Home /News /lifestyle /રૂટિનમાં થતી આ ભૂલોથી તમે બની શકો છો કેન્સરનો ભોગ, આજે જ સુધારી દો આ આદતો

રૂટિનમાં થતી આ ભૂલોથી તમે બની શકો છો કેન્સરનો ભોગ, આજે જ સુધારી દો આ આદતો

આ આદતો સુધારો

Increase the threat of cancer: આજના આ સમયમાં કેન્સરનું જોખમ ખૂબ વધી રહ્યું છે. કેન્સર એક જીવલેણ બીમારી છે જેના લક્ષણો દેખાતા તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં કેન્સર એક જીવલેણ બીમારી બનતી જાય છે. અનેક લોકો કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યા છે. કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કેન્સરમાં પણ અનેક પ્રકાર છે. ઘણી વાર કેન્સર વારસાગત કારણોસર પણ થતુ હોય છે. કેન્સરના લક્ષણો પર શરૂઆતમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આ માટે સમય-સમય પર કેન્સરની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. ઘણાં બધા લોકો કેન્સર પ્રત્યે જાગરુક હોતા નથી.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વર્ષ 2022માં લગભગ 10 મિલિયન લોકોના મોત માત્ર કેન્સરને કારણે થયા છે. આ માટે કેન્સર મૃત્યુનું કારણ બની રહ્યું છે. બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધી રહ્યો છે. રૂટિનમાં કેટલીક ભૂલો કેન્સરની બીમારીને આમત્રંણ આપે છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

    આ પણ વાંચો: સરસિયાનું તેલ અસલી છે કે બનાવટી? આ રીતે ચેક કરો

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કેન્સર એવી બીમારી છે જે હાર્ટના રોગો પછી મૃત્યુનું પ્રમુખ કારણ બની રહ્યું છે. આમ, જો તમને પણ આ આદતો છે તો તમારે છોડવાની જરૂર છે. તમારી આ આદતો તમને કેન્સર તરફ દોરી જાય છે. તો જાણો તમારી કઇ આદતો તમારે છોડવાની જરૂર છે.

    સ્મોકિંગ


    સિગારેટમાં મળતા રસાયણ ડીએનએને નુકસાન પહોંચાડે છે. ડીએનએ શરીરના એ ભાગને નુકસાન પહોંચાડે છે જેના કારણે કેન્સરથી બચવામાં મદદ કરે છે. સિગારેટ પીવાથી શરીરના મોટાભાગના હિસ્સામાં કેન્સર થવા લાગે છે. આ કારણે મોં, ગળુ, અન્નપ્રણાલી, પેટ, મળાશય, ગર્ભાશય ગ્રીવા કેન્સરનું કારણ બની શકે છે.

    આ પણ વાંચો: નોન સ્ટીક વાસણોથી થાય છે આ 6 ભયંકર નુકસાન

    શરાબ


    વધારે અને નિયમિત રીતે શરાબ પીવાથી કેન્સરનું જોખમ વધારે થાય છે. વધારે વજનથી શરીરમાં ઇન્સ્યુલિન નામના હોર્મોન્સનું સ્તર વધે છે જેના કારણે કેન્સરનું જોખમ વધારે રહે છે. ફેટ ટિશ્યુ પણ હોર્મોન એસ્ટ્રોજનનું ઉત્પાદન વધારે કરે છે જેના કારણે બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે.


    મોટાપા


    વધારે વજન અને મોટાપા પણ કેન્સરનું જોખમ વધારે છે. વધારે વજનથી શરીરમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન સ્તર વધી જાય છે જેના કારણે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. ફેટ ટિશ્યુ પણ હોર્મોન એસ્ટ્રોજનનું ઉત્પાદન કરે છે જેના કારણે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધી જાય છે. આમ, જો તમને પણ આ આદતો છે તમારે છોડવાની જરૂર છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Breast cancer, Cancer, Life style

    विज्ञापन
    विज्ञापन