Home /News /lifestyle /મહેંદી નહીં...આ Natural Powdersથી સફેદ વાળ થાય છે કાળા, આ રીતે ઘરે બનાવો

મહેંદી નહીં...આ Natural Powdersથી સફેદ વાળ થાય છે કાળા, આ રીતે ઘરે બનાવો

નેચરલી રીતે સફેદ વાળ કાળા કરો

naturally White hair to black: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. સફેદ વાળ કાળા કરવા માટે અનેક લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. વ્હાઇટ હેરને બ્લેક કરવા માટે આ નેચરલી પાવડર સૌથી બેસ્ટ છે.

  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ સફેદ થવા લાગ્યા છે. સફેદ વાળ વ્યક્તિની પર્સનાલિટી ખરાબ કરી દે છે. વ્હાઇટ હેરને બ્લેક કરવા માટે અનેક લોકો જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ કેમિકલ પ્રોડક્ટ્સના વધારે પડતા ઉપયોગથી વાળ ડેમેજ વધારે થાય છે. આજે મોટાભાગનાં લોકોના વાળ ઉંમર કરતા વહેલાં સફેદ થઇ રહ્યા છે. સફેદ વાળને કાળા કરવા માટે તમે મહેંદી લગાવી શકો છો. પરંતુ જો તમે આંમળા, અરીઠા અને શિકાકાઇનો ઉપયોગ કરો છો તો સફેદ વાળ કાળા થાય છે અને સાથે વાળને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.

  વાળની બીજી સમસ્યા જેમ કે વાળ ખરવા, વાળ તૂટવા, નીચેથી ડબલ વાળ થવા, ખોડો થવો જેવી અનેક સમસ્યાઓમાં આ વસ્તુઓ રામબાણ ઇલાજ છે. બસ તમને એનો સાચો ઉપયોગ કરતા આવડવો જોઇએ. તો જાણો તમે પણ આંમળા, અરીઠા અને શિકાકાઇના શું છે ફાયદાઓ અને કેવી રીતે વાળને કાળા કરે છે.

  આ  પણ વાંચો: શરીરમાં આ 4 તકલીફ હોય તો ભૂલથી ખાતા નહીં મખાના

  આ રીતે પાવડર બનાવો  • આંમળા, અરીઠા અને શિકાકાઇમાંથી પાવડર બનાવવા માટે સૌથી પહેલાં આ વસ્તુઓને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી રાખો.

  • ત્યારબાદ આ મિશ્રણને ધીમા ગેસે ઉકળવા મુકો.

  • ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો.

  • મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે આ બધી જ વસ્તુઓને બરાબર બ્લેન્ડ કરી લો.

  • હવે વાળમાં આ હેર માસ્ક લગાવી દો અને 3 થી 4 કલાક માટે રહેવા દો.

  • ત્યારબાદ સાદા પાણીથી હેર વોશ કરી લો.


  આ પણ વાંચો: ડાયાબિટીસને લઇને ફેલાઇ રહી છે આ ખોટી માન્યતાઓ

  • તમે ઇચ્છો છો તો આ મિશ્રણનો શેમ્પૂની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

  • આ મિશ્રણને વાળમાં નિયમિત રીતે લગાવવાથી સફેદ વાળ કાળા થાય છે અને સાથે સિલ્કી પણ થાય છે.


  જાણો આ પાવડરના ફાયદાઓ

   • ખરતા વાળ બંધ થાય

   • વાળનો ગ્રોથ વધે

   • વાળમાં ખોડો નહીં થાય

   • વાળ મજબૂત થાય

   • સફેદ વાળમાંથી છૂટકારો મળે

  કેવી રીતે ઉપયોગ કરશો


  આ પાવડર તમે વાળમાં અઠવાડિયામાં 3 થી 4 વાર લગાવી શકો છો. તમે રેગ્યુલર આ પાવડર વાળમાં લગાવશો તો સફેદ વાળ કાળા થવા લાગે છે.
  Published by:Niyati Modi
  First published:

  Tags: Black hair, Life style, White hair

  विज्ञापन
  विज्ञापन