Home /News /lifestyle /સુગર કંટ્રોલ કરવા આ રીતે ખાઓ મૂળા, જાણો બીજા અઢળક ફાયદાઓ
સુગર કંટ્રોલ કરવા આ રીતે ખાઓ મૂળા, જાણો બીજા અઢળક ફાયદાઓ
મૂળા ખાવાના અઢળક ફાયદા
Radish Benefits: મૂળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મૂળા ખાવાથી ઇમ્યુનિટીથી લઇને બીજી અનેક ઘણી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. જો તમે રોજ મૂળા ખાઓ છો તો હેલ્થ માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મૂળા આવવા લાગે છે. મૂળામાંથી અનેક પ્રકારની ડિશ તમે બનાવી શકો છો. મૂળા ખાવાની મજા પણ કંઇક અલગ જ હોય છે. પાચન માટે મૂળા સૌથી બેસ્ટ છે. મૂળામાં એન્ટી ઓક્સીડન્ટ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ મૂળાના શાકમાં વિટામીન સી પણ સારું હોય છે જે હેલ્થને ફાયદો પહોંચાડે છે. મૂળા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે. આ માટે દરેક લોકોએ રોજ શિયાળામાં એક નાનો મૂળો ખાઓ જોઇએ. તમને મૂળા ભાવતા નથી તો તમે ખાવાની આદત પાડો. તો જાણો તમે પણ મૂળા ખાવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે..
વેબએમડી અનુસાર તમને ડાયાબિટીસ છે અથવા તો તમે પ્રી ડાયાબિટીજ સ્ટેજમાં છો તો તમારે અચુક મૂળાનું સેવન કરવું જોઇએ. મૂળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. તમને જણાવી દઇએ કે મૂળા ખાવાથી બ્લડ શુગરને કંટ્રોલમાં કરી શકાય છે. ખાસ વાત એ જાણી લો કે સુગર કંટ્રોલ કરવા માટે બપોરે એક મૂળો ખાઇ લો.
લિવર ફંક્શન માટે બેસ્ટ
મૂળામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે લિવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ સાથે મૂળા ખાવાથી કિડનીને પણ ટોક્સિન્સ ફ્લશ આઉટ કરવામાં મદદ મળે છે.
મૂળામાં એન્ટી ઓક્સીડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે. આ સાથે જ મૂળામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પૌષ્ટિક તત્વો હોય છે જે હાઇ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં અને સાથે હાર્ટના રોગોનું રિસ્ક ઓછુ કરવામાં મદદ કરે છે. આ પ્રકારે મૂળા સ્વાસ્થ્ય માટે લાભદાયી બને છે.
ઇમ્યુનિટી વધે
મૂળામાં રહેલા ગુણો તમારી ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. જો તમારી ઇમ્યુનિટી ડાઉન છે તો તમારે શિયાળામાં રોજ એક મૂળો ખાઓ જોઇએ. શિયાળામાં મૂળા ખાવાથી પાચન તંત્રથી લઇને તમારી અનેક બીમારીઓ દૂર થાય છે.
પાચન તંત્ર સારુ રહે
શિયાળામાં દિવસમાં 5 થી 6 મૂળાની સ્લાઇસ ખાવાથી પાચન તંત્ર સારુ રહે છે અને સાથે તમને પેટમાં થતો દુખાવો પણ ઓછો થઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર