Home /News /lifestyle /પુરુષોમાં વધી રહ્યો છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, શરીરમાં આ લક્ષણો દેખાય તો દોડો ડોક્ટર પાસે
પુરુષોમાં વધી રહ્યો છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, શરીરમાં આ લક્ષણો દેખાય તો દોડો ડોક્ટર પાસે
પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો
prostate cancer in men: પ્રોસ્ટેટ કેન્સરના કેસમાં દિવસને દિવસે વધારો થઇ રહ્યો છે. આ કેન્સર પુરુષોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આમ કોઇ પણ વ્યક્તિને આ લક્ષણો દેખાય તો તરત જ એલર્ટ થઇને ડોક્ટરને બતાવો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક રોગો દિવસને દિવસે વધી રહ્યા છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક અને કેન્સરનો આમાં મુખ્યત્વે સમાવેશ થાય છે. અનેક લોકો કેન્સરની ઝપેટમાં આવી રહ્યા છે. કેન્સર અનેક પ્રકારના હોય છે. આ સાથે જ કેન્સર થવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો વાત કરીએ તો દિવસેને દિવસે પુરુષોમાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક પુરુષો પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બની રહ્યા છે. કેન્સર એક ખતરનાક બીમારી છે, જેની સમય પર સારવાર ના થાય તો મોત પણ થઇ શકે છે.
વાત કરવામાં આવે તો કોઇ પણ બીમારી અચાનક થતી નથી, એ ધીરે-ધીરે શરીરમાં ફેલાય છે અને પછી મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે. શરીરની કોશિકાઓના સમૂહની અસામાન્ય તેમજ અનિયત્રિંત વૃદ્ધિથી કેન્સર થાય છે. સમય પર તમે કેન્સરની સારવાર કરતા નથી તો આ શરીરના બીજા ભાગમાં પણ ફેલાઇ શકે છે. તો જાણો તમે પણ પ્રોસ્ટેટ કેન્સર વિશે.
પુરુષોમાં ઉંમર વધવાની સાથે-સાથે પ્રોસ્ટેટ કેન્સરના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. ભારત પણ બીજા દેશોની જેમ પ્રોસ્ટેટ કેન્સરના કિસ્સામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. 60 વર્ષની વધારે ઉંમરવાળા પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં કેન્સરની સંભાવના વધી જાય છે. પેશાબની નળીને ચારેબાજુ અખરોટ આકારનું પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય છે.
તમને શરીરમાં આ લક્ષણો દેખાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો. આ ટાઇપના લક્ષણોને તમે જરા પણ ઇગ્નોર કરશો નહીં. પ્રોસેસ્ટ કેન્સર હાડકાંઓનૂ આસપાસ ઝડપથી ફેલાવા લાગે છે.
આ દરમિયાન પીડિતોને નિયમિત રીતે બાયોપ્સી, પ્રોસેસ્ટ વિશિષ્ટ એન્ટીજેન એટલે કે પીએસએ ટેસ્ટ કરાવવો જોઇએ જેના પરથી ખ્યાલ આવે છે કેન્સર વધી રહ્યું છે કે નહીં. આમ, જો તમને પણ યુરિનમાં આ સમસ્યા થવા લાગે છે તો તમે આ વાતને ઇગ્નોર કર્યા વગર તરત જ ડોક્ટરને બતાવો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર