શકાય.

આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી બ્લોક નસો ખુલી જાય છે

જાણો શું છે લીન ડાયાબિટીસ


ડાયાબિટીસને મોટાભાગે મોટાપા અને વધારે વજન સાથે જોડવામાં આવે છે. માનવામાં આવે છે કે વધારે વજનની વ્યક્તિમાં ડાયાબિટીસના લક્ષણોને સરળતાથી જોઇ શકાય છે પરંતુ આ વાત સાચી નથી. હેલ્થ શોટ્સ અનુસાર ડાયાબિટીસ ટાઇપ-2માં 10 થી 15 લોકો એવા હોય છે જેમાં એમનું વજન અને હાઇટ એકદમ પરફેક્ટ હોય છે અને બીજા લોકોની તુલનામાં વધારે ફિટ હોય છે.

આ લોકોને થઇ શકે છે લીન ડાયાબિટીસ


લીન ડાયાબિટીસ માટે જીન અને લાઇફ સ્ટાઇલ જવાબદાર હોય છે. જે લોકોના પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી છે એમને આ સરળતાથી થઇ શકે છે. લીન ડાયાબિટીસનું એક કારણ પોષક તત્વોની ઉણપ પણ હોઇ શકે છે. લીન ડાયાબિટીસનો શિકાર બાળકો પણ બને છે.

આ પણ વાંચો: ઝડપથી ઘડાટવું છે વજન? તો ફોલો કરો આ ટિપ્સ

આ લક્ષણોને જાણવા મુશ્કેલ


લીન ડાયાબિટીસના લક્ષણોને ઓળખવા બહુ મુશ્કેલ હોય છે. ખાસ કરીને શરૂઆતમાં આ લક્ષણો દેખાતા નથી. ઘણાં લોકોને વધારે યુરિનની સમસ્યા થઇ શકે છે જ્યારે કેટલાક લોકોમાં આ લક્ષણો જરા પણ મહેસૂસ થતા હોતા નથી.



લીન ડાયાબિટીસમાં હાથ-પગમાં ઝનઝનાટી થાય છે અને વધારે તરસ પણ લાગે છે. આ માટે સ્મોકિંગ, ઊંઘ પૂરી ના થવી, પોષક તત્વોની ઉણપ અને આળસને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ આ વિશેની જાણ રેગ્યુલર બ્લડ સુગર લેવલ ચેક કરીને કરી શકાય છે. 35 વર્ષ પછી સુગર લેવલ દરેક લોકોએ ચેક કરાવવું જોઇએ.
First published:

Tags: Diabetes care, Diabetics, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો