Home /News /lifestyle /રોજની આ આદતો સુધારી લો, નહીં તો ડાયાબિટીસના ભોગ બનશો

રોજની આ આદતો સુધારી લો, નહીં તો ડાયાબિટીસના ભોગ બનશો

ડાયાબિટીસના રિસ્ક ફેકટર્સ

Habits Which Raises Diabetes Risk: માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. ડાયાબિટીસના કેસ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ડાયાબિટીસ થાય પછી તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલવી ખૂબ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ભાગદોડ ભરી લાઇફમાં અનેક લોકોની જીવનશૈલી પહેલાં કરતા બદલાઇ ગઇ છે. વાત કરવામાં તો દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ડાયાબિટીસના કેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરી દુનિયામાં વધી રહ્યા છે. ડાયાબિટીસ થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. આજના આ સમયમાં નાના બાળકો પણ ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. ડાયાબિટીસને કારણે હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. આપણી ઘણી આદતો એવી હોય છે જે ડાયાબિટીસને આમત્રંણ આપે છે. પરંતુ રૂટિન લાઇફમાં તમારી આદતો તમને ડાયાબિટીસ તરફ ખેંચી જાય છે.

    મિડનાઇટ ક્રેવિંગ


    એવરીડે હેલ્થ ડોટ કોમના અનુસાર રાત્રે તમે જ્યારે જમી લો એ પછીના થોડા કલાકો પછી તમે બીજી વાર ખાઓ છો તો તમારે આ વિશે વિચાર કરવો જોઇએ, કારણકે હેલ્થ એક્સપર્ટ અનુસાર આ રીતની ખાવા-પીવાની પેટર્ન બ્લડ શુગરના સ્પાઇક્સનું કારણ બને છે અને ઇન્સ્યુલિન સેક્રેશનને રોકે છે, જેનાથી તમે ડાયાબિટીસને કંટ્રોલ થતા રોકી શકતા નથી. આ માટે સંતુલિત ખોરાક રાત્રે ખાઓ.

    આ પણ વાંચો: શિયાળામાં ગિલોયનો ઉકાળો પીઓ અને બચો વાયરલથી

    બ્રેકફાસ્ટ સ્કિપ ના કરો


    બ્રેકફાસ્ટ આખા દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. આ માટે તમે ક્યારે પણ બ્રેક ફાસ્ટ સ્કિપ ના કરશો. સવારનો નાસ્તો તમે જ્યારે સ્કિપ  કરો છો ત્યારે તમે બપોર સુધી ભૂખ્યા રહો છો જેના કારણે ઇન્સ્યુલિનનું લેવલ અને બ્લડ સુગર કંટ્રોલ થતા નથી. બ્લડ સુગર કંટ્રોલ કરવા અને સાથે વજન ઘટાડવા માટે સંતુલિત બ્રેકફાસ્ટ માટે સમય નિકાળવો ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો: ટુથબ્રશ લેતી વખતે ખાસ રાખો આ ધ્યાન

    સુગર ડ્રિંક્સ


    મીઠી ચા અને મીઠી સોડા તેમજ કોઇ પણ પ્રકારના સુગર ડ્રિંક્સ રેગ્યુલર પીવાથી તમારું વજન વધી શકે છે અને તમે ડાયાબિટીસની ઝપેટમાં આવી શકો છો. તમને તરસ લાગે છે તો તમે પાણી પીઓ. આ સાથે તમે ઓછા ફેટનું દૂધ પણ પી શકો છો.


    ઇમોશનલ ઇટિંગ


    જ્યારે તમે ઇમોશનલ અને ડિપ્રેસ્ડ થઇ જાવો છો ત્યારે ખાસ કરીને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી શકતા નથી અને બરાબર જમી પણ શકતા નથી જેના કારણે ડાયાબિટીસ અને વજન વધવી સમસ્યા થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetics, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन