Home /News /lifestyle /આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઇએ મૂળા, સ્વાસ્થ્યને થાય છે અઢળક નુકસાન

આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઇએ મૂળા, સ્વાસ્થ્યને થાય છે અઢળક નુકસાન

મૂળા ખાવાથી સાઇડ ઇફેક્ટ્સ

side effects of radish: શિયાળાની શરૂઆત થાય એટલે માર્કેટમાં મૂળા મળતા થઇ જાય છે. અનેક ઘરોમાં મૂળા અલગ-અલગ રીતે ખાવામાં આવતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ઘણી બીમારીઓ એવી છે જેમાં મૂળાનું સેવન કરવું જોઇએ નહીં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં શાકભાજી એવા હોય છે જે તમે કાચા ખાઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. આ સાથે જ ખાવાનો ટેસ્ટ વધારવાનો પણ કામ કરે છે. આ માટે શિયાળામાં મૂળાનું સેવન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. ઘણાં લોકોના ઘરોમાં મૂળાના પરાઠા બનતા હોય છે, તો ઘણાં લોકો મૂળા અને ભાજીનું શાક બનાવતા હોય છે. આ સાથે જ અનેક લોકોના ઘરોમાં મૂળામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. મૂળા ગરમીની સિઝનમાં મળતા નથી. ખાસ કરીને મૂળા શિયાળામાં વધારે આવે છે.

    આમ,  lybrate.com અનુસાર મૂળા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે, પરંતુ સાથે-સાથે તમને એક વાત એ જણાવી દઇએ કે મૂળા ખાવાથી નુકસાન પણ થાય છે. તો જાણી લો મૂળા કયા લોકોએ ના ખાવા જોઇએ.

    આ પણ વાંચો: બ્રેસ્ટની સાઇઝ વધારે છે? તો આ રીતે ડુંગળી ઘસો

    શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે


    મૂળાનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. મૂળામાં મૂત્રવર્ધક ગુણ હોય છે જેનાથી યુરિન વધારે બને છે. જેના કારણે વ્યક્તિને વારંવાર યુરિન જવું પડે છે.

    બ્લડ પ્રેશર લો થઇ શકે


    મૂળાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશર લો થઇ શકે છે. જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ છે એ લોકોએ મૂળાનું સેવન કરવુ જોઇએ નહીં. આમ, જો તમે વારંવાર બ્લડ પ્રેશર લો અને હાઇ રહે છે તો તમે મૂળાનું સેવન બંધ કરી દો.

    થઇ શકે છે હાયપોગ્લાસેમીયા


    જે લોકોમાં બ્લડ સુગર લેવલ ડાઉન રહે છે એ લોકોને મૂળા ખાવા જોઇએ નહીં, કારણકે આ પરિસ્થિતિમાં મૂળામાં ખાવાથી હાયપોગ્લાસેમીયાની બીમારી થઇ શકે છે.

    આ પણ વાંચો: જાણો લવિંગનો ઉપયોગ કઇ બીમારીમાં કેવી રીતે કરવો

    પેટમાં દુખાવો


    ઘણાં લોકોને પેટમાં સતત દુખાતુ હોય છે. જો તમને પણ પેટમાં દુખાવો થાય છે તો તમે મૂળાનું સેવન બંધ કરી દો.


    રાત્રે ના ખાઓ મૂળા


    ઘણાં લોકો રાત્રે મૂળા ખાતા હોય છે. રાત્રે મૂળા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. જો તમે રેગ્યુલર રાત્રે મૂળા ખાઓ છો તો તમારે તરત જ બંધ કરી દેવા જોઇએ. રાત્રે મૂળા ખાવાથી હાડકાંનો દુખાવો થાય છે અને સાથે પેટમાં પણ દુખાવો થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन
    विज्ञापन