Home /News /lifestyle /શરીરમાં આ 4 તકલીફ હોય તો ભૂલથી પણ ના ખાતા મખાના, નહીં તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

શરીરમાં આ 4 તકલીફ હોય તો ભૂલથી પણ ના ખાતા મખાના, નહીં તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

મખાના ખાવાથી નુકસાન

Avoids makhana: મખાના હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ વાત દરેક લોકો જાણે છે પરંતુ અમુક એવી બીમારીઓ એવી હોય છે જેમાં તમારે મખાનાનું સેવન કરવું જોઇએ નહીં. આ બીમારીમાં મખાનાનું સેવન કરવાથી તકલીફ વધી શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મખાના તમને મોલમાં કે પછી કરિયાણાંની દુકાનમાં જોવા મળતા હોય છે. મખાના એક એવું ડ્રાય ફ્રૂટ્સ છે જેનું સેવન ઘણાં બધા લોકો કરતા હોય છે. ઉપવાસના દિવસોમાં તમે મખાના ખાઇ શકતા નથી. આ દિવસોને છોડીને અનેક લોકો મખાના ખાવાનું પસંદ કરતા હોય છે. આ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મખાનામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે. મખાનામાં કેલરીની માત્રા ઓછી હોય છે.  આ માટે જે લોકો વજન ઘટાડવા ઇચ્છે છે એમના માટે મખાના સૌથી બેસ્ટ છે. મખાનાને તમે રૂટિનમાં પણ ડાયટમાં એડ કરી શકો છો. પરંતુ કેટલીક બીમારીઓમાં તમે મખાનાનું સેવન કરી શકતા નથી. તો જાણો કઇ બીમારીનાં લોકોએ મખાના ના ખાવા જોઇએ.

    ગેસની સમસ્યા


    જે લોકો ગેસની સમસ્યા રહે છે એ લોકોએ મખાના ખાવાથી બચવું જોઇએ. મખાનામાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વઘારે હોય છે જે પચવામાં સમય લાગે છે. ગેસ્ટ્રિક, બ્લોટિંગ કે પછી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં મખાનાનું સેવન કરવુ જોઇએ નહીં. મખાના ખાવાથી આ સમસ્યા વધી શકે છે.

    આ પણ વાંચો:  ડાયાબિટીસને લઇને ફેલાઇ રહી છે આ ખોટી માન્યતાઓ

    કિડનીમાં સ્ટોનની સમસ્યા


    તમને કિડનીમાં સ્ટોનની સમસ્યા છે તો તમારે મખાના ખાવા જોઇએ નહીં, કારણકે મખાનામાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. કેલ્શિયમની માત્રા વધારે હોવાથી કિડની સ્ટોનની સાઇઝ વધવાના ચાન્સિસ રહે છે. આ તકલીફમાં મખાના ખાવાનું એવોઇડ કરવું જોઇએ.

    આ પણ વાંચો: આ રીતે પ્લાસ્ટિકના વાસણો પરથી હળદળના ડાધ દૂર કરો

    ડાયરિયાની સમસ્યા


    તમને જ્યારે ડાયરિયા થાય ત્યારે તમે મખાના ખાવાનું બંધ કરી દો. મખાના ખાવાથી આ સમસ્યા વધી શકે છે. મખાનામાં મળતુ ફાઇબર તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. કબજીયાતમાં એક્સપર્ટ્સ ફાઇબરથી ભરપૂર આહાર ખાવાની સલાહ આપે છે, પરંતુ તમને જ્યારે ડાયરિયા થાય ત્યારે ભૂલથી પણ મખાના ખાવા જોઇએ નહીં. આનાથી તમારી સમસ્યામાં વધારો થઇ શકે છે.


    દવાઓ લેતા લોકો


    તમે કોઇ પણ પ્રકારની બીમારી સાથે જોડાયલા છો અને દવાનું સેવન કરો છો તો તમારે મખાના ખાવાનું બંધ કરી દેવું જોઇએ. મખાના ખાવાથી દવાઓની અસર ઓછી થઇ જાય છે અને તમારા શરીરમાં અનેક ઘણી તકલીફો થવા લાગે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन